Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૧ (૧૪) સૂત્ર-સાહિત્યની શોધ જ એને યાદ કરીને કંઠસ્થ રાખવાની સરળતા ખાતર થઈ હતી. વ્યાકરણ, છંદ, ધ્વનિ, વ્યુત્પત્તિ આદિ બાબતો અંગેનાં સૂત્રો ટીકા, વિવેચન, દૃષ્ટાન્ત ઇત્યાદિની મદદ વિના ન જ શીખવી શકાય. આ માટે લિખિત સાધન હોવાં જ જોઈએ. છએ વેદાંગમાં “શિક્ષા” એવું અંગ છે જે લિખિત સામગ્રીથી જ સારી રીતે શીખવી શકાય. ઋદિક પ્રાતિશાખ્ય છબદ્ધ છે. સૂત્ર શૈલીને આત્મા એમાં જળવાય છે. આવા પ્રાતિશાખ્યોમાં વૈદિક મંત્ર જે રીતે અવતરિત કરવામાં આવે છે એ રીત મહત્વની છે, પદાક્ષર કમકેશ પ્રકારની છે. અમુક શબ્દો સંહિતામાં જે રીતે આવતા હોય એ રીતે, પદપાઠની જેમ નહિ પણ સંહિતાપાઠની જેમ, લેવામાં આવે–એ પણ અમુક નિયમ સમજવા માટે જરૂરી હેય એટલાજ ! આ પદ્ધતિનાં મૂળ સિધુલિપિમાં છતાં થતાં હોય એમ જણાય છે. (૧૫) દિપ પ્રાતિશાખ્ય છંદબદ્ધ છે, મહદ અનુષ્ટ્રભૂ અને આશિક રીતે ત્રિકટુભૂ તથા જગતી છદમાં. એનું ૧૬ ૧૭-૧૮મું પટલ (પ્રકરણ) વિદિક છંદ પર જ છે. એની લેખન-પદ્ધતિને મળતી સાત હરપ્પીય મુદ્રા રાજસ્થાનના કાલીબંગાંમાંથી મળી આવેલા એક સરખા અભિલેખો ધરાવતી એ સાતે મુદ્રામાં બે વૈદિક છંદ અને એ છંદોમાં રચાયેલા બે વૈદિક મંત્રોને લગતું સત્ર આપવામાં આવ્યું છે: (૧૬) વેદાદિના સંહિતા પાકને પદ પાઠ મને એ કેવળ પ્રાચીન પ્રાતિશાખ્યકારોની અને સિધુલિપિના યાજકેની કૃપાનું ફળ છે; (૧૭) અત્યારે મળતાં પ્રાતિશાખ્યોમાં તો સિધુ સભ્યતા કાળ પછી ઉમેરો થયા હેય. આમ સિબ્ધ મુદ્રાભિલેખો એટલે પ્રાચીનતમ પ્રાતિશાખ્ય ! (૧૮) સિધુલિપિની વિશિષ્ટતાઓ : સધિ, પૂર્ણ વાક્યને અભાવ, શબ્દો અને શબ્દસમૂહના સંક્ષિપ્તયીકરણની પ્રવૃત્તિ, એકાક્ષરી અને દિ–અક્ષરી અભિલેખેના પાયા ઉપર બહુ-અક્ષરી અભિલેખની રચના, ઇત્યાદિ; (૧૯) કદાચ સિધુલિપિ વાંચી શકાય તે પણ એના અભિલેખોનું દેખીતું અને વિદ્વતાપૂર્વકનું લાધવ એને પાણિનિના સૂત્રોની જેમ લિષ્ટ બનાવે છે. એમાંયે એને એના મૂળ સંદર્ભમાંથી અલગ પાડી નાખવાથી એને સમજવાનું દુષ્કર બનતાં મુંઝવણ અનેકગણું વધી જાય છે; (૨૦) આપણને ભલે કિલષ્ટ જણાય પરંતુ, એના લખાણ પાછળ ચોક્કસ નિયમોએ કામ કર્યું જ હશે; (૨૧) એકપદી કે બે-ત્રણ પદવાળા અભિલેખો પાછળ વૈદિક ભાષાને ઇતિહાસ પડયો હોય એમ બને; (૨૨) હરપ્પા અને મોહન-જો-દડેના અભિલેખો તપાસ્યા બાદ ખાતરી થઈ ચૂકી છે કે એમને દરેક શબ્દ કે શબ્દ-સમૂહ કોઈને કોઈ વૈદિક રચનાના સૂત્રોના ઉદાહરણ રૂપે છે (૨૩) વૈદિક મંત્રના જે પદ કે પદ-સમૂહે સાથે સિધુ મુભિલેખોના શબ્દ કે શબ્દ-સમૂહે સતત મળતા આવતા હોય એનું સંશોધન કરવાથી મુદ્રાભિલેખોના અર્થની ચેસ ચમચ્છી થઈ શકશે; (૨૪) અદિક તથા તૈત્તિરીય પ્રાતિશાખ્યો અને એના પરની ટીકાની સહાય વિના સિધુ અભિલેને ઉકેલવાના તમામ પ્રયત્ન કેવળ નકામા અને સમય તથા નાણું બગાડનારા નીવડશે! ઈ.સ. ૧૮૭૫માં હરપામાં મળેલી પ્રથમ મુલા બાદ આજે ૧૦૫ વર્ષ બાદ પણ, ખેટી દિશામાં થતા પ્રયત્નને કારણે, સિધુલિપિની સર્વસંમત વાચના થઈ શકી નથી (અને એ રીતે થશે પણ નહિં). For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90