________________
(૭) નાવમાં અગાઉ ભરાઈ ગયેલા પાણીને પાત્ર દ્વારા ઉલેચીને બહાર
ફેકી દે છે, અને નાવને પાણીથી ખાલી કરે છે તે નિર્જરા છે. (૮) નાવનું પાણીથી ભીના થવું કે પાણી સાથે એકમેક થવું તે
બંધ છે. પ્રવાસી નાવમાં બેસીને સંવર નિર્જરારૂપ પરિશ્રમ કરીને કિનારે પહોંચે છે ત્યારે નાવને પાણીમાંથી બહાર કાઢે છે તથા સ્વયં પિતે પણ નાવમાંથી ઉતરી જાય છે, તે પ્રમાણે જીવ સર્વ પ્રકારના શુભાશુભ કર્મોથી મુક્ત થઈ મેક્ષરૂપે પ્રગટ થાય છે. નાવના દષ્ટાંતથી તત્ત્વનું સ્વરૂપ સરળતાથી સમજાય છે.
જીવાત્માને આ સંસારમાં અજીવને સંયોગ થાય છે. સંસારમાં કેઈ આત્મા શરીર રહિત હોતો નથી. અશરીરી કેવળ સિદ્ધામા. છે. સંસારી જીવ દેહવાસનાને કારણે શરીર ધારણ કરે છે. શરીરના સર્જન માટે તે અજીવ દ્રવ્યને આશ્રય લે છે સંસારમાં ગતિ સ્થિતિ કરવામાં પણ છવ અજીવની સહાય લે છે. મન-વચન-કાયા-દ્વારા થતી શુભાશુભ પ્રવૃત્તિ, રાગ દ્વેષાદિ ભાવે દ્વારા પુદ્ગલ પરમાણુએ આકર્ષાઈને આમ પ્રદેશે સાથે જોડાય છે, તે આશ્રવ છે.
જીવન શુભ પરિણામ દ્વારા થતી શુભ પ્રવૃત્તિથી શુભકર્મ-પુણ્ય ઉપાર્જન થાય છે અને અશુભ પરિણામ દ્વારા થતી અશુભ પ્રવૃત્તિથી અશુભ કર્મ–પાપ ઉપાર્જન થાય છે. પુણ્યકર્મ દ્વારા જીવ સુખ ભેગવે છે, પાપકર્મ દ્વારા જીવ દુઃખ ભેગવે છે.
આવા પુણ્ય-પાપરૂપ આશ્રવના દ્વારોને રોકવા તે સંવર તત્તવ છે, જેમ બહારથી આવતા કચરાને રોકવા બારી બારણું બંધ કરવામાં આવે તે અવતે કચરે રોકાય છે, તેમ પુણ્ય-પાપ રૂપ આશ્રવને રોક તે સંવર છે અને અંદર આવેલા કચરાને સાવરણી જેવા સાધનથી સાફ કરવો તે નિર્જરા છે. અર્થાત આત્મા સાથે એક મેક થયેલા કર્મોને તપાદિ દ્વારા નાશ કરે તે નિર્જશ છે, આશ્રવ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પુદ્ગલ પરમાણુઓનું અન્યપ્રદેશ સાથે એકમેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org