Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિરણને કાંઠે - છો. મ, અત્રિ પૂર્વાલાપ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપરથી તા. ૨૧-૭-૭૨ ના રોજ, એક નગર એ રિબે” નામનું મારું લખેલ દસ્તાવેજી રૂપર પ્રસારિત થયું હતું. મૂળ લખાણ લાંબું હતું. બધા જ લખાણુનું રેકોડીગ સેમિનાથ મુકામે હિરણના કાંઠે આવેલ નગરા ટિંબાના ચાલતા ઉખનન વખતે ઉખનન સ્થળે જ કરવામાં આવેલું હતું. ઉખનન રાજ્યના પુરાતત્ત્વ ખાતા અને પુણેની ડેક્કન કોલેજના સંયુક્ત ઉપક્રમે થયું હતું, ઠે. સાંકળિયાએ “પુરાતત્ત્વવિદ ને અને “ સૂત્રધાર ને પાઠ વાંચેલે. બાકીના પાત્રોના પાઠ બંને સંસ્થાના કર્મચારીઓએ વાંચેલા હતા, જેમનાં નામ નીચે આપ્યાં છે, મને પણ બલવાનું હતું. બાકાશવાણીએ એ રેકોડીગમાંથી સંક્ષિપ્ત સંકલન કરીને રૂપકનું પ્રસારણ કર્યું હતું. સિંધુ સભ્યતાની સમકાલીન અને એની અસરવાળી પરંતુ સ્થાનિક ભાત ધરાવતી પ્રભાસ સંસ્કૃતિ સર્વ પ્રથમ આ અગાઉ આ સ્થળે નોંધાયેલી, હિરણને કાંઠેથી પથ્થરયુગના ઓજારો અને રિબાના ઉપલા થરમાંથી ઈ.સ.ના પાંચમા સૈકા સુધીની વસાહતનાં ચિહ્નો મળેલાં. એ ઉપકનું મારું મૂળ લખાણ નામ માત્રના ફેરફાર સાથે, બાકાશવાણીના સૌજન્યથી અત્રે રજુ કરું છું. પાત્રપરિચય : ૧. સૂત્રધાર : શ્રી છે. મ, અત્રિ ૨. પુરાવિદ : ડે. હ. પી. સાંકળિયા ૩. આદિમાનવ ઃ ડે. કે. દા. અંસારી ૪. પ્રભાસ પહેલાંની સંસ્કૃતિના માનવો : () પુરુષ છે. ડે. મ. કે. વળીકર ર. ડે. ચં. મ. મજમુદાર, (ખ) સ્ત્રી : સુશ્રી ગૌરી પુ. લાડ ૫. પ્રભાસ સંસ્કૃતિની સ્ત્રી : ડે. સુમન પંડયા ૬. ચમકદાર લાલ રંગની સંસ્કૃતિની સ્ત્રી : સુશ્રી નિવેદિતા કે. બગા ૭. મજૂર અને મજૂરણે ? (1) ભીખા જીવા, (૨) જેઠી માંડા, ડ3) ઝીણી ભવાન, (૪) વાલી વાસા અને (૫) વા વાસા ૮. ઠીકરી રાખવાના ચાના રક્ષક : શ્રી પિ. ડા. ચુડાસમા, ૯. રેખાકાર : (૧) શ્રી ૨. બા. સD, (૨) શ્રી ચં. ગે. પડવળ અને (૩) શ્રી પિ. શિ. ખત્રી. ૧૦. છાયાકાર : શ્રી વિ. કે. નાગપુર ૧૧. ચિત્રકાર : શ્રી શં. કા. કુલકણું. ૧૨. ક્ષત્રપાલીન માનવ : શ્રી મા. ગં. અત્યંકર ૧૩. ભૂરતરશાસ્ત્રી : શ્રી શં. અ. સાળી નેપી : પ્રભાસ પાટણ મુકામે, સોમનાથના મંદિરથી પાંચેક કિલોમીટર દૂર, હિરણ નદીને તીરે, શીતળાના મંદિર પાસે આવેલ નગરા-ટિંબાનું પુરાતત્ત્વીય ઉતખનન હાલ થઈ રહ્યું છે. ઉખનન કરનારા તરફથી રજૂ થાય છે......હિરણને કાંઠે.. સૂત્રધાર : આ છે હિરણ નદી. એને તીરે આવેલાં ભાઠામાંથી એકાદ લાખ વર્ષ પહેલાંનાં પાષાણયુગી આદિમાનવના બનાવેલાં પથ્થરનાં ઓજારે મળી આવ્યાનું સાંભળ્યું છે. કેવાં હશે એ એજરો? પુરાવિદ : એક ધારવાળાં, બંને બાજુ ઘડેલાં, પીપળાનાં પાન જેવાં, ચાકુનાં પાનાં જેવાં, સમાન અંતર વાળાં, બીજના ચંદ્રને આકાર જેવાં અને ત્રિકોણાકાર; મેટાં, મધ્યમ, નાનાં અને અતિ નાનાં. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90