________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર૮૧
૨૩ મૂળ સિધુલિપિમાં હોય તે વર્ણ-વ્યવસ્થા અને સ્વર-માત્રા-ચિહ્નોનાં મૂળ પણ એમાં જ હેય ને? જે હા, તો સિધુલિપિ ઊકેલવાની શ્રી મહાદેવનની પદ્ધતિ મૂળભૂત રૂપે જ ખામી ભરેલી છે એમ કહી શકાય.
૧૨. સેવિએટ રશિયાની વૈજ્ઞાનિક એકાદમીના નૃવંશશાસ્ત્ર સંસ્થાને સિક્યુલિપિના અભ્યાસ માટે એક મંડળીની રચના કરી હતી. એના મુખી હતા . યુરી કોરેવ. આ વિધાને પ્રાચીન મય ( આ શબ્દનો ઉચ્ચાર “માયા” આપણે શા માટે કરે?) સંસ્કૃતિની લિપિ ઉકેલવા માટે જે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છ હતી એના આધારે પ્રાચીન સિક્યુલિપિ ઉકેલવાનું નક્કી થયું હતું. એ પદ્ધતિમાં કોઈ પણ પ્રાચીન લિપિની ચિત્રાત્મકતાને કેન્દ્રમાં રાખવાને બદલે શબ્દ-સમૂહમાં આવતી સંજ્ઞાના સ્થાનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તદુપરાંત આઘ એતિહાસિક સમયમાં ભારતનાં ભૂગોળ, પર્યાવરણ, પરિવેશ, દરિયાઈ વ્યવહાર, ખગોળશાસ્ત્ર, પંચાંગ, માપતોલનાં સાધનો, ધર્મ, પુરાણો કે દંતકથાઓ. પુરાતત્વ, અન્ય સમકાલીન પુરાવશેષ, માનવજીવન વિજ્ઞાન આદિ અનેક પાસાને વિચાર કરીને એને ઉપયોગ રશિયન ઉકેલ પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. ઉકેલની શરૂઆત એમણે મદ્રાભિલેખના લખાણોની લઢણ અને સંજ્ઞાઓનો ક્રમ નક્કી કરવાથી કર્યો હતો. ત્યાર બાદ નક્કી થયેલા “ પાઠ” (TEXT ) શબ્દ-ઘટકોને કોમ્યુટરની મદદથી જુદા પાડીને ભાષાના બંધારણને સમજવામાં આવ્યું હતું. સાથે સાથે ભાષાના વ્યાકરણનાં લક્ષણ પણ એમને સમજાવા લાગ્યાં હતાં અન્ય સેવિયેટ વિદ્વાન બટ વેલચોકે એક સેવિયેટ સામયિકમાં આ બાબતની કેટલીક વિગતે આપી છે. સોવિયેટ વિધાના દાવા નીચે મુજબ હેય એમ સમજાય છે ? (૧) સિબ્ધ ભાષા દ્રવિડ પરિવારની હતી; (૨) સિન્થ મુદ્રાભિલેખોનાં લખાણમાં નામ, યા, પંચાંગ આદિનો સમાવેશ થાય છે, (૩) દરેક લખાણ જુદી જુદી પદ્ધતિથી વાંચીને એને અર્થ સમજી-સમજાવી શકાય છે; (૪) કોઈપણ કે તમામ લેખ વાંચી કાઢવાની કોઈ એ સર્વ સામાન્ય ચાવી નથી; (૫) મોટાભાગના મુદ્રાભિલેખેના કોઈ એક એકમમાં ત્રણ ઘટકો છે : લેખ, ચિત્ર અને પ્રતીક. આ
ત્રણેને ધ્યાનમાં રાખીને વાચના થઈ શકે છે, (૬) સિધુ સભ્યતાકાલીન ભારતીય પંચાંગમાં નિષ્ણાત હતા : ચંદ્રાયન અને સૂર્યાયન પદ્ધતિને સુમેળ
કરી શકતા હતા; કાલક્રમને પાંચ, નર અને ૬૦ વર્ષોના ચક્રમાં ગોઠવતા હતા; સૂર્ય, ચંદ્ર અને
ગુરુની ગતિના સંકલિત ચિત્રને જાણતા હતા; અને (૭) સિધુ લખાણમાં તહેવારો અને દેવનાં નામનો પણ સમાવેશ થાય છે.
૧૩. સંશોધનને આરંભ જ પૂર્વગ્રહયુક્ત હોય અને દરેક લેખ ઉકેલવાની પદ્ધતિ જુદી જુદી હોય એના પરિણામે થયેલી સોવિયેટ વાચના ઉપર કોણ આધાર રાખશે ? સેવિગેટ વિદ્વાનોની માન્યતાઓનો પ્રતિકાર આપણે શ્રી રાવ અને ડે. ગુપ્તાની માન્યતાઓમાં જોઈશું.
૧૪. લોથલના ઉખનક શ્રી રાવના ૨૦ વર્ષના અધ્યયનના ફળના પરિપાક રૂપે એમના પુસ્તકના પ્રકરણ ૧૦ માં અને ત્યારબાદ બીજા આઠ વષે હિંદી આવાડિક ધર્મયુગના પ્રતિનિધિની મુલાકાતના વૃત્તાંતરૂપે એમના મંતવ્ય જાણવા મળે છે. એમની માન્યતાઓને સારા નીચે મુજબ છે : (૧) સિંધુલિપિમાં લખાયેલા ૨૫૦૦ અભિલેખેમાં ૨૫૦ સંજ્ઞા મળી છે જે મૂળાક્ષર કહેવા માટે વધારે
For Private and Personal Use Only