Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ૪૦ છે અને તેમાં પૂર્વભવમાં પ્રભુએ કયારે ક્યા પાપે કેવી રીતે કર્યા તેની વિગતે સ્પષ્ટપણે લખે છે. અહીં પ્રશ્ન થાય છે કે હે ભગવન! આપ તીર્થકર ભગવન્તનું જીવન ચરિત્ર લખતી વખતે તેમના પૂર્વભવમાં કયારે, કયા પાપ કેવી રીતે કર્યાની વાતો-ઘટનાઓ સ્પષ્ટપણે લખશે તો તે પાપની વાતે વાંચી સાંભળીને કોઈ જ પાપના માગે નહીં વળી જાય? કાઈ એમ વિચારશે કે ભગવાને પણ પિતાના પૂર્વભવેમાં આવા ઘેર પાપ આચર્યા છે તો પછી અમારા જેવા સામાન્ય જી પાપ કરે એમાં નવાઈ શું ? ભગવાન કરી શકે છે તે અમારા ઉપર પ્રતિબંધ શા માટે? એવા વિચારે કરીને ઘણું સામાન્ય જીવે પાપ આચરતા થઈ જશે. માટે હે આચાર્ય ભગવદ્ ! આપ ભગવાનના જીવનચરિત્રમાં તેમના દ્વારા આચરાયેલા પાપોનું વર્ણન કરવાનું રહેવા દો. નિરર્થક ભગવાનના નામે સામન્ય જ પા૫ આચરે એ તો ઘણું છેટું થશે અને ભગવાનના નામે પાપની પરંપરા ચાલે એ ઉચિત નથી. જ્ઞાની ગીતાથ પૂર્વધર મહાપુરૂષ ઉત્તર આપતા ફરમાવે છે કે...... ના....ના...એવું નહીં બને. કારણ કે મેં જેટલું પાપનું વર્ણન કર્યું છે તેના કરતા દસગણું વધારે વર્ણન “પાપની ભારે સજ” ભગવાનના જીવે પણ કેવી ભેળવી તેનું વર્ણન કર્યું છે. પાપનું વર્ણન છેડીક જ લીટીઓમાં હશે તે પાપોની ભારે સજાનું વર્ણન ઘણું લાંબુ છે. માટે સામાન્ય છ તીર્થકર ભગવાનના જીવનના પૂર્વજોના પાપોનું વર્ણન સાંભળ્યા પછી એ વિચાર કરશે કે...નાનકડા પાપની સજા કેટલી ભારે ભેગવવી પડી ? પાપ નાનું, પાપ થોડું, અને સજા મેટી, સજા ભયંકર ઓહો...હે...તીર્થકર ભગવાન જેવા મહાપુરૂષના જીવે પાપ કર્યો તો તેમને પણ સજા ભોગવવામાંથી છૂટકારો નથી થયે. તે પછી આપણા જેવા સામાન્ય જીવોને છૂટકારે તે કયાંથી થવાનો? ભગવાન જેવા ભગવાન પણ કર્યા પાપની સજા ભેગવવામાંથી નથી બચી શકયા તો આપણે કઈ વાડીના મૂળા છીએ? આપણે કેવી રીતે બચવાના ? માટે કર્યા પાપે તે ભેગવવા જ પડશે. હાથ ના કર્યા હૈયે વાગશે, કર્યા તેવા ફળ મળશે. આમ વિચારીને ઘણાં જીવે પાપ કરતા અટકશે. આ હેતુથી તીર્થંકર ભગવાનના પૂર્વભવોના વર્ણનયુકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50