________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. ફાધર એચ. હેરાસ, અને સિક્યુલિપિ
ડો. હસમુખ ધીરજલાલ સાંકળિયા અનુ : શ્રી છોટુભાઈ મ. અત્રિ
આ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ પુરાતત્ત્વવિદનું મૂળ વતન ભરૂચ (ગુજરાત , જન્મ તા. ૧૦ મી ડિસેમ્બર ૧૯૦૮. મુંબઈમાં. એમના ગુરુ ફાધર હેરાસની જન્મશતાબ્દી પ્રસંગે, ભારતીય ટપાલખાતાંની મુંબઈના કચેરીએ ખાસ ટિકિટની રચના કરી અને તા. ૧૪-૧૨-૮૧ ના રોજ મુંબઈમાં તેને પ્રગટ કરવા માટે એમને ખાસ આમંત્રણ આપેલું અને તે સાથે પ્રસંગચિત એક કે પણ અત્યાધુનિક લેખ લખવા પણ વિનંતી કરી છે. સાંકળિયાએ અંગ્રેજીમાં લેખ તૈયાર કર્યો, તેની એક નકલ તા. ૧૩-૧૨-૮૧ ના રોજ મુંબઈ જતાં જતાં • પથિક બને મોકલી આપેલી. આ લેખને કેટલોક ભાગ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના તા. ૧૩-૧૨-૮૧ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ છે, જ્યારે પૂર લેખને, શ્રી
અત્રિએ કરેલો અનુવાદ અત્રે રજૂ થાય છે,
૧, પ્રાસ્તાવિક –
ઈ. સ. ૧૯૫માં “પુરાતત્ત્વવિદ હેરામ” પર બેસતાં, ઓક્ષફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટી. બરના મતને મેં ઉલેખ કરેલું કે ફિનલેન્ડના અને રશિયાના વિદ્વાને (અને ફાધર હેરાસ) તથા અન્ય વિદ્વાનોને એ દાવો સ્વીકારી શકાય એમ નથી કે સિધુ મુદ્રાની ભાષા આઘદ્રાવિડીય હતી.'
પથિકના, ખાસ તો સિધુલિપિના ઉકેલને લગતા, આ વિશિષ્ટ અંક માટે મેં શરૂઆતમાં સ્કેન્ડીનેવીમાં અને રશિયાના વિદ્વાનો પ્રયત્નનું ટૂંકમાં વર્ણન કર્યું છે, પછી ભારતના (મહાદેવન અને રાવ જેવા) વિદ્વાનોના અને પછી ઠે. વેટર ફેરસરવિસા ( જુનિયર)ના કાર્યને કાંઈક વિસ્તાર પૂર્વ વર્ણવેલ છે. કારણ કે ફાધર હેરાસની જેમ છે. ફેસરવિસ પણે માને છે કે ભાષા આઘ-દ્રાવિડીય છે. એમણે કેટલીક મુદ્દાની વાચના પણ કરી બતાવી છે અને એવી શુદ્ધ પુરાતત્વીય પદ્ધતિઓ બતાવી છે જે, મુદ્રાઓના ભાવિ અભ્યાસમાં ઉપયગી થઈ પડશે. . ર, ફાધર હેરાસ અને અન્ય વિદ્વાનોનું પ્રદાન :
પૂ. સ્વ. ફાધર હેરાસે આજથી પચાસેક વર્ષથી વધુ સમય પહેલાં સિધુ લિપિને અભ્યાસ રૂશ કલે. આ લેખમાં સિધુલિપિને ઉકેલવાના વિદ્વાનોના મહત્વના પ્રયાસોને મેં ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે. અંતમાં જણાવ્યું છે એમ આ પ્રયાસે મુખ્યમુખ્ય ચાર વર્ગોમાં અને કેટલાય પેટા-વર્ગોમાં વહેંચી શમય, મારા ધ્યાનમાં ન આવ્યા હોય એવા પણ કેટલાક પ્રયાસો થયા હશે. પરંતુ એ ધ્યાનમાં આવ્યથી આ વણી કરણમાં સામેલ કરી શકાશે. વિગતવાર સમીક્ષા માટે વાચકેએ “સાયન્સ ટુ ડે' ના જૂન-૧૯૭૮ના અંકમાં પાના ૨૮ થી ૩૯ ઉપર છપાયેલ મારે અંગ્રેજી લેખ, “રીડીંગ ધી માઈડ ઔર ધી કરન્સ” જેવો જોઈએ. ૩. ફિનલેન્ડના વિદ્વાનું કાર્ય :
ફિનલેન્ડના વિદ્વાનોનાં પ્રકાશનમાં આટલી બાબતને સમાવેશ થાય છે. ઉપયોગમાં લેવામાં આવેલી
For Private and Personal Use Only