________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૧
પથિક
છે અને ચિત્રાક્ષર કે સંજ્ઞાક્ષર (લેગોગ્રામ એટલે કે લઘુલિપિમાં ચોક્કસ શબ્દ માટે વપરાતી ચોક્કસ
નિશાની, આકૃતિ કે સંજ્ઞા) કહેવા માટે બહુ જ ઓછા છે, ( જુઓ નીચે, આંક ૩) (૨) મેટા ભાગના વિદ્વાન દરેક સંસાને કોઈ શબ્દ કે વિચારની ઘાતક માનીને લિપિને “લેગે પ્રાફી”
પદ્ધતિથી ઉકેલવા પ્રેરાયા છે. જેમકે રશિયન વિદ્વાને “લકુટધારક માનવ” નામની સંજ્ઞાને
‘દલ્ડધર (યમ)” માટેની સંજ્ઞા માને છે; (૩) અજ્ઞાત ભાષામાં લખાયેલી અજ્ઞાત લિપિને ઉકેલવા માટે લિપિના વિકાસને તબક્કો સમજ જરૂરી
છે કે એ ચિત્રલિપિ છે, સંજ્ઞાલિપિ છે, વન્યાક્ષરી છે કે મૂળાક્ષરી? આ નક્કી કરવા માટે
સંજ્ઞા એની સાચી ગણતરી થવી જરૂરી છે; (૪) મોટા ભાગના વિદ્વાનોએ ૨૫૦ થી ૩૦૦ જેટલા જણાતા સંજ્ઞાક્ષરોમાંથી મૂળાક્ષર તારવ્યા નથી.
કારણે? ભારત સિવાય સંયુક્તાક્ષર (એકથી વધુ વ્યંજને એ અન્ય સ્વરથી જોડાયેલા હોય
એવા જોડાક્ષર)ની પ્રયા વિશ્વમાં ક્યાંય નથી; (૫) ભારતમાં અંતિમ ર૦૦૦ વર્ષોથી સંયુક્તાક્ષાની પ્રથા છે એના મૂળ સિધુલિપિમાં લેવાની શકયતા
છે. દા.ત. ૫+ સ્ + અ જોડીને “પ્ત” લખવાની પ્રથા બ્રાહ્મી અને દેવનાગરી લિપિઓમાં છે. (બરાબર, પરંતુ પુ + ૨ + અ મળીને “પ” નહિ પણ “મા” થાય છે અને તુ + + ઈ મળીને
રિ ” નહિ પણ “ત્રિ” થાય છે અને “1'ના સાચા ધ્વનિમૂલ્યની આપણને જાણ નથી-આવા
અપવાદનાં મૂળ પણ સિધુલિપિમાં ન હોઈ શકે?); (૬) સંયુક્તાક્ષ રુપી આમ જોડાયેલી આકૃતિઓને બાદ કરીએ તે પૂર્વ-હરપ્પીય લિપિના અક્ષર
બાવન અને ઉત્તર-હરપ્પીય લિપિના વીસ જેટલા જ થાય છે ! (૭) સિધુ લિપિની મહત્તા એની બે ખાસિયત છે : લધુતા અને માત્રા. રશિયન વિદ્વાનોએ માત્રાચિહ્નો
ધ્યાનમાં લીધાં નથી. પરિણામે દાંતિયા જેવી નિશાનીમાં ત્રણ ઊભી રેખા હૈય કે ચાર એમાં
એમને મન કશો ફરક પડતો નથી ! (૮) સિધુ લિપિમાં મૂળ વ્યંજન સંજ્ઞામાં સ્વર ઉમેરવા માટે માત્રાચિહ્નો વપરાયાં છે. એને કારણે સિધુ લિપિ અન્ય “સેમેટિક” લિપિઓથી જુદી પડી છે, સેમેટિક લિપિઓમાં અને સિધુલિપિમાં
સ્વર ચિહ્નો એક સરખાં હોવા છતાં; (૯) સિબ્ધ પછીની બ્રાભી અને ખરેષ્ઠી લિપિઓમાં પણ સંયુક્તાક્ષર અને સ્વર-માત્રા-ચિહ્નો પ્રયોગ
ચાલુ રહ્યો છે; (૧૦) રશિયાના અને ફિનલેંડના વિદ્વાને સિધુલિપિનાં ઉપયુક્ત બે લક્ષણો સમજી શક્યા નથી એથી
જુદાં તારવી શકયા નથી પરિણામે, સંયુકતાક્ષરોને ચિત્રાક્ષ માની લઈ સિક્યુલિપિને “આઘ
દ્રાવિડીય” માની બેઠા છે! (૧૧) પૂર્વ હરપ્પીય (ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ઈ.સ. પૂર્વે ૧૯૦૦) લિપિની બાવન મૂળ સંજ્ઞાઓમાંથી
૧૨ ચિત્રસંશા હતી, જેમાં જતુ, પક્ષી, વિરછી, મમ્મ, આડા, પેટે ચાલતાં પ્રાણી, પીપળાનું
પાન, શ્વાન અને વૃક્ષ વગેરેનો સમાવેશ થાય છે. (જુઓ નીચે, આ ૨૩) (૨) ઉપર્યુક્ત ૧૨ ચિત્ર સંજ્ઞાઓ પૈકી, ઈ.સ. પૂર્વે ૧૯૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૩૦૦ આસપાસ, લોથલ
For Private and Personal Use Only