Book Title: Param Mumukshu Juthabhai Author(s): Subodhak Pustakshala Trust Mandal Publisher: Subodhak Pustakshala Trust Mandal View full book textPage 6
________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ્રસ્તુત બે બોલ અમો સુબોધક પુસ્તકાલયના ટ્રસ્ટીબંધુઓએ પ્રભુકૃપાથી પૂ.શ્રી અંબાલાલભાઈનો સમાધિ શતાબ્દિ ભક્તિ ઉત્સવ અમારી શક્તિ અનુસાર સં. ૨૦૬ ૨ના વર્ષમાં ઊજવ્યો. એ મહોત્સવમાં ભગવાન પ્રત્યે, અમોને અને સર્વ મુમુક્ષુઓને ભક્તિભાવમાં અનેરો ઉત્સાહ વેદાયો. એ ઉત્સાહ જોઈને એમ જ લાગે કે પરમકૃપાળુદેવનું યોગબળ જ કામ કરી રહ્યું છે. અમારી સંસ્થા માટે હાલ પરમ ઉપકારક પૂ. ભાવપ્રભાશ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબે પ્રભુના વચનામૃતજીનું રસપાન કરાવવાની સાથે સાથે પ્રભુભક્તિના ફળસ્વરૂપે ઉત્સવ દરમ્યાન “આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ” એ પુસ્તકનું આલેખન કરી, અમોને તેનું પ્રકાશન કરવાની તક આપી, અમારા મહત્ ભાગ્યની પ્રતિતી કરાવી. ઉક્ત પુસ્તકના વાંચન, મનનથી પ્રેરાઈને અમદાવાદ-અમૃત પ્રિન્ટર્સના સંચાલક શ્રી હસમુખભાઈ એ. પરીખ સાથે વાત નીકળતાં એક સૂચન થયું કે, પૂ.શ્રી અંબાલાલભાઈના પુસ્તકની માફક, પૂ.શ્રી જૂઠાભાઈ જેવા પરમ મુમુક્ષુના ભક્તજીવનની કંઈ પ્રસાદી સૌ મુમુક્ષુઓને મળે એવું તેમનું ટૂંકું જીવનચરિત્ર પૂ. ભાવપ્રભાશ્રીજી મ.સાહેબ લખે. સર્વ પ્રથમ મુમુક્ષુ-શિષ્ય તો પૂ.શ્રી જૂઠાભાઈ છે. પૂ.શ્રી સૌભાગ્યભાઈ, પૂ.મુનિશ્રી, પૂ.ભાઈશ્રી અને પૂ.શ્રી અંબાલાલભાઈ વિ.ના ઉપકાર વિષે લખાયું છે. હવે એક આ જ મુખ્ય અને ઉચ્ચગતિ પ્રાપ્ત મુમુક્ષુ પુરુષ વિષે લખાવું બાકી છે. તેમના વિષે કાંઈ વિશેષ જાણવા મળતું નથી. એ સૂચનથી પ્રેરાઈને પૂ. ભાવપ્રભાશ્રીજી મ.સાહેબને, ભક્ત પુરુષ પૂ.જૂઠાભાઈ પ્રત્યે વર્તતો ભક્તિ રાગ પ્રગટ્યો. તેમના વિષે યોગ્ય માહિતી લખી રજૂ કરવા વચનામૃતજીના પાન સાથે, અંતરના પાન ઉઘડવા માંડ્યા અને ભક્તિભાવમાંથી ઊઠતા શબ્દો, વાક્યો સાકાર સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ વિ.માં પૂ.શ્રી જૂઠાભાઈ વિષે લખેલ જીવન-ચરિત્ર સહાયક થયાં. પરિણામ સ્વરૂપે પ્રભુPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68