Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ વેલિર ડિસેમ્બર,૮૧ પથિક મુદ્રાભિલેખ અરાસન સહુનો રાજા અલાન પ્રાંતિક રાજા મુખી (?) કલન અધીક્ષા. વિલમ્પન અધ્યક્ષ વિલમ્પન વહેંચણી અધિકારી અધ્યન ધર્મ ગુરુ હરપ્પીય સમાજ કામ-ધંધાને આધારે જ નહિ પણ ગોત્ર કે જાતિના આધારે પણ વહેંચાયેલ હતો. - બીજું કે ધર્મની બાબતમાં મુકુટધારી દેવ, (૨), સર્વ રક્ષા, જંગલી પશુઓના મુખ્ય દેવ હેય એમ જણાય છે. એનું બિરુદ છેઃ “સમૂહને એકઠા કરનાર.', આની સામે “પાલનપતિ” “અર–મારમ' એટલે કે ગુપ્ત રાજવી તરીકે ઓળખવામાં આવતા. એનું પ્રતીક છે પીપળાનું પાન. એનામાં અનેક શક્તિઓ હતી એમ જણાય છે. ઉપર જણાવેલ બંને ધાર્મિક વર્ગો વચ્ચે સ્વીકૃત સંબંધ સ્થપાયેલા હશે એમ જણાય છે. મુદ્રાંતિ પશુઓ કુદરતી રીતે જ વંશ-પદ-દશક પ્રતીકો જેવાં જણાય છે. જે વિવિધ ગાત્ર-વંશનું પ્રતિનિધિત્વ કરે છે. દેવને પ્રસન્ન રાખવા માટે એ સમયે મંદિરો પણ હશે. (એરુ' અથવા “સાતનું મંદિર” આને એક દાખલે છે, પરંતુ એ મંદિશ સૂર્ય, અગ્નિ અને કદાચ પજન્યની આરાધના માટેનાં હતાં. ઉપર જણાવેલી માન્યતાઓ ખરેખર બહુ દૂરગામી છે. ફેરસવિસ પણ સંપૂર્ણ રીતે સભાન છે કે એમની કાર્યરીતિમાં એટલી જ ખામી છે કે એ પિતે દ્રવિડીય ભાષાઓના વિદ્વાન નથી એટલું જ નહિ પણ દક્ષિણ ભારતમાં બેલાતી બોલીઓને ઉપયોગ પણ એમણે કર્યો નથી. તદુપરાંત પૂર્વ—દ્રાવિડીય અને સામ્પ્રત દ્રાવિડીય ભાષા વચ્ચે કાળને જબજસ્ત માળે પડી ગયો છે. આપણું પશ્ચિમેત્તર સીમા અને એની આસપાસને પ્રદેશ પ્રાગૈતિહાસિક કાળની જેમ એતિહાસિક કાળમાં પણ સતત વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ બની રહેલ છે એની પણ તેઓ ગણના કરે છે. અને છતાં પણ જે હરપ્પીય મુદ્રાઓની - લઘુતમ સપાટી પરથી ગુરુતમ અર્થ શોધવામાં આવ્યો છે એ મુદ્રાભિલેખમાં નામમાત્રના ભારતીય આર્યોનાં શબ્દ ન હોય તે એ બહુ આશ્ચર્યજનક બીના ગણાય ! કોઈપણ હરપીય ક્ષેત્રમાંથી દ્વિભાષી અભિલેખે ન મળવા છતાં હરપ્પીય લેકોનાં મન વાંચી લેવાને ફેરસરવિસા પ્રયત્ન ખરેખર હિંમતભર્યો અને અભિનંદનીય છે. ઉપસંહાર:છેઉપર જણાવેલી માન્યતાઓ અને અર્થઘટને રસપ્રદ હેવા છતાં તમામ ભારતનું સમર્થન તે ત્યારે જ મેળવી શકશે જ્યારે કોઈ દ્વિભાષી લેખ કે અન્ય પુરાવો, કાયમ માટે એને સાચાં ઠેરવે. હાલની તકે તે સિબ્યુલિપિ ઉકેલવાની દિશામાં થતા તમામ પ્રયત્નોની આપણે નેધ માત્ર લઈ શકીએ, - આવા તમામ પ્રયત્નને ચાર વિભાગમાં વહેંચી શકાય : - '૧, ધારણાપ્રધાન કે ઊમિપ્રધાન: (8) લેગડનઃ આઘાભી અને સિધુ સંકેત, પૂર્ણ શબ્દો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90