Book Title: Pathik 1981 Vol 21 Ank 03 Author(s): Mansingji B Barad Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌને ખ્યાલ આવે. આખાય ભારતમાં કયાં અને કેટલા સિધુ સભ્યતા ટિંબા શોધાયા છે, તેની માહિતી આપવાની ઈચ્છા કરેલી પણ માહિતીને અભાવ હોવાથી તેને પડતી મૂકવી પડી. ખોદકામની દષ્ટિએ એક અગત્યની માહિતી એ છે કે ગુજરાત બહાર ભારતમાં હમણાં સુધીમાં જે સિધુ સભ્યતાના ટિંબાઓનું ખેદકામ થયુ' છે, તેની સંખ્યા લગભગ ૨૧ ની છે, જી રે ગુજરાતમાં એવા ટિંબાનાં ખોદકામ સંખ્યા ૨૧મી છે. પ્રથમ દષ્ટિએ જ આ ખેદકામની સંખ્યા એવું સ્પષ્ટ ચિત્ર રજુ કરે છે કે પુરાતત્ત્વ ક્ષેત્રે ગુજરાત વધુ સમૃદ્ધ છે. અહીં થોડી મારા વતન કચ્છની પણ વાત કરું. કચ્છમાં પુરાતત્વીય સંશોધન મોડેથી થવા લાગ્યું છે પણ હજુ પૂરે પૂરું થયું નથી. કાળા ડુંગર સિવાય મેં લગભગ આખાય કચ્છ જોયું છે. સ્થળ તપાસ માગતી કેટલીક છે પણ મારી પાસે છે. સિધુ સભ્યતાના ટિંબા હજુ ઠીક સંખ્યામાં પ્રાપ્ત થવાનો સંભવ છે. વેળાવીરા (ડર)ના ટિંબા વિસ્તાર મોહન જે-દડોના વિસ્તાર કરતાંય મેટે હેવાનો અંદાજ છે. સુરકેટડાના ખેદકામે ઘણું બધું આપ્યું છે અને તેથી છે વધુ ધોળાવીરામાંથી પ્રાપ્ત થવાની શક્યતા છે. સુમેરિયન ઈતિહાસમાં સિધુના મુખ પર મહાબંદર હવાને ઉલેખ છે, એ મહાબંદર કયાં ગયું? ક્યાં હશે? અનુમાનની નજર ધેળાવીરા પર જ શું સ્થિર નથી બનતી ? અને કાળો ડુંગર, જે પુરાતત્ત્વની દષ્ટિએ અગત્યનું ક્ષેત્ર છે જ, પણ ત્યાં આજ દિવસ સુધી કોઈ પણ પુરાવિદ પહોંચ્યો જ નથી, સૌથી વધુ ઊંચાઈ અને વિસ્તાર ધરાવતા આ ડુંગરની તળેટીમાં વહાણોને કેટલાય અવશેષો વિખરાયેલા પડ્યા છે. અને છેલ્લા ક્રમમાં આવે છે : પુરાતત્ત્વ ખાતાની હાલમાં શરૂ થયેલાં ઉખનની નોંધ. ગુજરાતના ભાવનગર જિલ્લાના તાલુકા ગઢડામાં ચિરાડા ગામને પાદરે આવેલા એરિયા નામક ટિંબાનું ઉખનન હમણાં જ શરૂ થયું છે, જેમાં અમેરિકા સૌ પ્રથમ સંલગ્ન બન્યા છે. એમનો પરિચય યાદીમાં છે.) રાષ્ટ્રીયતાની 'દષ્ટિએ આમાં અમેરિકનો અને ભારતીઓ (ગુજરાત) સંલગ્ન બન્યા છે, અને ધર્મની દષ્ટિએ હિન્દુઓ, ખ્રિસ્તીઓને મુસલમાન છે. ટેનિની દૃષ્ટિએ ખેદકામની ભારતીય અને અમેરિકન પદ્ધતિને સંગ છે. વિસ્તારની દૃષ્ટિએ ટિ બાનું ક્ષેત્ર સીમિત હોવા છતાં ખેદકામ ઝીણવટભર્યું અને વૈજ્ઞાનિક થવાનું છે. આ ખેદકામનો ઉદ્ધાટન વિધિ વેદમંત્રોથી થયો છે અને દેવપૂજા અમેરિકન ખ્રિસ્તીના હાથે થઈ છે, તેમાં ભારતીય સંરકૃતિનું સન્માન જ વંચાય છે. ઉપરાંત, દેશ-વિદેશના અને વિવિધ ધર્મના આ વિદ્વાન સમૂહજીવન ગાળવાનું, એક જ રસોડે ભોજન કરવાનું, (માંસ-ઈ ડાં સહિત-મદિરાને ત્યાગી) સંપૂર્ણ શાકાહારી બની રહેવાનું નક્કી કર્યું છે. નોંધને આ અંકમાં સમાવવાનું, આ કારણે જ ઉચિત માન્યું છે. લેખક પરિચયમાં, શ્રી અત્રિની લેખ-સંખ્યા પર ની બતાવી છે પણ છે. સાંકરિયાના લેખને અનુવાદ અને આ નેધને તેમાં વધારો થતાં એ સંખ્યા હવે ૫૩ મી બને છે. મુખ પૃષ્ઠ પર જે બ્લોક છપાય છે, તેમાંના મુદ્રા લેખો તૈયાર કરી આપનાર ડો. એમ. એન. ગુપ્તા છે અને એનું ડાઈગ પુરાતત્વ ખાતાના છાયાખાકાર શ્રી અજવાડિયાએ કરી આપ્યું છે. મુદ્રાલેખેની સમજણ પણ . ગુપ્તાએ અંગ્રેજીમાં તૈયાર કરી આપી છે અને ગુજરાતી વાચકો માટે તેને ગુજરાતી અનુવાદ શ્રી અત્રિએ કરી આપ્યો છે. આ શ્રમ બદલ 'પથિક' એમનો આભાર માને છે. આ અંકને પ્રગટ કરવાની પ્રેરણા આપનાર તથા તેની બધી જ સામગ્રીને ખૂબ જ શ્રમ ઉઠાવી, સમય અને શક્તિનો વ્યય ખચી તૈયાર કરી આપનાર શ્રી અત્રિ છે. એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ અંક માટે જે નેહી-મિત્રોએ જાહેર ખબર આપી છે અને અપાવવામાં મદદગાર બન્યા છે, . એ સૌને આભારી છું. માનું છું, આ સચિત્ર અંક વિદ્વાને--અભ્યાસી વાચકો માટે સંગ્રહવાલાયક બનશે. સિધુલિપિ સંબંધમાં તે જગતમાં અપૂર્વ કરશે. પણ તેનું ખરું મૂલ્યાંકન તે અભ્યાસ વાંચક અને અવલોકનકારીને જ કરવાનું રહે છે. એમના અભિપ્રાયને જોવા-જાણવાની પ્રતીક્ષા કરું છું. --માનસંગજી બારડ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90