Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ ડિસેમ્બર૮૧ શ્રી : અરે આ બાજુની ઓરડી તે આથી પણ નાની છે. સુત્રધાર : ૫ણું આમાં રહે છે શી રીતે ? સ્ત્રી : તમે જુઓ છે એમ ! આ અમારું રસોડું અને આ કોઠાર. છતમાં ટાંગેલાં આ સિકાઓમાં ખાવાની ચીજ-વસ્તુઓ રાખીએ, વધુ છે પણ શું? કોઠીમાં અનાજ અને ખાવા-પીવા માટેનાં આ...માટીનાં, સાદા લાલ રંગનાં થોડાં વાસણો, અને એથી પણ ડાં, ખાસ પ્રસંગે વાપરવાનાં આ ચમકદાર લાલ વાસણા. મારી માસીને ત્યાં મહેમાન આવેલાં એટલે પેલું ફળપાત્ર એ લઈ ગયેલાં. એ પાછું લાવવા જ હું ગઈ હતી. સૂત્રધાર : હા, વાસણે તે બધાં જ માટીનાં ! વાડકા, બેઠકવાળા પ્યાલા, થાળી, ખુમચા અને ઘડા. વાહ! માટીનાં ચિત્રિત વાસણેની જ તમારી સંસ્કૃતિ જણાય છે. પણ એકંદરે આટલાં થોડાં વાસણેથી જ તમે ચલાવો છે? સ્ત્રી : હાસ્તો વળી. આવાં રૂપાળાં ચિતરેલાં વાસણોનું અમારે કથારેક જ કામ પડે. ચિત્ર તમને ગમ્યાં? પુરાવિદ (ખંડની બહારથી આવતો અવાજ) : હા. પણ પ્રભાસની સંસ્કૃતિની માફક આ સંસ્કૃતિના ચમકદાર લાલ વાસણ પણ જુદી જુદી રેખાઓ વડે જ વિભૂષિત કરેલાં છે. માનવ, પ્રાણી કે વનસ્પતિનાં ચિત્રો જોવા મળતાં નથી. સ્ત્રી ; કેણ બોલે છે એ ? સૂત્રધાર ઃ ભૂલી ગયાં? પેલા પુરાવિદ લોકોને સમજાવતા જણાય છે. હું જઉં ત્યારે એમની પાસે? સ્ત્રી : ભલે. આવજો ! (મજ તગારા ફેકતા હોય એવો અવાજ ). સૂત્રધાર: અહીં કશુંક ખોદકામ થતું હોય એમ જણાય છે. લાવને પૂછું આ ભાઈને... આ શું થાય છે, સાહેબ ? પુરાવિદઃ પુરાતત્વીય ઉખનન. સૂત્રધાર શા માટે? પુરાવિદ અજ્ઞાત ઈતિહાસને જાણવા માટે. સૂત્રધાર ટિંબે ખેદવાથી એ કેમ જણાય? અંદરથી જૂના લેખ નીકળે પુરાવિદ ન પણ નીકળે, અમે નિર્જીવ રિએ નથી ખોદતા. સજીવ માનવીના બનાવેલા અને વાપરેલા પ્રાચીન અવશેષોને સંભાળપૂર્વક બહાર કાઢીએ છીએ; કહે કે ગત થઈ થયેલા માનવીને અને એની સંસ્કૃતિને આ શસ્ત્રક્રિયા મારફત ફરીને સજીવન કરીએ છીએ. જે યુગનું ઉખનન ચાલતું હોય એના અવશેષો ઉપરથી તે યુગની સંસ્કૃતિ અમારી આંખ સામે તરવરે છે. રાત્રે એનાં જ સ્વપ્ન આવે છે. જાગ્રતાવસ્થામાં અભાનમણે જાણે કે એ જમાના માનવી અમારી સામે ખડે થાય છે. અભ્યાસ હશે તો તમને પણ આવા અનુભવો જરૂર થાય. આવાં શાસ્ત્રીય ઉખનનેથી પ્રાચીન સંસ્કૃતિ અને એના લે વિષે ઘણું ધણું, ન જાણતા હોઈએ એવું, જાથવાનું મળે... સૂત્રધાર: અહીંથી શું જાણવા મળ્યું? કાંઈક દાખલો આપશો? પુરાવિદ દાખલા તરીકે ચમકદાર લાલ રંગનાં માટીનાં વાસણની સંસ્કૃતિને નાશ થયા પછી સેંકડે વર્ષ સુધી અહીં લેકે વસ્યા નહોતા. વળી, પ્રભાસ પહેલાંનીથી માંડી દરેક સંસ્કૃતિના લેકામાં કદાચ અક્ષરજ્ઞાન નહોતું એમ અત્યાર સુધીના ઉખનન પરથી જણાય છે.' For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90