Page #1
--------------------------------------------------------------------------
________________
JILIGIO
વિ
સંપICC
પણd
IST
માયા
GIGI
RBI
-
fine
અભ્યાખ્યા61
SGIE
|
પપરંવાદ
સિંધ્યાત્વ દાક્ય
( પ્રવચનકાણ છે પૂ.અ7, 97ી સુખોઠાસૂઝ..
GZZ વિજેટ પૂ. મુ2276 277 3gp વિજય મ.
"માયામુપાવાદ
પાપ ? #જા માઝે
કે ગત
Hgષ્ય ગતિ
કર્ણાતિ.
[Nlill/II/
તિરરાગત
F પાપ તત્ત્વનું સ્વરૂપ પર વિ. સં. ૨૦૪પ
a (૧) Jain Educaષાઢ સુદ્દી૩
તા. ૧૬-૭-૮૯
૨જિલ્લા
Page #2
--------------------------------------------------------------------------
________________
પાપ તરવનું સ્વરૂપ
લેગસ્સ સારે ધમ્મો, ઘમ્મપિય નાણુ સારીયં બિંતિ નાણું સંજમ સાર સંજમ સારં ચ નિવાણું છે
પ.પૂ તીર્થપતિ શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળમાં નમસકારપૂર્વક આ ગ્રંથની રચના કરું છું.
જિન આગમ શાસ્ત્રમાં કહ્યું છે કે (સમસ્ત લોકો સારાય સંસારમાં સારરૂપી તવ જો કોઈ હોય તે તે એક માત્ર ધર્મ જ છે. તથા ધર્મને સાર સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે સમ્યગુજ્ઞાનને સારસ યમની પ્રાપ્તિ છે અને અંતમાં સંયમ (ચરિત્ર) ને સાર નિર્વાણપદની પ્રાપિત એટલે કે મેક્ષને બતાવ્યો છે. એટલે કે ભવ્ય આત્માઓએ નિર્વાણ પ્રાપ્તિના હેતુથી ધર્મની આરાધના અવશ્ય કરવી જોઈએ. ધર્મ આરાધનાના અવલંબનમાં પરમામાએ કહેલા તોનું અધ્યયન હોવું જરૂરી છે.
કાકાશ હવે આપણે કમથી એ જોઈએ કે સારુયે વિશ્વ (સમસ્ત લેક) એ શું છે? અને એમાં કેટલા તત્વ છે તથા એના કેટલા સ્વરૂપ છે? શાસ્ત્રોમાં બતાવ્યા અનુસાર વિરાટ બ્રહ્માંડનું જ્ઞાન શું છે? વિશ્વમાં અનન્તાકાશમય એક વિરાટ ક્ષેત્ર છે. અનંતનો અર્થ છે કે જેને કોઈ અંત જ નથી તે તેવા આકાશને અનન્તાકાશ કહેવાય છે. આકાશનો અર્થ છે રિક્ત આકાશ એટલે કે ખાલી પડેલી જગ્યા જે સર્વ પદાર્થોને અવકાશ આપે છે તે આકાશ કહેવાય છે. અહીં ચિત્રમાં બતાવ્યા અનુસાર જોઈએ કે જે આપણે કલ્પનાથી એક ગોળાકારની સીમા બનાવીએ તે વર્તુળના કેન્દ્ર જેટલી જ જગ્યા (નાની જગ્યા) એટલોજ ભાગ માત્ર સુષ્ટિ છે. લોકભાગ છે. આ લોકભાગને જે માટે કરીએ તે વૈશાખી નૃત્ય કરતા પુરુષ આકાર એટલે લોકને આકાર છે. જાણે કે એક પુરુષ તેના બંને પગ ફેલાવી કમર ઉપર હાથ રાખીને ઉભે
Page #3
--------------------------------------------------------------------------
________________
હોય તે આકાર બને છે. માટે જ તેને લેક પુરુષ સંસ્થાન પણ કહે છે. આ વાત એગશાસ્ત્રમાં આવી રીતે બતાવી છે.
ત્રાસનસમેડઘસ્નાત મધ્ય ઝલરીનિભ . અગ્ર મુરજ સકંકાશ, લોકઃ સ્યાદેવમાકૃતિક છે કટિસ્થ કર વિશાખ–સ્થાનકથનરાકૃતિમy I દ્રવ્યપૂર્ણસ્મરેલ્યોર્ક; સ્થિત્યુત્યત્તિ વ્યયાત્મકે છે
સાથે વિશ્વ એક શૂન્યઆકાર- - દડા જેવું છે જેને વિસ્તાર પ્રમાણ દશે દિશા સુધી અનંત છે. જેમ પગથી માંડીને માથા સુધીના શરીરના મધ્યભાગમાં નાભી છે તેવી જ રીતે અનંત શૂન્યાવકાશના મધ્યમાં જ આ વિશ્વ સ્થિર છે, આવેલું છે. જ્યાં કશું જ નથી તેને શૂન્ય કહે છે. શૂન્યાવકાશનું બીજું નામ અલકાકાશ છે. જ્યાં લેક નથી તેને અલોક કહે છે. વળી શૂન્યની વચ્ચેને પુરુષાકાર ભાગને પણ લેક કહે છે. જો કે તે તે અનંત અલકાકાશને માત્ર અંશ જેટલો જ ભાગ છે. લેકપ્રકાશ જેવા ગ્રંથમાં પણ આ જ રૂપ-સ્વરૂપ બતાવ્યું છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪ રજજુપ્રમાણુ લોકાકાશ ચૌદ રજજુ પ્રમાણ મધ્ય સંસ્થાનને “ક” નામની ઓળખ આપી છે. માટે જ તે ચૌદ રાજલોકના નામથી પણ ઓળખાય છે.
1
5
..
.
કા80
+
લોકાકાશ,
હત્યાક
અસં૫
લોકાકા –
EMISIEIXEN
“રજજુ” અહીં પ્રમાણવાચી શબ્દ છે. જો કે રજજુને એક અર્થ રસ્સી-દોરડું એવો પણ થાય છે કે જે માપ લેવાનું સાધન પણ હોઈ શકે છે. લોકપ્રદેશને જે ૨જજુથી માપીએ તે આવા ૧૪ રજજુપ્રમાણ જેટલું તેનું માપ છે માટે જ તેને ૧૪ રાજલોક કહેવાય છે. આટલું જ ક્ષેત્ર–ભાગ–કાકાશ કહેવાય છે બાકીને પ્રત્યેક ભાગ અલકાકાશ કહેવાય છે.
લકાકાશના ત્રણ વિભાગ પ્રસ્તુત છે. (૧) ઉલેક–વર્ગ–દેવલોક (૨) મધ્યલક-મૃત્યુલોક અથવા તિછલોક (૩) અલેક-પાતાળલક અથવા નરકલેક
આ પ્રમાણે ત્રણ લેક કહેવાય છે. માટે જ પરમાત્માની સ્તુતિમાં ‘ત્રિભુવનપતિ ત્રણ ભુવનના નાથ જેવા વિશેષણે પ્રચલિત છે. દા.ત.
Page #5
--------------------------------------------------------------------------
________________
ભકતામસ્તોત્રમાં કહ્યું છે કે “તુલ્ય નમસ્ત્રિભૂવનાર્તિહરાય નાથા” એટલે કે હું ત્રણ ભુવનના દુઃખને નાશ કરવાવાળા નાથ (સ્વામી) આપને અમારા નમસ્કાર હો. (૧) ઉદર્વકમાં સ્વર્ગના દેવે રહેતા હોવાને કારણે તેને સ્વર્ગ અથવા દેવલોક પણ કહેવાય છે. (૨) મધ્યભાગના લેકમાં મૃત્યુ-મરણધર્માધીન મનુષ્યો રહેતા હોવાથી
તેને મૃત્યુલોક અથવા મનુષ્યલોક કહેવાય છે. તેવી જ રીતે તિર્યંચ ગતિના પશુ-પક્ષી જેવા જીવોની વસ્તીની પ્રચુરતાના કારણે તેને તિર્યલક કહે છે. વળી અસંખ્યદ્વીપ સમુદ્ર સુધી. વિસ્તરેલા તિર્યા હોવાથી પણ તેને તિલોક કહેવાય છે. અલક-અને અર્થ છે નીચે! તેને અધોલોક કહે છે.. એ ખૂબ જ નીચે સુધી ઉંડુ છે તેથી પાતાળલોકના નામથી પણ ઓળખાય છે. વળી નરકના નારકી ની વસ્તી ત્યાં હેવાથી તેને નરકલાક પણ કહે છે.
લેકમાં તવ :
આ લોકાકાશ પાંચ અસ્તિકાયમય છે. પાંચ અસ્તિકાયના પદાર્થોથી ભરેલો છે. જેમ અહીં ચિત્રમાં બતાવ્યું છે. (૧) જીવ-જીવાસ્તિકાય (૨) ધર્માસ્તિકાય (૩) અધમસ્તિકાય (૪) આકાશાસ્તિકાય (૫) પુદગલાસ્તિકાય
જેની પ્રદેશ સમુહાત્મક મૂળભૂત સત્તા છે તે અસ્તિકાય છે. આ લેકમાં પાંચ અસ્તિકાય દ્રવ્ય પ્રસિદ્ધ છે. (૧) જ્ઞાનદર્શનાદિ ચેતના લક્ષણવાળુ-જીવાસ્તિકાય. (૨) ગતિ સહાયક દ્રવ્ય-ધર્માસ્તિકાય. (૩) સ્થિતિ સહાયક દ્રવ્ય-અધર્માસ્તિકાય. () અવકાશ-અવગાહન સ્થાનદાતા–આકાશાસ્તિકાય. (૫) પૂરણગલન સ્વભાવયુક્ત જડ પદાર્થ–પગલાસ્તિકાય.
Page #6
--------------------------------------------------------------------------
________________
આવા મૂળભૂત પાંચ દ્રન્યાથી ભરેલે આ લેાક છે એટલે કે આ અધા દ્રવ્યે જેમાં વસેલા છે તે લેાકાકાશ પરિમિત ક્ષેત્ર તથા તેની બહારના બાકીના બધા ક્ષેત્ર અલેાકાકાશ અથવા શૂન્યાવકાશ ॰ ક્ષેત્ર છે. જેમાં માત્ર આકાશ જ આકાશ છે, બીજો કેાઈ દ્રવ્ય નથી.
.
પાંચ અસ્તિકાય રૂપ આ લેાકને જો ‘કાળ’ નામના એક પદાર્થની સાથે ગણીએ તે આ લાક ષડૂદ્ભવ્યાત્મક લેાક કહેવાય છે. કાળ સપ્રદેશી અસ્તિકાયમય પ્રદેશસમૂહાત્મક સ્વતંત્રદ્રવ્યના રૂપમાં અસ્તિત્વ નથી રાખતું તેથી પાંચ અસ્તિકાયમાં તેની ગણના નથી થતી.
પાંચ અસ્તિકાય હાય કે ષડૂદ્રવ્ય હાય એ દરેકના મૂળમાં તે માત્ર બે જ દ્રવ્ય છે. આ બધા બે મૂળભૂત દ્રવ્યમાં જ સમાઈ જાય છે. આ એ દ્રવ્ય છે- જીવ અને અજીવ
ન્ય
(૧) જીવ (ચેતન કે આત્મા)
(ર) અજીવ (જડ)
સારાય બ્રહ્માંડમાં જીવ અને અજીવ એ એ જ મૂળ દ્રવ્ય છે. એને જ જડ અને ચેતન એવા બીજા નામેાથી એળખ અપાય છે અને ચેતનદ્રવ્યને આત્મા પણ કહેવાય છે. જીવ, ચેતન તથા આત્મા એ ત્રણે એકમીજાના પર્યાયવાચી શબ્દો છે. આ બે તત્ત્વના સિવાય ત્રીજુ કાઈ જ તત્ત્વ સમસ્ત જગતમાં છે જ નડી.
દ્રવ્ય
I
જીવ (ચેતન) જીવાસ્તિકાય
1
}
*
3
૪
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય પુદ્ગલાસ્તિકાય
અજીવ (જડ)
Page #7
--------------------------------------------------------------------------
________________
આ રીતે છ–અજીવ બંને દ્રવ્યમાં પંચાસ્તિકાયને સમાવેશ થાય છે. વળી એમાં પદ્રવ્યને સમાવેશ કરવા માંગીએ તે તેમ પણ થઈ શકે છે.
ષદ્રવ્ય
જીવાસ્તિકાય
ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદંગલાસ્તિકાય
આ રીતે કાળ તત્ત્વની ગણતરી પણ અજીવ તત્વમાં છે. વળી ધર્માસ્તિકાય વગેરે પણ અજીવ તવ જ ગણાય છે. જીવ અને અજીવ એ બંને મૂળભૂત સત્તા-અસ્તિત્વવાળા દ્રવ્ય છે. આદ્ય મૂળ સત્તા અને અસ્તિત્ત્વ એમનું છે.
દ્રવ્ય શું છે? તવાથધિગમ સૂત્રમાં તેને ઉત્તર જણાવ્યા છે. ગુણુપર્યાયવદ્રવ્યમ” ગુણ અને પર્યાયવાળે જે હોય છે તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યથી ગુણ અલગ નથી રહેતા. ગુણસમૂહ એ જ દ્રવ્ય છે. દ્રવ્યના ભેદ ગુણે દ્વારા જ સમજી શકાય છે. પર્યાય છે. તેનો આકાર માત્ર છે.
દ્રવ્ય
જીવ (ચેતન, આત્મા)
જ્ઞાન-દર્શનાત્મક ચેતનાયુક્ત–– હ સુખ-દુઃખાદિ અનુભૂતિયુક્ત – ચેતના
અજીવ (જડ) જ્ઞાનદર્શનાદિ ગુણરહિત સુખદુઃખાદિ અનુભૂતિરહિત વર્ણ—ગંધ-રસપર્ધાત્મક
જ્ઞાનાત્મક (જાણવું)
દશનામક (જેવું)
Page #8
--------------------------------------------------------------------------
________________
આવી રીતે જે જાણે છે, જુએ છે એટલે કે જ્ઞાનાતમક અને દર્શ— નામક શક્તિ યુક્ત ચેતનાવાન જે દ્રવ્ય છે તે ચેતનદ્રવ્ય છે તેને જ જીવ અથવા તો આત્મા કહે છે. એ આત્મા જ સુખ દુઃખ વગેરેની અનુભૂતિ કરે છે. “ચેતના યસ્યાસ્ત સઃ ચેતનઃ” ચેતના જેમાં છે તે ચેતન દ્રવ્ય આત્મા જીવ કહેવાય છે. આનાથી બરાબર વિરુદ્ધ ગુણવાળા, એટલે કે જ્ઞાન-દર્શનાદિ (જાણવા-જોવા)ની શક્તિ વગરના, સુખદુઃખાદિની અનુભૂતિ રહિત દ્રવ્યને અજીવ કે જડ કહેવાય છે. મનુષ–સ્ત્રી-પુરુષ–હાથી-ઘોડા-બળદ–બકરી–મેના–કબૂતર-પપટચકલી–ખિસકેલી-પતંગિયું–માખી-મચ્છર-ભમરા–કીડી-મંકેડા-માંકડ –ઈયળ-અળસિયા-જળ-ઝાડ-છેડ-ફળ-ફૂલ-પૃથ્વી – પાણી – અગ્નિવાયુ વનસ્પતિ–દેવ-દેવી-અપ્સરા અને નારકી એ બધા જીવ છે. ચેતન આત્મા છે અને શરીર જડ-અજીવથી બનેલું છે. ઈંટ-ચૂને-પત્થર– મકાન-ગાડી–ઘડિયાળ-ચેન–ચશમા–વગેરે બધા જડ-નિર્જીવ પદાર્થ છે.
નવતાવ :
આ બે જે મૂળભૂત જડ-ચેતન પદાર્થ છે એના જ સંયોગવિયેગથી નવતત્વની વ્યવસ્થા બને છે.
દ્રવ્યથી
જીવ (ચેતન)
(અ
)
જડ
સંગથી
પુચ
પુણ્ય
પાપ
પા૫
સંવર
મ
ધ
આશ્રવ વિગ
નિરા
મોક્ષ
અજીવ
Page #9
--------------------------------------------------------------------------
________________
જીવાજવા-પુણું—પાવાગસવ સંવય નિજજરણું !
બંધે-મુકખે ય તહા નવ તત્તા હુતિ નાયલૂા. ૫ (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિજા (૮) બંધ અને (૯) મોક્ષ. એ નવતત્વ છે.
જીવ અને અજીવ એ બે મૂળભૂત તત્વ છે. પુણ્ય-પાપ-આશ્રવ –સંવર–બ ધ એ પાંચ સંયેગી તત્વ છે. જીવ-અજીવના સંચોગથી બને છે. નિર્જરા વિયેગનું સૂચક છે અને સર્વથા નિર્જરા પૂર્ણ વિગ જ મેક્ષ છે. જીવ અને અજીવને સર્વથા કાયમ માટે વિગ થઈ જ, અલગ થઈ જવું તે જ મેક્ષ છે.
સારા ય ચૌદ રાજલકના આ વિરાટ બ્રહ્માંડમાં આ નવતત્ત્વ જ મૂળતત્તવ છે આ નવતત્તવના જ્ઞાનને જ તત્ત્વજ્ઞાન કહેવાય છે. જેને આપણે philosophy દર્શનશાસ્ત્ર કહીએ છીએ. સમસ્ત તત્ત્વજ્ઞાનના મૂળમાં આ નવ તત્ત્વો છે. આ નવતનું જ્ઞાન જૈનધર્મ છે. જૈનદર્શન છે. જૈન દર્શનની બહાર આ નવતર સિવાય કેઈ તત્ત્વ નથી, અને આ નવતની બહાર જૈન દર્શન નથી. એટલે કે નવતના જ્ઞાન સ્વરૂપ જ જેન-દશન છે અને જૈન-દર્શન જ નવ તત્ત્વમય છે.
નવતરવનું સ્વરૂપ :(૧) જીવતત્ત્વ-જ્ઞાન – દશનામક, ચેતનાયુક્ત, સુખદુઃખાદિને અનુભવ
કરનાર ચેતન દ્રવ્ય જીવ-આભા છે. (૨) અજીવતત્વ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શાત્મક. જ્ઞાન-દર્શનાદિ ઉપયોગ
૨હિત સુખદુઃખાદિના અનુભવ રહિત જડ દ્રવ્ય અજીવ છે. (૩) પુણ્યતત્ત્વ – જીવ દ્વારા થતી શુભકિયાથી ઉપાર્જિત શુભકર્મ તે
પુણ્ય છે. (૪) પાપત – જીવ દ્વારા થતી અશુભક્રિયા વડે ઉર્જિત અશુભ
કર્મ તે પાપ છે. (૫) આશ્રવતર – મન, વચન, કાયાના શુભાશુભ રોગના કારણે
આત્મામાં કાર્પણ વગણાનું આવવું તે આશ્રવ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
पुण्य
:४२-4
₹2%3Dhlh
AAS
-
AHME
(S
-
-
-
CHE
-
जीय१२
। अजीव-१४
IRED आअव:४२
1
5
---
-
मोक्ष%९
मराटा2SORREकहरूकाना
अकाम
1A
T
Y
AND
NAL
ZANOJGAYO
NA
CHILL
ANSAR
"1111
RINNEL
बंध-निर्जरा १२ सकामा
.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
(૬) સંવરતત્ત્વ
“આશ્રવ નિરાધા સવર:” આશ્રવ જનિત શુભાશુભ મને રાકવા તેને સવર કહે છે.
(૭) નિજ રાતત્ત્વ
-
આત્માના પ્રદેશેાની સાથે એકમેક ધયેલી કામશ્ વણાના મ પ્રદેશેાને તપાદિ ધમ ના સાધન દ્વારા અંશે અંશે ક્ષીણ કરવા તે નિરા છે.
(૮) અંધતત્ત્વ
-
-
આશ્રવ દ્વારા ગ્રહણ થયેલી કામણુ વ ણાના પુટ્ટુગલ પરમાણુઓનુ` આત્મપ્રદેશા સાથે ક્ષીરનીરવત્ એકરસ થવુ' તે અધૃતવનુ' સ્વરૂપ છે.
કર્મીને
(૯) માક્ષતત્ત્વ – કૃષ્ન કમ ક્ષયે મેાક્ષ” સર્વથા સ નાશ થવા, અને આત્માનું સપૂર્ણ પણે શુદ્ધ રહેવુ તે મેક્ષ છે. આ પ્રકારે નવતત્ત્વની સામાન્ય અને સંક્ષિપ્ત વ્યાખ્યા થઈ હવે તેને એક નાના દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે.
sher
(૧) આ ચિત્રમાં એક પ્રવાસી સમુદ્રની સફરે જાય છે, તે સ્વયં જીવ છે. (૨) તે જે નાવમાં બેઠા છે તે જડ-અજીવ છે.
(૩--૪) તેના હાથમાં એ હલેસા છે તે પુણ્ય-પાપના પ્રતિક છે, તે સાચા કે ખોટા માર્ગ લઈ શકે છે.
ધો
(૫) નાવમાં છિદ્રોથી આવતા પાણીની જેમ આશ્રવ છે.
(૬) છિદ્રો દ્વારા નાવમાં પાણી ભરાવાથી ચાત્રી ભય પામીને તે છિદ્રો પર હાથ કે કપડું રાખી આવતા પાણીને રાકે છે. તે સંવર છે,
Page #12
--------------------------------------------------------------------------
________________
(૭) નાવમાં અગાઉ ભરાઈ ગયેલા પાણીને પાત્ર દ્વારા ઉલેચીને બહાર
ફેકી દે છે, અને નાવને પાણીથી ખાલી કરે છે તે નિર્જરા છે. (૮) નાવનું પાણીથી ભીના થવું કે પાણી સાથે એકમેક થવું તે
બંધ છે. પ્રવાસી નાવમાં બેસીને સંવર નિર્જરારૂપ પરિશ્રમ કરીને કિનારે પહોંચે છે ત્યારે નાવને પાણીમાંથી બહાર કાઢે છે તથા સ્વયં પિતે પણ નાવમાંથી ઉતરી જાય છે, તે પ્રમાણે જીવ સર્વ પ્રકારના શુભાશુભ કર્મોથી મુક્ત થઈ મેક્ષરૂપે પ્રગટ થાય છે. નાવના દષ્ટાંતથી તત્ત્વનું સ્વરૂપ સરળતાથી સમજાય છે.
જીવાત્માને આ સંસારમાં અજીવને સંયોગ થાય છે. સંસારમાં કેઈ આત્મા શરીર રહિત હોતો નથી. અશરીરી કેવળ સિદ્ધામા. છે. સંસારી જીવ દેહવાસનાને કારણે શરીર ધારણ કરે છે. શરીરના સર્જન માટે તે અજીવ દ્રવ્યને આશ્રય લે છે સંસારમાં ગતિ સ્થિતિ કરવામાં પણ છવ અજીવની સહાય લે છે. મન-વચન-કાયા-દ્વારા થતી શુભાશુભ પ્રવૃત્તિ, રાગ દ્વેષાદિ ભાવે દ્વારા પુદ્ગલ પરમાણુએ આકર્ષાઈને આમ પ્રદેશે સાથે જોડાય છે, તે આશ્રવ છે.
જીવન શુભ પરિણામ દ્વારા થતી શુભ પ્રવૃત્તિથી શુભકર્મ-પુણ્ય ઉપાર્જન થાય છે અને અશુભ પરિણામ દ્વારા થતી અશુભ પ્રવૃત્તિથી અશુભ કર્મ–પાપ ઉપાર્જન થાય છે. પુણ્યકર્મ દ્વારા જીવ સુખ ભેગવે છે, પાપકર્મ દ્વારા જીવ દુઃખ ભેગવે છે.
આવા પુણ્ય-પાપરૂપ આશ્રવના દ્વારોને રોકવા તે સંવર તત્તવ છે, જેમ બહારથી આવતા કચરાને રોકવા બારી બારણું બંધ કરવામાં આવે તે અવતે કચરે રોકાય છે, તેમ પુણ્ય-પાપ રૂપ આશ્રવને રોક તે સંવર છે અને અંદર આવેલા કચરાને સાવરણી જેવા સાધનથી સાફ કરવો તે નિર્જરા છે. અર્થાત આત્મા સાથે એક મેક થયેલા કર્મોને તપાદિ દ્વારા નાશ કરે તે નિર્જશ છે, આશ્રવ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પુદ્ગલ પરમાણુઓનું અન્યપ્રદેશ સાથે એકમેક
Page #13
--------------------------------------------------------------------------
________________
થઈ રહેવું તે બંધ તત્ત્વ છે, બંધ સંગિક તત્ત્વ છે, તેથી તે તે કર્મોનો સર્વથા વિયોગ થવો તે મોક્ષ છે. અનાદિ કાળથી આભા જડ કર્મોથી પ્રભાવિત થયો હતો તેને સર્વથા છુટકારે છે અને અનંત જ્ઞાનાદિ સર્વગુણની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. આ પ્રકારે નવતત્વનાં સ્વરૂપનું જૈનદર્શનમાં સર્વજ્ઞ પરમાત્માએ નિરૂપણ કર્યું છે.
તત્વચક્ર તથા હેય, રેય ઉપાદેય વિચાર જેમ નવપદને ચક્રાકાર સ્થિતિમાં રાખીને તેને સિદ્ધચક્ર કહેવામાં આવે છે તેમ નવતાને ચક્રાકાર સ્થિતિમાં રાખીને તેને તત્ત્વચક કહેવામાં આવે છે. આ નવતત્ત્વમાં કેન્દ્રસ્થાને જીવ તત્ત્વ છે, જીવતત્વના અભાવમાં અન્ય કોઈ તવનું અસ્તિત્વ સ ભવિત નથી. જીવની બરોબર ઉર્વ દિશામાં તેની સન્મુખ માલતત્તવ છે. અથવા વાસ્તવમાં જીવ અને મેક્ષ એકરૂપ છે. સ્વભાવરૂપે સહજ અવસ્થા છે.
નવતર વિવેક
હેય- છેડવા જેવું
ય–જાણવા જેવું
ઉપાદેય–આચરવા જેવું
કાર
:
ર
उपादेय -
છે
ઉપર
તત્ત્વના નિરૂપણની આ વિવેકરૂપ ત્રિપદી સર્વત્ર સર્વ ક્ષેત્રમાં આવકારદાયક અને વિચારવા જેગ્ય છે. સર્વ પ્રથમ યની દષ્ટિથી વિચાર કરીશું શેય-સેય દૃષ્ટિએ નવતત્વ જાણવા યોગ્ય છે, સર્વ તો જ્ઞાનનો વિષય છે. દષ્ટિએ પાપતત્વ પણ જાણવા યોગ્ય છે. ત્યાર પછી તેના હેય- ત્યાગનો વિચાર જરૂર કરવાનું છે. પુણ્ય પણ
Page #14
--------------------------------------------------------------------------
________________
શુભ કમ હોવાથી મેક્ષ માર્ગમાં બાધારૂપ છે તેથી તે પણ અંતમાં ત્યાગવા યોગ્ય છે. ઉપાદેય તને વિચાર કરીશું તે એક અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે ફક્ત ધર્મમાર્ગના ભેમિયા રૂપે વાસ્તવિકપણે સંવર નિર્જરા અને મેક્ષ ઉપાદેય છે.
ય | જીવ-અજીવ.
હેય ! પાપ, આશ્રવ, બંધ. ઉપાદેય | (પુણ્ય) સંવર, નિર્જરા મોક્ષ.
આ ગ્રંથનું નામ “પાપની સજા ભારે હોવાથી મુખ્યપણે “પાપ” વિષયનું નિરૂપણ કરવામાં આવશે છતાં સર્વ તત્તવમાં આત્મા કેન્દ્રસ્થાને હોવાથી આત્મતત્તવને પ્રથમ સમજવું આવશ્યક છે.
આત્મ સ્વરૂપે આત્માના અસ્તિત્વ વિષે “ગણધરવાદ” ૧ નામક ગ્રંથમાં વિસ્તાર કરવામાં આવ્યો છે, છતાં અત્રે વિષયને અનુરૂપ આત્મસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે.
નાસ્તિકમતવાદી આત્માનું સ્વતંત્ર અરિતcવ સ્વિકારતા નથી. પરંતુ જે સ્પષ્ટપણે વિચારવામાં આવે તે કેન્દ્ર વિના વર્તુળ થવું સંભવ નથી,. તેમ આત્માના અસ્તિત્વના વિકાર વગર સંસાર કે મેક્ષ કેઈ તત્ત્વની સંભાવના નહિ રહે. ભારતીય આસ્તિક દર્શન સવ આત્મવાદી દર્શન છે. તે સર્વ દર્શનવાદીઓએ આત્માને લક્ષમાં રાખીને નિરૂપણ કર્યું છે. આત્મા કઈ ઈશ્વર વ્યક્તિ કે સંગથી ઉત્પન્ન થઈ શકતું નથી. અર્થાત્ તે કેઈનું નિર્માણ કાર્ય નથી પરંતુ વિશ્વમાં તે મૂળભૂત અને સ્વતંત્ર પદાર્થ છે.
જગતમાં સર્વ ભાષાભાષી જનતા ભાષાકીય વ્યવહારમાં “ ચર “” આ શબ્દપ્રગ હિંદી ભાષામાં નિશ્ચિતપણે કરે છે. “હું અને મારું ગુજરાતી ભાષામાં, ” and “my' અંગ્રેજી ભાષામાં અને “મી” તથા “માઝા” મરાઠી ભાષામાં. તથા “અહં–મામ સંસ્કૃત ભાષામાં કરે છે. આ પ્રમાણે સર્વત્ર પોતાની ભાષામાં આ શબ્દોને પ્રયોગ નિશ્ચિત રૂપથી કરે છે. આ શબ્દ પ્રયોગ શું સૂચવે છે? મારું ઘર, મારા કપડાં, મારી ગાડી, મારી વાડી, મારું ધન. મારી પત્ની ૧. લેખક મુનિ અરૂણવિજ્યજી મ. સા નું લખેલું સચિત્રગણધરવાદ-ભાગ ૧, ૨, પુસ્તક જેવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
-ઈત્યાદિ શબ્દપ્રયોગ ક્યા અર્થમાં જાય છે ? આ શબ્દપ્રયોગ છે, વાસ્તવિક છે. પરંતુ હું કપડાં, હું ઘર, હું પુત્ર, હું પત્ની ઈત્યાદિ પ્રવેગ કઈ ભાષામાં થતો નથી. મારા ઘર વગેરે કહેવાથી સંસારને ગ્યવહાર ચાલે છે.
, હું, 1 મી, અહં આદિ વિભિન્ન ભાષાઓના આ શાખા સ્વ ના વિષયમાં પ્રયુક્ત થાય છે. હું શરીર દુખે છે. એ વાય પ્રયોગ સંભવ નથી. મારું શરીર દુઃખે છે, તથા હું કહું છું, હું વિચારું છું વગેરે વાકય પ્રવેગ શુદ્ધ છે. મારું શરીર કહેવામાં “મારુ' શબ્દ સંબંધ સૂચક છે. તેમાં છઠ્ઠી વિભક્તિ સંબંધ સૂચક છે.
હવે સંબંધ વિષે વિચારીએ સંબંધ એક હેવે સંભવ નથી. સંબંધ સાથે સાથે સંબંધી અવશ્ય જોડાય છે. સંબંધમાં જયારે મારાપણું છે તે પ્રશ્ન થશે કે સંબંધી કોણ છે ? જે મારુ શરીર એમ બોલે છે. આ શરીર મારું છે તે અહીં મારાપણાને સંબંધ બતાવનાર આત્મા છે જે શરીરમાં સ્થિત છે. સર્વત્ર મેં, હું, મી, I અને આ પદથી વાચ્ય આત્મા છે, જે શરીરમાં સ્થિત છે. દેહ ભિન્ન છે તેથી મેં આદિ પદથી વાચ્ય છે. જે ભિન્ન ન હોત તે વાગ્ય બની શકે નહિ. ત્યાં કેવળ મારું શબ્દપ્રયેાગ થઈ શક્ત. આથી અહં પદ વાચ્ય આમા જ છે.
હું જોઉં છું, હું જાણું છું, હું સાંભળું છું. ઈત્યાદિ ક્રિયાને કર્તા આત્મા છે, સંસા૨ી અવસ્થામાં જોવા જાણવા ખાવા-પીવાની સર્વ ક્રિયાને કર્તા આત્મા છે. કેઈ કહેશે આંખ જુએ છે. કાન સાંભળે છે. તે વાત સાચી નથી ? આંખ જુએ છે ? કે આંખથી દેખાય છે ? આંખ દ્વારા જોઉ છું, હું કાન દ્વારા સાંભળું છું ઈત્યાદિ કરણ અર્થમાં આંખ નાક, કાન, મેં ઇંદ્રિયે છે. તે સર્વ ઈદ્રિયે વિષયનું જ્ઞાન કરાવવામાં કરણ છે પરંતુ તે સર્વનું ભાન આત્માને વર્તે છે. તેથી વિભાવ દશામાં આમા તે સર્વને કર્તા કહેવાય છે, અથવા તે સંયોગિક ક્રિયા છે ને તે કેવળ ઈદ્રિયદિ દેહ કોઈ ક્રિયા કરે છે, ન તે આત્મા તે તે ક્રિયાઓ કરે છે. જે દેહ ક્રિયા પૂરી શકે તે શબ્દ દ્વારા કિયા સંભવ બને. જે કેવળ આત્મા દ્વારા ખાદ્યકિયા થાય તે સિદ્ધને બહારમાં કિયા સંભવ બને પરંતુ બંને દ્રવ્ય ભિન હોવાથી બંનેની કર્તા કર્મની ક્રિયા સંગી છે. વાસ્તવમાં આત્મા દેહ અને ઇંદ્રિયથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બંનેને સંબંધ સંગિક છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
જગતના સર્વ દ્રવ્ય ગુણયુક્ત છે. કેઈ દ્રવ્ય ગુણ રહિત નથી. દ્રવ્યની આકૃતિ વિશેષ તે પર્યાય (એક અવસ્થા) છે. તે દ્રવ્ય સાથે જોડાયેલી છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્યજીએ દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે.
“ ગુણ પર્યાયવદ્ દ્રવ્યમ ” ગુણ અને પર્યાય સહિત કવ્ય છે.
સંસારમાં મૂળ દ્રવ્ય બે છે. એક જડ અને બીજુ ચેતન આ બંનેને ભેદ તેના ગુણે દ્વારા જાણી શકાય છે.
દ્રવ્ય
જીવ (આત્મા)
અજીવ (અ-જીવ) ચેતન જ્ઞાન વરૂપી
ગુણ
જ્ઞાનરહિત દર્શન સ્વરૂપી
દશન રહિત સુખ દુઃખાદિને અનુભવ ”
સુખદુઃખાદિનો અભાવ કર્તા ભેસ્તાભાવ
કર્તા ભક્તાપણાને અભાવ જ્ઞાતા-દૃષ્ટાભાવ
જ્ઞાતા દૃષ્ટાભાવનો અભાવ આ પ્રમાણે અનેક ગુણયુક્ત ચેતન–આત્મા છે. તેનાથી તદ્દન વિપરીત ગુણયુક્ત અજીવ-જડ છે. અ+જીવ શબ્દ દ્વારા તે પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. જેમાં જીવ નથી તે જડ છે. ચેતના રહિત હોવાથી તે જડ કહેવાય છે. ચેતના શું છે?
ચેતના શક્તિ
જ્ઞાનાત્મક ચેતના
દશનાત્મક ચેતના
ચેતન જ્ઞાન એટલે જાણવું, દશન એટલે જેવું આત્માનો એક વિશિષ્ટ ગુણ અથવા અસાધારણ ગુણ ચેતના છે.
ચેતના લક્ષણે જીવઃ - જેનું લક્ષણ ચેતના છે તે જીવ છે જ્ઞાન દશન ઉપગ વાળે જીવ છે તેથી શાઓમાં “ઉપર” શબ્દ પ્રયુક્ત છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપગ
જ્ઞાને પગ
દશના પગ આત્મા તસ્વાર્થ સૂત્રમાં ઉપયોગો લક્ષણમ' કહ્યું છે. આગમમાં “ઉપયોગ લક્ષણે જીવ”ઉપગ લક્ષણવાળે જીવ છે ઉપગ” એ દાર્શનિક વિશિષ્ટ શબ્દપ્રયેાગ છે જે આમાના જ્ઞાન-દર્શન ને દર્શાવે છે. ઉપગની સાથે આત્માના અન્ય ગુણે આગમમાં દર્શાવ્યા છે.
નાણું ચ દંસણું ચેવ ચરિત ચ ત તા
વીરિય ઉવાગે ય એનં જીવસ લખણું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય અને ઉપયોગ જીવના લક્ષણ કહ્યા છે.
આત્માના આઠ ગુણ મુખ્ય છે (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન (૩)અનંતચારિત્ર (શુદ્ધચારિત્ર) (૪) અનંતવીર્ય (શક્તિ (૫) અનામી અરૂપી પણું (૬) અગુરુલધુ (૭) અનંતસુખ (અવ્યાબાધ સુખ) (૮) અક્ષયસ્થિતિ.
આત્માના મુખ્યતયા આઠ ગુણ છે. આત્મા અનંતગુણવાળો છે. પરંતુ આઠ ગુણે મુખ્ય હેવાથી અત્રે દર્શાવ્યા છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે.
આત્મા એક અખંડ દ્રવ્ય છે. તે અસંખ્યાત પ્રદેશ છે. અખંડ દ્રવ્ય અર્થાત આખે કંધ. કંધને અત્યંત ના ભાગ દેશ કહેવાય છે. જે સ્કંધ સાથે જોડાયેલ છે. તે દેશને અત્યંત સૂક્ષમ ભાગ પ્રદેશ છે. તે સ્કંધ સાથે જોડાયેલું છે જે પ્રદેશ અંધથી ક્ટ પડે છે, જે અવિભાજય છે, જેના બે ભાગ થઈ શકતા નથી તે પરમાણુ છે.
આત્મા એક અખંડ સ્કંધ છે તેથી તેના પ્રદેશ એક સમુહમાં હોય છે, તે સર્વ અવિભાજય છે. તેથી તે પરમાણુ રૂપે થતા નથી. પ્રદેશ સમૂહના રૂપમાં રહે છે, તેથી આત્મદ્રવ્ય અદ્ય, અભેધ અદાહ્ય, અકાય અને અવિભાજ્ય અખંડ દ્રવ્ય છે તે બળતે કે કપાતું નથી. તેથી આત્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશી અખંડ દ્રવ્ય કહેવાય છે અને જ્ઞાનાદિ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
ગુણેને સમૂહ સહિત દ્રવ્ય છે. આત્મા વિષે એટલું તે અવશ્ય જાણવું કે આત્મા જ્ઞાન-દર્શનાત્મક, ચેતનામય દ્રવ્ય છે. સુખદુઃખાદિનું સંવેદન કરવાવાળો આત્મા છે. વિશેષ વિસ્તાર ગણધરવાદ કે અન્ય ગ્રંથમાંથી જાણીને અભ્યાસ કરવો. અજીવ તત્ત્વનું સ્વરૂપ –
જીવ તત્વનું સ્વરૂપ જાણ્યા પછી અજીવ તત્ત્વનું સ્વરૂપ સમજવું સરળ છે. જીવના ગુણેથી વિપરીત લક્ષણવાળા અજીવ-અચેતન દ્રવ્યને જડ કહે છે. જે જીવ કે ચેતન નથી તે અજીવ અથવા અચેતન કહેવાય છે. જ્ઞાનાદિ ગુણરહિત, જેનામાં જ્ઞાન દશનાદિ ગુણે નથી અને જે જાણી જોઈ શકતા નથી તે પદાર્થ અજીવ છે. જેમ કે ઈટ, પથર, મકાન, દિવાલ, ગાડી વગેરે અજીવ છે જે આપણે માટે ય છે પણ તે પદાચૅમાં જ્ઞાનગુણ નથી તે પ્રમાણે જડમાં સુખદુઃખના અનુભવને અભાવ છે. ઈટ પત્થર આદિ કે જડ પદાર્થોને કાપવામાં કે ફેંકવામાં આવે તે તેમને દુઃખને અનુભવ થતો નથી અથવા તેમના પર અત્તર આદિનું વિલેપન કરવામાં આવે કે મિઠાઈ તેમના પર મૂકવામાં આવે તે તેમને સુખને અનુભવ પણ થતું નથી. કારણ કે તે જડ છે.
અજીવના ૧૪ ભેદ છે
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય
| | | | ૪. દેશ પ્ર. ૧ ૨ ૩
| | | સ્કંધ દેશ પ્ર. ૪ ૫ ૬
| | | સ્કંધ દેશ પ્ર. ૭ ૮ ૯
| | | ! કં. દેશ પ્ર. પર ૧૦ ૧૧ ૧૨ ૧૩ માણુ
૧૪
=
=
तकाय
(૧) સમસ્ત ચૌદ રાજલકમાં વ્યાપ્ત કહેવાય છે. એવા ગતિસહાયક દ્રવ્ય ને ધર્માસ્તિકાય.
Page #19
--------------------------------------------------------------------------
________________
I,
:
-
-
-
- -
-
अधर्मास्तिकाय -
(૨) સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે તેનું લક્ષણ સ્થિતિ સહાયક છે. સ્થિતિ સહાયક દ્રવ્ય અધમસ્તિકાય. કહેવાય છે.
(૩) જે અનંત લોકાલોકમાં વ્યાપ્ત છે. જીવ અજીવ પરાસ્તવમાં સર્વ પદાર્થોને આશ્રય આપે છે. જ્યાં છ દ્રવ્યો રહેલા
છે તે લોકાકાશ છે અને જ્યાં કેવળ આકાશ છે તે અલકાકાશ છે.
(૪) લેકમાં રહેલા પદાર્થોના પરિવતનનું નિમિત્ત કાળ છે નવાને જુનું કરે તે કાળ કહેવાય છે. તે અસ્તિકાય નથી.
पुद्गलास्तिकाय
(૫) પૂરણ અને ગલન સ્વભાવયુક્ત છે, સડન પડન, વિદવંસ-સ્વભાવવાળ દ્રવ્ય પદ્દગલ કહેવાય છે. પ્રદેશને સમુહ હેવાથી અરિતકાય છે. જેનદર્શનમાં પુગલ’ શબ્દ વિશેષ રૂપે પ્રયુક્ત છે તેને જડ
કહેવામાં આવે છે. સમસ્ત વિશ્વનાના સર્વ જડ પદાર્થોભૌતિક પદાર્થો પૈગલિક કહેવાય છે. પુગલથી નિર્મિત થતી વસ્તુ પગાલિક કહેવાય છે. પુગલના કંધ દેશ પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ છે.
સ્કંધ : મેટું કે નાનું એક અખંડ દ્રવ્ય દેશઃ અંધ સાથે સંલગ્ન પણ નાને અંશ
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રદેશ : દેશથી પણ અત્યંત નાના અવિભાજ્ય ભાગ જે કંધ સાથે સંયુકત છે.
પરમાણું પ્રદેશ સ્કંધથી અલગ થઈ તે સૂક્ષ્મરૂપે રહેલી અવિભાજય અવસ્થા તે પરમાણુ કહેવાય છે. અણુ પરમાણુ બંને પર્યાયવાચી શબ્દ છે. અણુ શબ્દની આગળ પરમ લાગવાથી પરમાણુ શબ્દ બને છે. અત્યંત સૂકમ એક પરમાણુ અવિભાજ્ય, અભેદ્ય, અદાહય, અકાપ્ય હોય છે. આ જડ પરમાણું વર્ણ—ગંધ-રસ તથા સ્પર્શાત્મક હોય છે.
સદુદંધયાર ઉજજોએ પભા છાયા ssતડિ ચ |
વણ-ગંધ૨સા–ફાસા–પુગ્ગલાણં તુ લખાણું. / શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ ગંધ, રસ, સ્પર્શ, આ સર્વ પુદ્ગલના પ્રકાર અર્થાત્ લક્ષણ છે. આ સર્વ જડ–પુદગલ દ્રવ્ય છે.
(૧) શબ્દ ચિત્રમાં-દવનિને ઉત્પતિને પ્રકાર તથા સાધન બતાવવામાં આવ્યા છે. વાજુ વગાડવાથી જે દેવનિ શબ્દરૂપે ઉત્પન્ન થાય છે તે જડ પુદગલ છે. તે પ્રકારે સચિત અચિત અને મિશ્ર આ ત્રણ પ્રકાર શબ્દના છે.
(૨) ઉદ્યોત પ્રકાશ વિશેષ, ચંદ્ર અથવા ચંદ્રમણિ વગેરે શીત પદાર્થોને શીત પ્રકાશ જડ પુદ્ગલ છે.
SI
S
S
,
** ?' મેં
(૩) છાયા દર્પણમાં ઉપસતું પ્રતિબિંબ, અથવા પ્રકાશને અવરોધ કરીને ઉપજતી સ્પષ્ટ આકૃતિ છાયા કહેવાય છે.
* * * *
જો
1
કી
Page #21
--------------------------------------------------------------------------
________________
ર
તારા
<
(૪) વસ્તુને જોવામાં અવરોધરૂપ જે યુગલને પરિણામ વિશેષ છે તે અંધકાર છે. તે પૌગલિક છે.
પ
.
ir
(૫) ઉષાકાળ, સૂર્ય ઉગતા પહેલાના પ્રકાશને પ્રભા કહે છે. રત્નજડિત તેજને પ્રભા કહે છે તે પણ જડ પુગલ છે.
છે
. '
ન.
ન
(૬) સૂર્ય અથવા સૂર્ય કાંતામણિ આદિ ના ઉણુ પ્રકાશને આતપ કહે છે, તે. જડ પુદ્ગલ છે.
પાક
-
મ
. ::
ક
'
' =1
=
हरा
\
5
5 •
કે
कठो
/
\\-----
-
.
Page #22
--------------------------------------------------------------------------
________________
(૭) વર્ણ– રંગ પાંચ પ્રકારના છે. કાળો, લલે, લાલ, પીળો અને ધૂળે.
(૮) ગંધ – બે પ્રકારની છે, સુગંધ અને દુર્ગધ. (૯) ૨સ - પાંચ પ્રકારના છે. ખાટ, મીઠ, તીખા, તૂરા, કડ. (૧૦) સ્પર્શ - આઠ પ્રકારના છે, શીત–ઉષ્ણ, કમળ-કઠોર,
સ્નિગ્ધ-અક્ષ, હલકે–ભારે. ઉપરના ૧૦ પ્રકારના જડ પુદ્ગલ છે તેને અનુભવ કરવાવાળી પાંચ ઈદ્રિ છે.
ચક્ષુ વર્ણનો અનુભવ કરવાવાળી છે. પ્રાણેન્દ્રિય – ગંધનો અનુભવ કરવાવાળી રસેન્દ્રિય – જીહા રસનો અનુભવ કરવાવાળી સ્પશેન્દ્રિય – ચામડીના વિષયને અનુભવ કરવાવાળી બેન્દ્રિય – શબ્દને અનુભવ કરવાવાળી
અષ્ટ મહાવગણ
1. દરિક
ઘ ૨ વૈક્રિય----
XI
co
૩. આહારક ૪. તૈજસ સિવાય
પ ક્વામોર વાસ, -૬ ભાષા ૭. મને + -૮ કામગ
આત્મા ૦.
:
-
11
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
અષ્ટ મહાવણું :- વગણને અર્થ છે જથ્થા-સમુહ. અનેક પુદ્ગલ પરમાણુઓના જથ્થાને વર્ગણા કહે છે. વર્ણ, ગંધ, રસ સ્પર્ધાત્મક પરમાણુઓ ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે. એક એક આકાશ પ્રદેશ પર આ વર્ગ વ્યાપ્ત છે. સમસ્ત વિશ્વમાં સોયને અગ્રભાગ પ્રવેશ કરે તેટલી જગા પણ સુરક્ષિત નથી કે જ્યાં પરમાણુને પ્રવેશ ન હોય. આ પરમાણુના સમુહ સ્વરૂપ મહાવર્ગણાઓના ગુણધર્મને આઠ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેને આઠ મહાવગણ કહે છે.
આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે ચૌદ રાજલકના સમસ્ત પ્રદેશના ક્ષેત્રમાં વ્યાપ્ત આ વગણએ પરમાણુ સ્વરૂપમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ આકારે અસ્તિત્વ ધરાવે છે, સંસારી જીવને સંગ તેને હોય છે. જીવને શરીરાદિ બનાવવા તેના ઉપગ ૨ચના અનુસાર આ પરમાણુ એના ગુણધર્મ અનુસાર આઠ પ્રકારે નામકરણ કરવામાં આવ્યું છે. (૧) દારિક (૨) શૈક્રિય (૩) આહારિક (૪) તૈજસ (૫) શ્વાસછવાસ (૬) ભાષા (૭) મનેવગણ અને (૮) કામણવગણ.
(૧) દારિક વર્ગણ - જીવ ભવાંતરે જ્યારે ઉત્પત્તિસ્થાન અર્થાત માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેને શરીર નિર્માણ કરવા માટે જે પુદ્ગલ પરમાણુઓની આવશ્યકતા રહે છે, તે દારિક વગણના પુદ્ગલ પરમાણું છે. તેને દારિક વર્ગણ કહે છે. મનુષ્ય તિર્યંચના શરીરો આ દારિક વર્ગણાથી બને છે. તેને સ્વયં જીવ બનાવે છે, ઈશ્વર બનાવતા નથી.
(૨) વૈક્રિય વગણ – તે પ્રકારે સ્વર્ગમાં દેવને અને નારકમાં નારકીઓને શરીર નિર્માણ કરવા માટે જે જડ પુગલ પરમાણુઓની આવશ્યકતા પડે છે તે વૈક્રિયવર્ગણ છે. દેવ નારક આદિની ગર્ભ જ ઉત્પત્તિ નથી.
(૩) આહારક વગણું – ચૌદ પૂર્વધારી મુનિ મહાત્મા પિતાની શંકાનું સમાધાન કરવા માટે જ્યારે મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામી આદિ તીર્થકરની પાસે જવા માટે લબ્ધિ વિશેષથી જે એક હાથના પરિમિત શરીરની રચના કરે છે તે શરીર આહારક વર્ગનું બને છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩
(૪) રજસ વગણ – સંસારી જીવ માત્ર સાથે રહેવાવાળું શરીર. જેના દ્વારા પાચન ક્રિયાનું કાર્ય થાય છે, તે ઉતારૂપમાં છે. એ જે વગણાનું બને છે તેને તેજસ વગણ કહે છે.
(૫) પાસેચ્છવાસ વર્ગ – સંસારી જીવવા માત્રને જીવવા માટે સતત શ્વાસ લેવું પડે છે તે શ્વાસોચ્છવાસ ચગ્ય વર્ગણા કહેવાય છે. તે પણ પુદ્ગલ પરમાણુના સમુહરૂપ છે.
૬) ભાષાવર્ગણું – સંસારી જીવને પરસ્પર વ્યવહારને માટે શબ્દને પ્રયોગ કરવે પડે છે. શબ્દોત્પત્તિ કરવા માટે જે પુદ્ગલ પરમાણુઓની આવશ્યકતા રહે છે તે પરમાણુઓને જીવ બાહ્માકાશમાંથી ગ્રહણ કરે છે. તેને ગ્રહણ કર્યા સિવાય જીવ શબ્દ પ્રયોગ કરી શકો નથી. વળી ભાષા પ્રોગ કરતાં પહેલા જીવને ધામેચ્છવાસ લેવા પડે છે. શ્વાસ લેવાની સાથે જીવ ભાષા વર્ગણના પગલે ગ્રહણ કરે છે. તે ભાષાવર્ગણ છે.
(૭) મનો વગણા – સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિચાર કરવા માટે જે પુદ્ગલ પરમાણુઓની આવશ્યકતા રહે છે તે મને વર્ગ છે. બાહ્યાકાશમાં વ્યાપ્ત પરમાણુઓને જીવ ગ્રહણ કરે છે અને તેને એક પિડરૂપે બનાવે છે. જીવ જે માધ્યમ દ્વારા વિચાર કરવા માટે સક્રિય થાય છે તેમાં જે સહાયક તત્ત્વ છે તે મનેવગણ કહેવાય. તેના દ્વારા બનેલે. પિંડ મને કહેવાય છે, આ મન જડ છે. આમાં મન નથી અને મન આમાં નથી. એકેનિદ્રયાદિ જી મન બનાવી શકતા નથી. ફક્ત સંસી પંચેન્દ્રિય જીવે જ મનની રચના કરી શકે છે. જૈન દર્શનનું આ. અદૂભુત વિજ્ઞાન છે.
(૮) કાર્પણ વગણ - આઠ વર્ગણાઓમાં સૂક્ષ્મતમ વર્ગણા કામણ વળ્યા છે. જ્યારે જીવ મન વચન કાયાના માધ્યમ દ્વારા શભાશુભ પ્રવૃત્તિ રાગદ્વેષને વશ થઈને કરે છે ત્યારે બાહ્યાકાશમાં વ્યાપ્ત સૂક્ષમ પુદ્ગલ પરમાણુઓને આકર્ષે છે તે પરમાણુ કામવર્ગાના છે તે વર્ગણાઓ આત્મપ્રદેશ સાથે ચોંટે છે ત્યારે તે કર્મની સંજ્ઞાને ધારણ કરે છે. કામણવગણને બનેલો પિંડ કમ છે. પુદ્ગલ પરમાણુઓને સમુહ કાશ્મણવર્ગ છે જે કર્મરૂપે પરિણત. થાય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
-
૨૪
આઠ કામણ વગણને ક્રમ ઉત્તરાઉત્તર સૂફમાતિસૂક્ષ્મ થતું જાય છે. જીવ આ વર્ગને આવશ્યકતાનુસાર ભિન્ન ભિન્નપણે ગ્રહણ કરે છે અને તે પ્રમાણે તેની પ્રવૃત્તિ થતી જાય છે, જીવન પ્રવૃત્તિ અને માધ્યમ
સંસારમાં દેહરહિત કોઈપણ સંસારી જીવનું રહેવું સંભવ નથી. સંસારી સશરીરી છે, સિદ્ધાત્મા અશરીરી છે, સૂક્ષ્મ એવા નિગોદના જી પણ સ-શરીરી છે. શરીરને ધારણ કરવું તે જન્મ છે અને એક શરીરને ત્યાગ કરી અન્ય શરીરમાં જવું તેનું નામ મૃત્યુ છે. નગદથી માંડીને સંસારમાં સર્વત્ર જન્મમરણ સતત ચાલુ છે. જન્મ મરણ એટલે શરીરનું સર્જન અને વિસર્જન સંગ અને વિયેગ જેમ સંસારી જીવે પિતાને રહેવાને માટે શરીરની રચના બનાવી છે. તેવી રીતે વિચાર કરવા માટે મને વર્ગણાના પુદ્ગલે લઈને મન બનાવ્યું છે, તેવી રીતે વચન વ્યવહાર માટે ભાષાવર્ગણાના પગલે ગ્રહણ કરીને વચનગ બનાવ્યું છે. આ મન-વચન કાયારૂપ દેહમાં આત્મા રહે છે અને તે ત્રણના માધ્યમથી પ્રવૃત્તિ કરે છે, ક્રિયા કરે છે, તે પ્રવૃત્તિ કે ક્રિયા શુભ અથવા અશુભ હોય છે.
જીવન શરીર ભલે નાનું મોટું હોય, અથવા ભલે એ ત્રણ માધ્ય. મમાં પણ અ૫ાધિકતા હોય, જેમકે એકેન્દ્રિય જીવને ફક્ત કાયાનું માધ્યમ હોય છે. બે ત્રણ તથા ચાર ઇંદ્રિયવાળા જીવન કાય તથા વચનનું માધ્યમ હોય છે, પંચેન્દ્રિય દેવ, મનુષ્ય તિર્યંચ,નારકી, પશુ પક્ષી વગેરે અને કાય, વચન તથા મન ત્રણે માધ્યમ મળ્યા છે. શરીરના દ્વાર સમાન પાંચે ઇંદ્રિયે છે. મન અતીન્દ્રિય છે. પાંચ ઈંદ્રિયો – (૧) પશેન્દ્રિય (ચામડી) (૨) રસનેન્દ્રિય (જીભ (૩) ધ્રાણેન્દ્રિય (નાક) (૪) ચક્ષુ (ઈદ્રિય) આંખ (૫) શ્રવણેન્દ્રિય (કાન) સર્વ સંસારી અને આ પાંચ ઇન્દ્રિય હાય જ તેવું નથી. દરેકને પિતાના કર્માનુસાર અપાધિક ઈદ્રિયે મળે છે. ભિન્ન ભિન્ન જાતિના જીવોને તે તે સંખ્યા પ્રમાણે ઈદ્રિયો હોય છે.
(૧) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ આ સવને ફક્ત એકજ પશેન્દ્રિય જ હોય છે. મન અને વચન રોગ હોતા નથી, કે અન્ય દિયે પણ હતી નથી તે એકેન્દ્રિય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨) અળસીયા, જળ, કૃમી, જંતુ, શંખ વગેરેને સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય એમ બે ઈદ્રિય હોય છે. તે વચન અને કાયા છે, મન હેતું નથી. સંજ્ઞા વડે તેઓ પોતાને જીવન વ્યવહાર કરે છે, આ જી બે ઈદ્રિય કહેવાય છે.
(૩) કીડી, માં કડુ, ઈયળ, ધનેરા, મંકેડા, જૂ વગેરે જી ત્રણ ઇંદ્રિોવાળા છે. તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય ધ્રાણેન્દ્રિય છે. આ જીવને કાય તથા વચનગ છે, મન નથી આ છે તે ઈદ્રિય કહેવાય છે.
(૪) માખી, મચ્છર ભમરા વગેરે ચાર ઈદ્રિયવાળા જીવે છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, છ પ્રાણેન્દ્રિય ચક્ષુઈન્દ્રિય આ જીવને કાય અને વચન યોગ હોય છે. પણ મન નથી તેમને જીવનવ્યવહાર સંજ્ઞાબળ વડે ચાલે છે.
(૫) દેવ, માનવ, તિર્યંચ, નારક આ સર્વે પાંચ ઈદ્રિવાળા જીવે છે. જેમને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુઈ દ્રિય તથા શ્રવણેન્દ્રિય હોય છે. તેમાં સંજ્ઞી જ મનવાળા છે અને સંમમિાદિ જો મન વગરના છે.
સમસ્ત વિશ્વની જીવસૃષ્ટિનું વિભાગીકરણ આ પાંચ પ્રકારમાં સમાવેશ પામે છે. આ પાંચ ઈન્દ્રિય સિવાય છઠ્ઠી ઈદ્રિયવાળા જીવ - જગતમાં નથી. મન અતીન્દ્રિય હોવા છતાં તે જ પંચેન્દ્રિય કહેવાય છે. આ ચિત્રમાં પાંચે ઈદ્રિયો તથા તેના પ્રતિક વિષય દર્શાવ્યા છે
સ્થાન ચામડી
ઈદ્રિય : (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય * (૪) ચક્ષુદ્રિય (૫) શ્રવણેન્દ્રિય કુલ ૫
જીભ નાક આંખ કાન
વિષય સંખ્યા શીતઉષ્ણાદિ ૮ પ્રકાર ખાટો-મધુર ૫ ” સુગંધ-દુગધ ૨ ” લાલપીળો ૫ ” દવનિ
1. ૨૩ વિષય
છે દ
Page #27
--------------------------------------------------------------------------
________________
-चमडी
છે ઉ૫ય
રસનેન્દ્રિય
ના
)
B
'WS
KOVO
GONOROCOSMOA
D
घाणेन्द्रिय चक्षुरिन्द्रिय
श्रोत्रेन्द्रिय
morocco
છે
wiuLIMITI
શOR
આ પ્રકારે પાંચ ઈદ્રિના ૨૩ વિષય છે. જે જીવને જેટલી ઈદ્રિય મળે છે તે જીવ તે તે ઈદ્રિને ભકતા કહેવાય છે. વિષયાસકત જીવન જે જે ઈદ્રિય મળે તેમાં લુબ્ધ થઈ દુઃખ ભેગવે છે અને વિષયની જાળમાં ફસાય છે. એક બે ઈદ્રિયવાળાની આ દશા છે તે પછી પાંચ , ઈદ્રિયોના કતાની શી દશા થશે ?
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
પંચ પ્રબલ વતે નિત્ય જાકે, તાકે કહા જવું કહી એરે” ચિદાનંદ યોગી કહે છે કે હે જીવ તે એક ઇંદ્રિયની વશાતામાં ઘણું દુઃખ ભોગવ્યું છે, તે પછી આ પાંચે ઇંદ્રિોની વિષય લેલુપતામાં તારી કેવી બૂરી દશા થશે ?
“વિષય વાસના ત્યાગે, ચેતન સાચે માગે લાગો રે”
અજ્ઞાનદશામાં જીવ ભોક્તા બને છે. શરીર ઇંદિયાદિ તે જડ સાધન માત્ર છે. ઈંદ્રિયેના તેવીસ વિષય પણ જડ છે. એ જડના બનેલા પદાર્થો પગલિક–જડ છે. નાશવંત અને ક્ષણિક છે ચેતન તે શાશ્વત છે, તે એવા નાશવંત પદાર્થોમાં આસક્ત થઈ પિતાનું પતન કેમ કરે છે ? જીવોની શુભાશુભ-પ્રવૃત્તિ
સંસારમાં જીવમાત્ર પ્રવૃત્તિશીલ–સક્રિય છે. સર્વથા પ્રવૃત્તિ રાહત નિવૃત્તિ, નિષ્ક્રિય એક માત્ર મુકત્તાત્મા છે. સંસારી જીવ કોઈ પણ શરીરમાં રહીને પ્રવૃત્તિ કરે છે. તેમાં સહાયક મન, વચન, કાયા અને આ પાંચ ઇંદ્રિવે છે તે દરેકને પિતાનું અલગ અલગ ક્ષેત્ર છે. ૧. મન–નું કાર્યક્ષેત્ર માત્ર વિચાર કર. ૨. વચન–નું કાર્યક્ષેત્ર વાણી વ્યવહાર કરે. ૩. કાયાનું કાર્યક્ષેત્ર આવવું જવું આહારાદિ પ્રવૃત્તિ ઈદ્રિયોનું કાર્યક્ષેત્ર દરેક વર્ણ, ગંધ, ૨સ સ્પર્શદિને ચગ્ય પદાર્થોના વિષ આત્માને અનુભવ કરવા સહાય કરવી.
પ્રવૃત્તિ
મન
વચન
કાચા
શુભ
અશુભ
શુભ
અશુભ
શરીર
ઈદ્રિ
શુભ અશુભ અશુભ શુભ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
આ પ્રકારે મન વચન કાયાની શુભ-અશુભ બે પ્રકારની પ્રવૃત્તિ હોય છે. એને અર્થ એ નથી પાપ પ્રવૃત્તિ સ્વયં થઈ જાય છે જેમકે તલવાર સ્વયં કોઈ પ્રવૃત્તિ કરતી નથી તલવાર ચલાવવાવાળે તે ક્રિયાને કર્તા છે. એ પ્રમાણે મન વચન કાયાના તંગને સંચાલક-કર્તા આત્મા જ છે. આ સર્વ સાધન જડ છે, પ્રવૃત્તિમાં માધ્યમ છે પરંતુ તેનું નિયંત્રણ કે આમંત્રણ તે આત્માને સ્વાધીન છે. આત્માના વિક૯પથી આ સર્વ મનાદિ સાધન પ્રવૃત્તિશીલ હોય છે. જે આતમાને વિક૯૫ તે બંધ થાય છે ચંદનાદિ શુદ્ધ દ્રવ્યની સુગંધ મધુર લાગે છે અને મળમૂત્રાદિ વિષ્કારૂપ અશુદ્ધ પદાર્થો દુર્ગધ આપે છે તેમ આત્માના શુભ પરિણામથી શુભ પ્રકૃતિ બંધાય છે અને અશુભ પર ણામથી અશુભપ્રકૃતિને બંધ થાય છે.
આમા રાગદ્વેષાધીન અશુભ અધ્યવસાયને આધિન હશે તે મન વચન કાયાની પ્રવૃત્તિ અશુભ થાય છે, અને જે આત્માના અધ્યવસાય શુભ હશે તે મનાદિની પ્રવૃત્તિ શુભ હશે. અશુભ પ્રવૃત્તિથી પાછા વળવું તે પ્રતિક્રમણ છે, પ્રતિક્રમણ ના સૂત્રમાં આવે છે કે
સશ્વ સ્સવી દેવસિય ચિંતિએ દિવસ દરમ્યાન મનમાં જે કંઈ અશુભ ચિતવ્યું હોય દુભાસિએ વચનગથી દુર ભાષાપ્રયોગ કર્યો હોય દગ્નિટ્રિઅ-કાયાથી અશુભ પ્રવૃત્તિ કે ચેષ્ટા કરી હોય
મિચ્છામિ દુક્કડં–તે સર્વ અશુભ ક્રિયાની ક્ષમા હે એ દુષ્કૃત મિથ્યા થાઓ
મન-વચન-કાયા, ઈદ્રિયે જડ છે. આત્મા ચેતન દ્રા છે. તલવારને ઉપરોગ જેમ સારો બેટો થઈ શકે છે તેમ ચેતનના સંસાર વડે મનાદિ સર્વ સાધનને ઉપયોગ સારે ખાટો થઈ શકે છે
મન તે એ જ છે, પણ તેના વડે સારું ચિંતન થઈ શકે છે અને ચિંતા પણ થઈ શકે છે ચગી ગસાધનમાં મનને ઉપગ કરીને જન્મ મરણથી મુક્ત બને છે. ભેગી મનને દુરઉપયોગ કરીને અધે ગતિ પામે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯
મન : એવ મનુષ્યાણું કારણ બંધ મેક્ષ :
ક્ષણેન સપ્તમી યાતિ છવ તંદુલમસયવતું મનની ગતિ કેવી વિચિત્ર છે તેનું દૃષ્ટાંત
મહાનગરીને રાજા પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાના રાજમહેલના ઝરૂખામાં બેઠે બેઠે સૂર્યાસ્ત સમયે આકાશને નિહાળી રહ્યો હતો. સંધ્યાના વાદળના રંગ ચિત્રવિચિત્ર પણ બદલાતા હતા. એક પળમાં સોનેરી આકાશ ઘનઘોર કાળા વાદળોથી કાળું દેખાવા લાગ્યું. રાજા વાદળોની આ નશ્વર લીલા જોઈ વિચારવા લાગ્યો કે જીવન પણ આવું ક્ષણ ભંગુર છે. રાજાનું ચિંતન વૈરાગ્યમાં પરિણમ્યું પુત્રને રાજ્યાભિષેકકરી. પ્રધાનમંત્રીઓને કારભાર સોંપી રાજાએ સંસારને ત્યાગ કરીને સંયમ ધારણ કર્યો. ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી સ્મશાનમાં દયાનની આરાધના માટે ચાલી નીકળ્યા. સૂર્યની આતાપના લઈ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન થયા. સૂર્ય સામે દૃષ્ટિ રાખી, બે હાથ ઉંચા, કરી, એક પગ ઉપર ઉભા રહ્યા.
એ સમયે મગધનો રાજા શ્રેણિક પિતાના સૈન્ય સાથે પ્રભુના દર્શનાર્થે નીકળ્યો હતે. સૈન્યમાં સુમુખ અને દુર્મુખ નામના બે મંત્રીએએ પ્રસન્નચંદ્ર મુનિના જોયા સુમુખે મુનિની પ્રશંસા કરી કે ધન્ય છે આ રાજર્ષિને જેમણે સંસાર સુખને ત્યાગ કરી કઠિન ચારિત્ર અંગિકાર કર્યું. આ સાંભળી દુર્મુખ પિતાની પ્રકૃતિ અનુસાર આલેચના કરવા લાગ્યું. કે આ કંઈ સાધુધર્મ છે? પિતાના નાના પુત્રને રાજગાદી સંપીને ચાલી નીકળ્યા. નાનું બાળક રાજ્ય કેવી રીતે સંભાળે ? શત્રુ સૈન્ય રાજ્યને કબજે લઈને પુત્રને રાજગાદી પરથી દૂર કર્યો.
યાનમગ્ન મુનિ હજી શુલ ધ્યાનને પામ્યા હતા. આ શબ્દનું શ્રવણ કરી મન વિકલ્પમાં પડી ગયું. શરીર તે ધ્યાન ક્રિયામાં લાગેલ હતું. પરંતુ તે માનસિક યુદ્ધ કરવા લાગ્યા. ચિંતનમાં પરિણામ તીવ્ર થયા તે મનથી યુદ્ધમાં તીર ફેકવા લાગ્યા અને જાણે યુદ્ધ મેદાનમાં કેટલાયે શત્રુનું નિકંદન કાઢવા લાગ્યા. પરંતુ શત્રુ રન્ય વિશાળ હતું. રાજર્ષિ પાસે તીર ખૂટી ગયા શાસ્ત્ર સાધન ખલાશ થઈ ગયા. હવે શું કરવું? રાજાએ માનસિક યુદ્ધમાં જોયું કે શત્રુસેના તેમને પકડી લેશે. આથી શસ્રરહિત રાજાએ સ્વ-રક્ષણ માટે માથા પર
Page #31
--------------------------------------------------------------------------
________________
*
Sr.
=
=
-
-
-
-
1
-
ન
કરી.
-
-
-
તા
:
નિવૃત
રહેલે મુગટ ઉતારી ફેંકવા ચિતવ્યું અને મુગટ લેવા તેમણે વેગથી હાથ ઊંચે કર્યો પણ આ શું? મુગટ કેવો અને યુદ્ધ કેવું?
આ બાજ શ્રેણિક રાજ સમવસરણમાં પ્રભુની પાસે પહોંચ્યાં વંદના કરી વિવેક સહ આશ્ચર્ય સાથે પ્રભુને પૂછ્યું. પ્રભુ ! આવી ઉત્તમ અને કઠિન તપશ્ચર્યા તથા કાર્યોત્સર્ગમાં સ્થિત પ્રસનચંદ્ર મુનિ જો આ સમયે આયુષ્યને બંધ કરે તે કઈ ગતિને પામે?
Page #32
--------------------------------------------------------------------------
________________
| સર્વજ્ઞ કૃપાસાગર પ્રભુ મહાવીરે પ્રત્યુત્તર આપ્યો હે શ્રેણિક! આ ક્ષણે આયુષ્યને બંધ પડે તે તે સાતમી નરકે જાય.
આ ઉત્તર સાંભળીને શ્રેણિક રાજા તો સ્તબ્ધ થઈ ગયે પ્રભુ! આપ શું કહે છે? આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
આ બાજુ મુનિએ સ્વરક્ષણ માટે જે હાથ મસ્તક પ્રત્યે વાળે ત્યાં તે ખ્યાલ આવ્યો કે અરે ! મુગટ કે? લેચ સહિત મસ્તકને સ્પર્શ કરીને તરત જ પિતાની સાધુતાનું મરણ થયું અરે! હું તે સાધુ છું. મેં કેવું માનસિક ઘેર ચુદ્ધ આદર્યું. અરે રે! મેં કે વૈચારિક ઘોર હિંસા કરી! કેટલાક તીર ફેંકયા? આમ અતિશય પસ્તા કરીને આત્મ નિ દા કરીને મનવૃત્તિને પાછી વાળીને
મુનિ મનને સ્થિર કરી સાવધાની પૂર્વક દયાનની ધારામાં આરૂઢ થયા. - અતિ પસ્તાવો કરી મનમાં અનેક પ્રકારે ક્ષમાપના કરી મનને શુદ્ધવૃત્તિ પર લાવી દીધું.
આ બાજુ શ્રેણિક પ્રભુને પ્રવ્યુત્તર આશ્ચર્ય પણે વિચારવા લાગ્યા કે પ્રભુએ એમ કહ્યું કે આ ક્ષણે, અને ક્ષણ તો બદલાઈ ગઈ માટે પુનઃ પ્રશ્ન કરે. હું એમ વિચારી લેતો પ્રભુને પુનઃ પ્રશ્ન કર્યો હે કરુણાસાગર ! આપે મુનિને માટે ઉત્તર આખ્યા હતા તે ક્ષણ બદલાઈ ગઈ તે હવે જે પ્રસન્નચંદ્ર મુનિ આ ક્ષણે-કાળ ધર્મ પામે તો કયાં જાય ?
પ્રભુએ કહ્યું કે હે શ્રેણિક! સાંભળ દેવ દુંદુભિનો અવાજ આવી રહ્યો છે. મુનિ પ્રસન્નચંદ્ર અત્યંત દઢ ભાવે પ્રાયશ્ચિત કરી ધ્યાનાગ્નિ દ્વારા કર્મોનો નાશ કરી, અર્થાત ચાર ઘાતકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા છે. જે જીવ સાતમી નરક પામે તેવા કર્મ બંધને માગે ચઢ હતો તે જ જીવ ગણત્રીની ક્ષણોમાં ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. આ સર્વ નાટક મનનું છે. તેથી કહ્યું કે મન કર્મ બંધનું કારણ થઈ શકે છે અને મેક્ષ પ્રાપ્તિનું પણ કારણ થઈ શકે છે. - “મનની જીતે જીતવું રે, મનની હારે હાર,
મન લઈ જાવે મેક્ષમાં રે મન હી જ નરક મેઝાર ”
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
મનને જીતવાથી જીત થાય છે. મનને વશ થવાથી હાર થાય છે, મન મેક્ષમાં લઈ જવાનું નિમિત્ત બને છે અને નરકમાં લઈ જવાનું નિમિત્ત બને છે, તંદુલમસ્યનું દૃષ્ટાંત-તંદુલ-તાંદુલ–ચોખા.
ચેખાના દાણા જેવા નાના આકારવાળે સમનરક મસ્ય સમુદ્રમાં મગરમચ્છની આંખની પાંપણના એક ખૂણામાં રહે છે. મગર જ્યારે મો ખેલીને માછલીઓને આહાર કરે છે ત્યારે . પાણીના પ્રવાહમાં ઘણી માછલીઓ તેના મમાં જાય છે, પરંતુ જ્યારે તે પાછું પાછું નીકળે છે ત્યારે તેની સાથે નાની નાની ઘણી માછલીઓ બહાર નીકળી જાય છે. પેલે મત્સ્ય પાંપણુમાં બેઠે બેઠે આ દશ્ય જુએ છે એ છે તો ચેખાના દાણા જે નાને, એક માછલી પણ ખાઈ શકે તેમ નથી પણ મન છે ને એટલે વિચારે છે કે આ મગર કે મૂર્ખ છે ? એને એટલુંયે ભાન નથી કે કેટલીયે માછલીઓ બહાર ભાગી જાય છે. જો હું તેના સ્થાને હેત તે એક માછલીને ભાગવા ન દઉં.
સજજને વિચાર કરવા જેવું છે. એક પણ માછલી ખાવાને અશકત એવું આ જંતુ કે હિંસક વિચાર કરે છે; પરિણામે કર્મ બંધ કરે છે. જ્ઞાનીજને જાણી શકે છે કે એ જીવ પંચેન્દ્રિય જીવને ખાવા માગતી કલપનાથી ઘેર હિંસા કરીને સાતમી નરકનું દુઃખ. પામશે કેવળ માનસિક પરિણામનું ફળ ભોગવશે.
આપણું મન પણ સતત્ વિચારધારામાં રોકાયેલું હોય છે. આપણે મનમાં કેટલીયે કલ્પના કરીએ છીએ. જે હું પ્રધાનમંત્રી હાઉં તો આમ કરું વ્યાપારી પુત્ર પિતાને કહેતો હોય કે જે તમારી જગાએ હું હોઉં તે આ ધંધે કરુ. કેઈ વ્યકિત લેટરીની ટીકીટ ખરીદીને વિચારે છે કે જે મારી લેટરી લાગશે તે હું લખપતિ થઈશ પછી તે આમ કરીશ અને તેમ કરીશ. આમ શેખચલ્લીની જેમ, હવાઈ તરંગ ઉત્પન્ન કરે છે. પરંતુ તેના હાથમાં કંઈ આવતું નથી છતાં જીવ માનસિક આનંદ લે છે. પણ અજ્ઞાની જીવને ખબર નથી કે તે માનસિક ચિંતન વડે કેવા કર્મો બાંધે છે ? કર્મબંધનમાં મન. ઘણું પ્રબળ નિમિત્ત છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
33
ભાગ્યશાળીએ ! આવા મનથી હારીને કેક ટાળીને કઈ કાર્ય સિદ્ધ થશે નહિ. મન શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. એ એક જડ પદાર્થો છે. જડ પદાર્થના ઉપયાગ કયાં અને કેમ કરવા તે આત્માને સ્વાધીન છે, જે જીવ વિચારવાન, ચિંતક કે ચેાગી છે તે મનને ધ્યાન, ચિંતનની પ્રક્રિયામાં લગાવશે. જે જીવ અજ્ઞાની, મૂઢ કે માહુગ્રસ્ત છે તે! તે મનને આ ધ્યાનાદિમાં લગાવશે. મન તા એ જ છે તે ચિંતન કરી શકે છે અને ચિંતા પણ કરી શકે છે, શું કરવું તે આત્માને આધીન છે.
મન-વચન-કાયા સ્વરૂપે ત્રણ સાધન આત્માને મળ્યા છે. તે દ્વારા શુભ-અશુભ પ્રવૃત્તિ થઈ શકે છે. આપણે એ દૃષ્ટાંતા દ્વારા મનની પ્રવૃત્તિનુ' પરિણામ જોયું' કે મન સાતમી નરકનુ સાધન ખની શકે છે, જ્ઞાન ઉપચેગમય વ તુ મન મુક્તિનું સાધન બની શકે છે. હવે આપણે વચન ચાંગની વિચારણા કરીશું. વચનયોગ દ્વારા ભાષાકીય વાણીવ્યવહાર થાય છે, શબ્દના એ પ્રત્યેાગ મુખ્ય છે, મધુર અને કડવા પ્રેમ અને આદરપૂર્વક મધુર ભાષા પ્રત્યેાગ કરી અથવા અપશબ્દો કે અનાદર યુક્ત દુષ્ટ ભાષા પ્રયાગ કરી, તેને માટે સૌ સ્વાધીન છે. શુભ અને અશુભ ભાષા પ્રયાગની કે ક્ષેત્રમાં ભાગીદારી છે.
કાચ ચાગ દ્વારા દેહની પ્રવૃત્તિઓ થાય છે. ખાવું-પીવુ', આવવુ જવું, બેસવુ...–ઉઠવું, વિગેરે સેંકડો પ્રવૃત્તિ આ દેહના સાધન દ્વારા થાય છે. આ પ્રવૃત્તિએ શુભ કે અશુભ હૈાય છે. મુખ્યત્વે સ સારી જીવની પ્રવૃત્તિઓ અશુભ હાય છે અને અંશતઃ શુભ હેાય છે. એ પ્રમાણે ઇંદ્રિયજન્ય વ્યવહાર પણ શુભ કે અશુભ હાય છે, જેમ કે આંખ દ્વારા કોઈને ભવ ઉપજાવી શકાય છે, ક્રોધાવેશમાં આંખ લાલ અને વક્ર અને છે. એ જ આંખમાં જો અમી-પ્રેમ હાય તા અન્ય ને સુખ ઉપજાવી શકે છે અને એ પૌદગલિક જડ ઈંદ્રિયને દુષ્ટપણે કેળવવામાં આવે તે અગ્નિજવાળાની જેમ વસ્તુને ખાળી શકે છે. પણ એ શક્તિ વિનાશક છે દુઃખ કર્તા છે.
આ પ્રમાણે પાંચે ઈદ્રિયાના શુભ અને અશુભ વ્યવહાર થઈ શકે છે, આંખની વિકારી અને અવિકારીખને અવસ્થા હોય છે. આપણે કેવી અવસ્થા રાખવી
3
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
અખિયનમેં અવિકારા જિષ્ણુદ તેરી
અખિયનમેં અવિકારે હે પ્રભુ ! તમારી આંખ તે સદા સર્વત્ર અવિકારી છે અને અમારી આંખમાં તે વિકાર ભરેલે છે.
શુભાશુભ પ્રવૃત્તિઓ
સમરત સંસારમાં ચાલતી અસીમ પ્રવૃત્તિઓનું વિભાજન શુભ અશુભ બંને પ્રકારે કરી શકાય. દેવ માનવ તિર્યંચ નારક અથાત્ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સમસ્ત જીવોની મન-વચનકાયાની શુભાશુભ પ્રવૃત્તિઓનું વિભાજન કરીએ તે કંઈક ખ્યાલ આવશે કે કઈ પ્રવૃત્તિઓ શુભ છે અને કંઈ પ્રવૃત્તિઓ અશુભ છે.
શુભ પ્રવૃત્તિઓ અ–પાત્રાદિ આપવા અન્નપાણી આપવા. ક્ષુધાતુરને અનાદિ આપવા. કેઈનું રક્ષણ કરવું. શત્રુ પર ક્ષમા ધરવી. સત્ય બોલવું. ચોરી ન કરવી. બ્રહ્મચર્ય પાળવું, દુરાચાર–વ્યભિચાર ન કરવા. પરમાત્માની ભક્તિ કરવી. સાધુ સંતોની સેવા કરવી. દીન દુઃખીને સહાય કરવી. રેગી ગ્લાનિની સેવા કરવી. સામાચિક પૌષધ કરવા. સ્વાધ્યાય ધ્યાન કરવા. નમ્રતા અને સરળતા રાખવી. ન્યાય-નીતિનું પાલન કરવું. વડીલોને આદર સત્કાર કર.
અશુભ પ્રવૃત્તિઓ વસ્ત્ર–પાત્ર છીનવી લેવા અન–પાશું છીનવી લેવા ક્ષુધાતુરને કાઢી મૂક, કેઈનું ભક્ષણ કરવું મિત્રને શત્રુ માન અસત્ય બોલવું ચોરી કરવી. વિષય ભેગાસક્ત રહેવું દુરાચાર–વ્યભિચાર કરવા દર્શન-પૂજા ન કરવી. સાધુ સતેની કદર્થના કરવી, દીન દુઃખીને પીડા આપવી. રોગી ગ્લાનિ પ્રત્યે જુગુપ્સા કરવી.
અવિરતિમાં રહેવું ગપ્પા ગઠિ કરવી. અભિમાન-માયા રાખવી. અન્યાય અનીતિ આચરવા. વડીલોને અનાદર કર.
Page #36
--------------------------------------------------------------------------
________________
છળકપટ વિશ્વાસઘાત ન કરવા. કાઈની નિંદા ન કરવી. સ્વ પ્રશંસા ન કરવી. કેાઈને મારવા નિહ. પરાપકારાદિ કરવા.
હિત–મિત અને પ્રિય ભાષા એલવી. વ્યસન મુક્ત રહેવું અભક્ષ્યનું ભક્ષણ ન કરવુ
૩૫
છળ કપટાઢિ કરવા. નિંદા-કુથલી કરવી. કેવળ પેાતાની માટાઈ કહેવી.
હિંસાદિ કરવી.
અપકાર કરવા.
કટુ વચન બેલવા. વ્યસનનુ સેવન કરવું. અભક્ષ્ય પદાર્થાં ખાવા.
આ પ્રકારે જીવ માત્ર સંજ્ઞાને આધારે કે મનને આધારે સેંકડે પ્રકારની શુભાશુભ પ્રવૃત્તિએ કર્યાં કરે છે તેની યાદી તા ઘણી વિસ્તૃત થઈ શકે. અહીં કેવળ ઉદાહરણાથે કેટલાક પ્રકાર જણાવ્યા છે. સમસ્ત વિશ્વમાં જીવા અનંત છે, તે દરેકની પ્રવૃત્તિએ અનત છે. જેના હિસાબ આંકડાકીય શાસ્ત્રમાં જણાવી શકાય તેમ નથી.
♦
આ સવાઁ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કાયિક છે, તે ઉપરાંત વચનની પ્રવૃત્તિએ થાય છે. અને માનસિક સારા ખોટા વિચારાની પ્રવૃત્તિઓ તેા અમર્યાદિત છે, તેના કેઈ અંત નથી. અનંત જીવા અને પ્રત્યેક જીવાના વિકલ્પ સંજ્ઞા અને વિચાર અણુત થઈ જાય. આ સવ પ્રવૃત્તિએનું મૂલ્યાંકન કરવામાં આવે તે અશુભ પ્રવૃત્તિઓનુ પ્રમાણ્ વિશેષ જણાશે. ભૂતકાળમાં પણ આ જ માપદંડ હતા. વર્તમાનમાં પણ એ જ માપદંડ છે અને ભવિષ્યમાં લાખા વર્ષો પછી પણ માપદંડ આ જ રહેવાના છે. અશુભ પ્રવૃત્તિએ કરવાવાળા જીવાની સખ્યા આધિક રહેવાની છે. કારણકે જીવનના સાત્વિક કે તાત્ત્વિક વિચાર કરી શકે તેવુ સ્થાન મનુષ્યનુ છે તેની સંખ્યા અલ્પ અને તેમાં પણ શુભ વૃત્તિવાળા મનુષ્યની સખ્યા અત્યંત અલ્પ છે.
ધર્માધમ પુણ્ય-પાપ
મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓને અગાઉ આપણને ખ્યાલ આવી ગયા છે. હવે શુભાશુભને સ્થાને શાસ્ર પરિભાષામાં પ્રયાગ કરવાના છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
મન-વચન-કાયાની
પ્રવૃત્તિ
શુભ પ્રવૃત્તિ
ધમ પુણ્ય
અશુભ પ્રવૃત્તિ
અધર્મ ૫૫
શબ્દ રચનાને સમજવા પ્રયત્ન કરશે. આ શબ્દો પર્યાયવાચી સમાન અર્થવાળા છે. મન વચન કાયા ઈદ્રિાની શુભ સમ્યગૂ પ્રવૃત્તિ
ને ધર્મ કહે છે. તેના વડે પુણ્યગ થતો હોવાથી તેને પુય. કહેવામાં આવે છે. એ સર્વ પ્રવૃત્તિઓ ધર્મમય હોય તે શુભ હોય છે.
મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિઓને અધર્મ કહેવામાં આવે છે. શાસ્ત્રીયભાષામાં તેને પાપ કહે છે. કોઈવાર છાપામાં દેશ વિદેશનાં સમાચાર જાણવા મળે છે કે પુત્રે પિતાનું ખૂન કર્યું. પતિએ પત્નીને બાળી મૂકી. પત્ની કેઈ અન્ય પરપુરૂષ સાથે ભાગી ગઈ પિતાએ પોતાની પુત્રી પર બળાત્કાર કચે. આવા અનેક પ્રકારની સમાચાર વાંચવા કે સાંભળવામાં આવે છે. તેને આપણે એક મતે અશુભ પ્રવૃત્તિઓ કહીશું. શાસ્ત્ર પરિભાષામાં તેને અધર્મ અથવા પાપ કહેવામાં આવે છે.
દુનિયામાં પાપ (અધર્મ) જેવું કંઈ છે જ નહિ તે આપણે કેવી રીતે કહી શકાય? દુષ્ટ પ્રવૃત્તિઓ જોઈને પાપને આપણે સ્વીકાર કરીએ છીએ તો પછી શુભ પ્રવૃત્તિ જે દયાદાનાદિ છે તેને પુછ્યું કે ધર્મના રૂપમાં સ્વીકારવું પડશે. અર્થાત્ પુણ્ય-પાપ, ધર્મ અધર્મ જેવા તનું અસ્તિત્વ છે. પુણ્ય-પાપ. ૧ કિયાએ કર્મ ૨ પરિણામે બંધ કર્મ સિદ્ધાંતના શાસ્ત્રોમાં આવાં સિદ્ધાંત છે.
મન-વચન-કાયાની શુભાશુભ જે પ્રકારની ક્રિયા હોય છે તે પ્રકારે કામ લાગે છે. ક્રિયાના આધાર પર કામ આવે છે. પણ તેને દઢ બંધ જીવના પરિણામ અધ્યવસાય પર આધારિત છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
ઉદાહરણાથે-એક સજ્જન ડોકટર કેાઈ રાગી ઉપર શસ્ત્રક્રિયા કરવા છરી પેટ ઉપર ચલાવે છે. રાગીને લેાહી નીકળે છે. બીજી બાજુ એક ખુની કોઈ વ્યક્તિનું ખૂન કરવા છરી પેટમાં મારે છે, તેને પણ લાહી નીકળે છે. બાહ્યપણે જોતાં (ક્રયા સમાન છે. છતાં આપણે ડાકટરને ખૂની હી નહિ શકીએ અને ખૂનીને નિર્દોષ કહી નહિ શકીએ, કારણ કે 'નેના માનિસક પશ્મિનમાં ભિન્નતા છે. એકના મનમાં રેગીને મચાવવાની ભાવના છે. બીજાના મનમાં વ્યક્તિને મારવાની દૃષ્ટ માવૃત્તિ છે. તેથી કર્મોના સમધ અંશતઃ ક્રિયા પર હાવા છતાં વિશેષ પણે તે મનના પરિણામ પર આધારિત છે. તેથી કહે છે કે.
પરિણામે અધ :
કમ ગ્રંથના રચિયતા દેવેન્દ્રસૂરિજીએ નિરૂપણ કર્યુ છે કેકિઈ જીએણ હેતુ' જે તા ભન્નએ કમ્સ,
જીવ દ્વારા હેતુપૂર્વક જે ક્રિયા કરવામાં આવે છે તે ક કહેવાય છે.
સરળપણે સમજાય તેવી આ વ્યાખ્યા છે, ક્યાં છે સ્વયં જીવાત્મા કે જે ક્રિયા કરવા પ્રેરાય છે, ક્યાંના કમ કરવાના આશય શું છે? તેના પરિણામ કેવા છે ? તેના આધાર પર તેને કમ` ખંધ થાય છે. કમ લાગે છે. તે તેનુ કમ કહેવાય છે.
શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થ સૂત્રમાં આ જાચ-વાડ'મનઃ મેચોનઃ ।।
કાયા-વચન-મનની ક્રિયાથી કમ યાગ છે,
ચૈાગ શબ્દના ઘણા અર્થ છે. અત્રે ચેાગ શબ્દને અર્થ આત્મ શક્તિના અર્થમાં અભિપ્રેત છે. જે પ્રકારે નદી આદિમાં રહેલા પાણીને નહેર કે વેળા દ્વારા ઉપયોગ થઈ શકે છે, તે પ્રકારે આત્મામાં રહેલી શક્તિના ઉપયેગ મન~વચન~અને કાયા દ્વારા અર્થાત્ અવલ બન દ્વારા થાય છે. જો કે આત્મામાં રહેલી તિરૂપે જળ પ્રવાહની જેમ એક જ છે છતાં પણ તેના ઉપયેગ કરવામાં મનાદિ ત્રણ સાધના અવલ અનરૂપ છે. તેથી એ ચેગ પણ ત્રણ પ્રકારના હોય છે.
વાત દર્શાવી છે કે,
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮
૧. કાયાના અવલ મનથી થતી આત્મિક શકિતને ઉપયેગ કાયયેાગ કહેવાય છે. ૨, વચનના અવલખનથી થતે આત્મ શિકિતરા ઉપયાગ વચનચેાગ કહેવાય છે. 3, મનના અવલ મનથી થતા આત્મશકિતને ઉપયોગ મનેયાગ કહેવાય છે.
કાયયેાગના છ પ્રકાર, વચનચે!ગના ૪ પ્રકાર અને મનાયેાગના ૪ પ્રકાર છે. કુલ ૧૫ ભેદ થાય છે. આ પંદર ભેદને ઉપયાગ કહેવામાં આવે છે. આત્મવીય-વીાંતરાય કમના ક્ષયાપશમ અને પુગલના અવલંબનના મૂળ ત્રણ પ્રકારાના પ્રવર્તમાન ચેાગ જ પંદર પ્રકારના ઉપયાગ હૈાય છે. કાયયેાગ દ્વારા પ્રવૃત્તિ, વચનયાગ દ્વારા ભાષાકીય વ્યવહાર અને માયાગ દ્વારા વિચારવું.
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणइ सोच्चा, जं' सेयं तं समायरे ॥
શ્રી દશવૈકાલિક નામના પવિત્ર જિનાગમમાં શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે કે-કલ્યાણને શ્રેયસ્કારી માગ પણ સારી રીતે જાણી લેવા જોઈએ અને ત્રીજી તરફ પાપના પરિણામની આળખ પણ સારી રીતે કરી લેવી જેવી જોઈએ. આ રીતે બન્ને પ્રકાશને સારી રીતે જાણી લીધા પછી, ખૂબ વિચાર કરીને બન્નેમાંથી જે કલ્યાણકારી—શ્રેયસ્કર હાય તે માગ નું અનુસરણ કરવું જોઇએ. તે માગે ચાલવુ જોઈએ.
આ શ્લાકમાં પ્રભુ પાપના રસ્તે પણ જાણી લેવાની વાત કરે છે. અર્થાત્ પાપાને પણ એળખવાની વાત કરે છે, શુ' પાપે ને અથવા પાપાના સ્વરૂપને જાણવા જેવું છે? હા. જાણ્યા—જોયા વગર એ માને તજવે! કે આચરવા એની સમજણ કેવી રીતે પડશે ? માટે જેને છેડવુ છે એને પણ જાણવું પડશે અને જેને આચરવુ છે એને પણ જાણવુ જ પડશે. જોયા-જાણ્યા વિના છેડવા-આચરવામાં ન્યાય નહી થઈ શકે.
પાપે!નું સ્વરૂપ જાણ્યા વગર આપને ખ્યાલ કેવી રીતે આવશે કે આ પાપના માર્ગ છે અને આ પાપાને જો આચરવામાં આવશે તે
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૯
તેના માઠા પરિણામ આવશે અને પાપની સજા બહુ ભારે–ભયંકર ભેગવવી પડશે. બીજી તરફ પુણ્યને કલ્યાણકારી–શ્રેયકર માર્ગ પણ જાણ્યા અને જોયા પછી એના પરિણામને ખ્યાલ આવશે કે એનું પરિણામ કેવું છે? માટે બુદ્ધિમાને બન્નેનું સ્વરૂપ સારી રીતે જાણીને પછી હિતકારી ગ્યનું આચરણ કરવું એ જ લાભદાયી છે. ચરિત્ર ગ્રન્થમાં પાનું વર્ણન–
તીર્થકર મહાપુરુષના જે ચારિત્રે લખાયા છે તેમાં પણ તેમના જીવનના પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેઈ સામાન્ય માનવીને પણ તેનું પોતાનું ચરિત્ર આત્મકથા લખવાનું કહ્યું હોય તો તે પણ જાતે પિતાનું ચરિત્ર લખતી વખતે બધુ સારૂ–સારૂં જ લખશે કે ખરાબ હશે તે પણ લખશે ?
આ પ્રશ્ન બીજા કેઈને ન પૂછતા આપણે આપણી જાતને જ પૂછીએ કે આપણી પોતાની આત્મકથા લખતી વખતે આપણે જે જે પાપે કર્યા છે, “ખોટું-ખરાબ કર્યું છે તે બધું પણ લખશે કે નહીં? અથવા પછી ફકત સારૂ–સારૂ જ લખશું ? અને કરેલા પાપે, બેટા કાર્યોની તે નોંધ પણ નથી કરવાના ! કેણુ લખે છે? કઈ લાખામાં એક વ્યકિત કદાચ સ્પષ્ટ ન્યાય આપીને પુણ્ય—અને પાપ બન્ને પક્ષની વાતા–ઘટનાએ ચેપગ્ય રીતે લખશે!
પરન્તુ આપણા અનન્ત ઉપકારી એવા તીર્થકર ભગવ તેના જીવન ચરિત્રે જે આપણે નિત્ય વાંચીએ છીએ શ્રવણ કરીએ છીએ. પ્રતિવર્ષ પર્યુષણ જેવા મહાન પર્વમાં જે પવિત્ર કલ્પસૂત્રનું શ્રવણ કરીએ છીએ એમાં જે પરમાત્મા મહાવીર પ્રભુના ૨૭ ભવોનું વર્ણન આવે છે. તેમાં તેમના પૂર્વભવમાં કયારે કયા પાપ કર્યા? અને કયારે, કેવા ભયંકર પાપ કર્યો ? તે બધી જ ઝીણી-ઝીણી બાબતેનું પણ પૂરેપૂરું વર્ણન કરવામાં આવ્યું છે અને આ ચારિત્રે લખનારા આપણે જેવા જેવાતેવા લેકે ન હતા તે લખનારા પણ ૧૪ પૂર્વધારી મહાપુરૂષ ભદ્રબાહસ્વામી હતા જે આજથી ૨૨૦૦ વર્ષ પૂર્વે અને ભગવાન મહાવીર પ્રભુથી ફકત ૩૦૦ વર્ષ થઈ ગયા. એવા જ્ઞાનીગીતાર્થ પૂર્વધર મહાપુરૂષ જે તીર્થકર ભગવાનનું જીવન ચરિત્ર લખે
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
છે અને તેમાં પૂર્વભવમાં પ્રભુએ કયારે ક્યા પાપે કેવી રીતે કર્યા તેની વિગતે સ્પષ્ટપણે લખે છે.
અહીં પ્રશ્ન થાય છે કે હે ભગવન! આપ તીર્થકર ભગવન્તનું જીવન ચરિત્ર લખતી વખતે તેમના પૂર્વભવમાં કયારે, કયા પાપ કેવી રીતે કર્યાની વાતો-ઘટનાઓ સ્પષ્ટપણે લખશે તો તે પાપની વાતે વાંચી સાંભળીને કોઈ જ પાપના માગે નહીં વળી જાય? કાઈ એમ વિચારશે કે ભગવાને પણ પિતાના પૂર્વભવેમાં આવા ઘેર પાપ આચર્યા છે તો પછી અમારા જેવા સામાન્ય જી પાપ કરે એમાં નવાઈ શું ? ભગવાન કરી શકે છે તે અમારા ઉપર પ્રતિબંધ શા માટે? એવા વિચારે કરીને ઘણું સામાન્ય જીવે પાપ આચરતા થઈ જશે. માટે હે આચાર્ય ભગવદ્ ! આપ ભગવાનના જીવનચરિત્રમાં તેમના દ્વારા આચરાયેલા પાપોનું વર્ણન કરવાનું રહેવા દો. નિરર્થક ભગવાનના નામે સામન્ય જ પા૫ આચરે એ તો ઘણું છેટું થશે અને ભગવાનના નામે પાપની પરંપરા ચાલે એ ઉચિત નથી.
જ્ઞાની ગીતાથ પૂર્વધર મહાપુરૂષ ઉત્તર આપતા ફરમાવે છે કે...... ના....ના...એવું નહીં બને. કારણ કે મેં જેટલું પાપનું વર્ણન કર્યું છે તેના કરતા દસગણું વધારે વર્ણન “પાપની ભારે સજ” ભગવાનના જીવે પણ કેવી ભેળવી તેનું વર્ણન કર્યું છે. પાપનું વર્ણન છેડીક જ લીટીઓમાં હશે તે પાપોની ભારે સજાનું વર્ણન ઘણું લાંબુ છે. માટે સામાન્ય છ તીર્થકર ભગવાનના જીવનના પૂર્વજોના પાપોનું વર્ણન સાંભળ્યા પછી એ વિચાર કરશે કે...નાનકડા પાપની સજા કેટલી ભારે ભેગવવી પડી ? પાપ નાનું, પાપ થોડું, અને સજા મેટી, સજા ભયંકર ઓહો...હે...તીર્થકર ભગવાન જેવા મહાપુરૂષના જીવે પાપ કર્યો તો તેમને પણ સજા ભોગવવામાંથી છૂટકારો નથી થયે. તે પછી આપણા જેવા સામાન્ય જીવોને છૂટકારે તે કયાંથી થવાનો? ભગવાન જેવા ભગવાન પણ કર્યા પાપની સજા ભેગવવામાંથી નથી બચી શકયા તો આપણે કઈ વાડીના મૂળા છીએ? આપણે કેવી રીતે બચવાના ? માટે કર્યા પાપે તે ભેગવવા જ પડશે. હાથ ના કર્યા હૈયે વાગશે, કર્યા તેવા ફળ મળશે. આમ વિચારીને ઘણાં જીવે પાપ કરતા અટકશે. આ હેતુથી તીર્થંકર ભગવાનના પૂર્વભવોના વર્ણનયુકત
Page #42
--------------------------------------------------------------------------
________________
જીવન ચરિત્રમાં તેમના કરેલા પાપેાનું વર્ણન તથા તે તે પાપાની સજા તેમને કેવી ભાગવી ? કેટલી ભયંકર સજા સેગવી તેનુ વર્ણન કરવામાં આવ્યુ છે. આ દૃષ્ટિકાણ છે. ઘણા જીવા આ રીતે પણ પાપ
કરતા અટકશે.
ચાર ગતિમાં તીર્થંકરાના જીવેશ—
સમ્યકત્વ પામે ત્યારથી જીવના ભવાની સાચી ગણતરી થાય છે. સમ્યકત્વ પામ્યા પૂર્વેના મિથ્યાત્વકાળના તા દરેક જીવના અનન્તા ભવા છે. સમ્યકત્વ પામ્યા પછી મેક્ષે જાય તે કાળ દરમ્યાન જીવે જેટલા ભવા કર્યાં હાય તેની સખ્યા ભવગણતરી શાસ્ત્રકારોએ નોંધી છે.
ભગવાન શ્રી આદિનાથના ૧૩ ભવા થયા છે. પહેલા ધનસાથ વાહના ભવમાં ધમ ઘાષસૂરી આચાર્ય ભગવંતને અખંડધારાએ ધી વહાવરાવવાના નિમિત્તે શુભ અધ્યવસાયમાં સમ્યકત્વ પામ્યા અને ઉત્તરાત્તર દેવ— મનુષ્ય, ફરી મનુષ્ય-દેવ એમ એજ ગતિમાં આગળ વધતા ૧૩ માં ભવે ઋષભદેવ ભગવાન થઈને મોક્ષે પધાર્યા. કાઈ પણ પાપની પ્રવૃત્તિ ભવપરંપરાના માગ માં એવી ભયંકર ન આવી કે જે તેમના ભવા બગાડી શકે. પરન્તુ ઉત્તરેત્તર શુભ પુણ્યની પ્રવૃત્તિમાં આગળ વધતા ૧૩ ભવામાં દેવ-મનુષ્ય આ બે સુન્દર સદ્ગતિ સિવાય ત્રીજી એક પણ ગતિના સ્પર્શ કર્યા વિના અન્તે તીથ કર ભગવાન બનીને માક્ષે
સીધાવ્યા.
ભગવાન શાન્તિનાથ ૧૬ માં તી કર પ્રભુ પણ ૧૨ ભવની પરપરા ઉત્તરોત્તર શુભપુણ્યની સારી કરે છે. ર૨ માં અરિષ્ટનેમિ (નમિનાથ) ભગવાન પણ પેાતાની ૯ ભવે.ની પર પરા રાજુલ સાથે કરે છે અને દેવ અને મનુષ્યની બે જ જ સદૂગતિમાં બન્ને આત્માઓ સાથે જ ય છે અને સાથે જ રહે છે. ફરી ફરીને પતિ-પત્ની જ અનંત!—બનતા અન્તિમ નવમા ભવે એક નેમ અને બીજી રાજુલ થઈને બન્ને મેક્ષ જાય છે.
ત્રેવીસમાં તીથ કર પુરીષાઢાણીય શ્રી પાર્શ્વનાથ ભગવાન પેાતાની ભવયાત્રા પહેલા મરૂભૂતિના ભવમાં સમ્યકત્વ પામીને શરૂ કરે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨
એક જ માં-બાપના પુત્રા સગા એ ભાઈ મરૂભૂતિ અને કમઠને સ સાર પાપચારના કારણે બગડી ગયા. મોટાભાઈ કમઠે પેાતાના જ નાનાભાઈ મરૂભૂતિની પત્ની સાથે દુરાચાર સેન્ચે. આ વ્યભિચાર સેવવાનું મહાપાપ થવાથી કમઠના મનમાં વેર-ઝેરની પર‘પરા ઉભી થઈ તે ૧૦ ભવ સુધી ચાલી છતાં પણ્ સમતાના સાધક મરૂભૂતિ પેાતાના સંસાર સુધારે છે. બીજા ભવે એક ભવતિર્યંચ ગતિમાં હાથીને કરવા પડયે અને બાકીન! દેવ-મનુષ્યના એમ ત્રણે તિમાં પરિભ્રમણ કરતા ૧૦ ભવા કરીને અન્તુ પાર્શ્વનાથ ભગવાન થઈ ને માક્ષે જાય છે. પાપે થી બચનાર અલ્પકાળે પેાતાનું સુધારી ભગવાન બનીને માન્ને ચાલ્યા જાય છે. જ્યારે મહાપાપ આચરનાર કમઠ માટેાભાઈ હાવા છતાં આજે પણ સસારમાં રખડે છે. એની રખડપટ્ટી હજી પણ ચાલુ છે અને ચાલુ રહેશે અને લાંખા કાળે તેના ઉદ્ધાર થશે.
પ્રભુ મહાવીરના ૨૭ ભવે આપણા આસન્નાપકારી ચરમ તીથ પતિ પરમાત્મા મહાવીર પ્રભુના ૨૭ ભવે! થયા. નયસારના પ્રથમ જન્મમાં સમ્યકત્વ પામીને ચારે ગતિમાં પરિભ્રમણ કરતા કરતા ૨૭ ભવા કરીને અન્તે મહાવીર મનીને માથે સીધાવ્યા. ચારે ગતિમાં તેમના ભા—
૧, ૩, ૫, ૬, ૮, મનુષ્યગતિ ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૨, ૨૩, ૨૫, ૨૭=૧૪
L
દેવાંત ૨, ૪,૭, ૯,૧૧, ૧૩,૧૧ ૧૭, ૨૪, ૨૬=૧
૨૦, તિય ચગતિ
નરકગતિ ૧૯, ૨૧, =૨
આ રીતે ૧૪ ભવ મનુષ્ય ગતિમાં + ૧૦ ભવ દેવગતિમાં + ૨ ભવ નર્કગતિમાં, અને ૧ ભવતિય 'ચગતિમાં એમ ચારે ગતિમાં થઈને કુલ ૨૭ ભવે. શ્રી મહાવીર પ્રભુએ કર્યાં છે.
ભગવાન મહાવીરે પૂર્વભવામાં કરેલા પાપા—
પાયા કરવાથી સાંસાર વધે છે. ભવપરપરા વધે છે. ચાર ગતિના સ'સારના ૮૪ ના ચક્કરમાં કરેલા પાપાના કારણે ઘણું ભટકવું પડે . છે. જ્યારે પાપે ધેાવાથી પાપ કર્યાં ખપાવવાથી સ`સાર ઘટે છે,
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૩
ભવપરંપરા અટકે છે. ચારે ગતિના ૮૪ ના ચકકરમાંથી જીવ મુક્ત થાય છે. ભગવાન મહાવીર પ્રભુનો જીવ પૂર્વભોમાં જ્યારે છદ્મસ્થ હતા ત્યારે ન કરવાના ધણાં પાપ કરી બેસે છે અને એના પરિણામે ઘણે સંસાર-ભવપરંપરા તથા ભવભ્રમણ વધી જાય છે. શ્રી મહાવીર મહારાજાએ મુખ્યપણે૩જા મરીચિના ભવમાં ૧૬ માં વિશ્વભૂતિનાં ભાવમાં ૧૮ માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં
ઘણા પાપકર્મો કર્યા છે. આ ત્રણ ભવોમાં મુખ્યતઃ મોટા પાપ આચર્યા છે. ગૌણરૂપે વિચારીએ તો ત્રીજાથી ૧૫ માં ભવ સુધીમાં બ્રાહ્મણના ૬ ભ જે કર્યા છે તેમાં પણ ફરી ફરીથી ત્રિદંડી પણું લઈને ચારિત્ર વિકૃત કરીને ઘણું પાપ કર્યો છે. પાપની પરંપરા ચલાવી છે. એ પણ પાપ તરીકે જ ગણાશે. મરીચિના ભવમાં મુખ્યમેટો પાપ જે કર્યા છે તેમાં
વટા ફર્થવિ રૂપ હે કપિલ ! ધર્મ અહીં પણ છે અને ત્યાં (આદીશ્વર ભગવાન પાસે) પણ છે. એમ પોતાના ત્રિદંડીપણાના અધમને અને આદીશ્વર દાદા ના સાચા ધર્મ બને ને એક સાથે સરખાવ્યા. આ મહાપાપ કરીને તેમણે પોતાનો ઘણે સંસાર વધાવે અને પરિણામે ૩ જા થી ૪ થા ભવમાં જતા વચ્ચે નાના-નાના ઘણાં ભે કરવા પડયા. જેની નેધ શાસ્ત્રકાર મહર્ષિઓ એ લીધી છે.
સુંદર ઉત્તમ ચારિત્ર પરમાત્મા આદીશ્વર દાદા પાસે લેવા છતાં પણ ત્રિદંડીપણું સ્વીકારીને ચારિત્રને વિકૃત કરવાનું બગાડવાનું મહાપાપ કર્યું જેના કારણે આગળ ૧૫ માં ભવ સુધીમાં ૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, માં ભ માં છ-છુ વખત ત્રિદંડીપણું પામતા ગયા અને ત્રીજા ભવનું પણ ત્રિરંડીપણું એમ ગણત્રી કરીએ તો સાત ભવમાં સાત વાર ત્રિદંડીપણું પામ્યા. એક ભવમાં પાપ કરવાનું ચારિત્ર વિકૃત કરવાનું કેવું ભયંકર પરિણામ આવ્યું ? આગળના છે–છે ભામાં પાછું એ જ ત્રિદંડીપણું સામે ઉદયમાં આવ્યું.
Page #45
--------------------------------------------------------------------------
________________
**
(
C)
' ત્રીજુ મેટું પાપ હતું “કુળ મદનું મરીચિના ત્રીજા ભવમાં જ્યારે
આદીશ્વર પ્રભુ જેવા અનંતજ્ઞાનીએ ભાવિની ભવિતવ્યતા જોઈને ભવિષ્યવાણી કરી અને તે ભવિષ્યવાણી સાંભળીને હરખાઈ જનારા મરીચિના પિતા અને આદીશ્વર દાદા ના પુત્ર ભરત ચક્રવતીએ ભાવાવેશમાં આવીને એવી ઉત્કૃષ્ટ તીર્થકર ચક્રવતી, તથા વાસુદેવની ત્રણ ત્રણ પદવીઓ ભવપરંપરામાં પ્રાપ્ત કરનાર મારે પુત્ર મરીચિ છે.... સ્વપુત્રના ગૌરવથી ભરતજીએ આ વાત મરીચિ સમક્ષ ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પ્રગટ કરી જેકે સાથે ખુલાસે પણ કરી દીધે કે-હું તમ ૨ આ ત્રિદંડી પણાને નમસ્કાર કે વંદન નથી કરતો પણ ભાવિમાં આવી ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ પદવી પ્રાપ્ત કરનારા મે મહાન ભાગ્યશાળી છે માટે હું વંદન-નમસ્કાર કરું છું. ભાવિતીર્થંકર ના જીવને વર્તમાનમાં ભાવિક નો ભાવ લાવીને વંદન-નમસ્કાર કરું છું આ પ્રમાણે ભવિષ્યવાણી કહીને ભરતજી ચાલ્યા ગયા. પછીથી મરીચિ છત્ર હાથમાં લઈને હરખાતા રાજી થતા નાચતા નાચતા અહે કુળ” “અહોકુળ” બોલતા બોલતા આનન્દમાં ગરકાવ થઈ ગયા. કર્મશાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે આ રીતે કુળમદ પોતાના કુળનું અભિમાન કરીને મરીચિ એ ભારે પાપ સાથે નીચત્ર નામનું કર્મ બાંધ્યું અભિમાન એ પાપ છે. રચા ઘર્મ 1 મૂ૪ દેર પર મૂઢ અભિમાન” આ વાતમાં ધર્મનું મૂળ દયા કહ્યું અને પાપનું મૂળ અભિમાન કહ્યું છે. એ રીતે અભિમાન બધા પાપનું મૂળ-જડ છે. આ અભિમાન ના પાપે નીચગેત્ર કર્મ બંધાવીને મરીચિને જેટલા ઉપર ચયા હતા એટલા નીચે પછાડે દીધા. પરિણામે મરીચિ આગળના ભાગમાં ૧૪ માં ભવ સુધી ફરી ફરીને બ્રાહ્મણકુળમાં જતા રહયા. જ્યાં યાચકપણું પ્રાપ્ત થાય અને સાથે ત્રિદંડીપણું પણ મેળવતા રહયા એક વખતના કરાતા–કે કરેલા પાપે કેટલા લાંબા કાળ સુધી હેરાન પરેશાન કરે છે એ જોવા જેવું છે.
કદાચ આપણે વિચાર કરીએ કે આદીશ્વરપ્રભુ જેઓ સર્વજ્ઞ હતા અને પ્રભુ તો જાણતા જ હતા કે આ ભવિષ્યવાણી કરવાનું કેવું ભયંકર પરિણામ આવશે ? તે પછી ભગવાને આવી ભવિષ્યવાણી શા માટે કરી ? જે ભગવાને આવી ભવિષ્યવાણી જ ન ભાખી હતી તે મરીચિને આવા ભારે કર્મો બંધાત ? અને કર્મ ન બંધાત તે સંસાર જ ન વધત ! આ વિચાર એક દૃષ્ટિથી સારે જ છે પરંતુ જેમ આપણે
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૫
ભગવાનને વિચાર કરીએ છીએ. તેમ શુ' આપણે મરીચિને વિચાર ન કરી શકીએ ? મરીચિએ કુળમદ ન કર્યાં હાત તે! કેટલું સારૂ હતું ? ભાવી ભવિતવ્યતા પ્રમાણે જે થવાનુ જ છે તે વિષે પ્રભુએ જે ભાખ્યુ છે તે તે તદ્ન સાચું જ છે. રત્તિભાર પણ ખાટું નથી. પરન્તુ મરીચિએ નિરથ ક ‘કુળમંદ’ અભિમાન નહેતુ કરવું જોઈતું. પરન્તુ આપણે એકલા મરીચિના વિચાર કરીએ તે પણ આશ્ચય થાય તેમ છે અને મૂળ કારણમાં પ્રભુના માથે દોષને ટપલા નાખવાનુ પાપ કરી બેસીશુ” પરન્તુ અને માજુના વિચાર કરો તા જ્ઞાની ભગવત કહે છે કે ભાવિની ભવિતવ્યતા એવી જ નિર્માણ થયેલી હતી. ભાવી ભવિતવ્યતાના આધારેજ વત માનાદિમાં બધું સ્વયમેવ ઘડાતુ હેાય છે. જે અવશ્ય ભાવિ છે તે તે અવશ્ય થઈને જ રહે છે. આ રીતે શ્રી મહાવીર મહારાજ મરીચિના ભવમાં એક નહીં પણ ત્રણ-ત્રણ માટા પાયે કરે છે.
૧૬માં વિવભૂતિના ભવમાં પેાતાના પિતરાઈ ભાઈ વિશાખાન દીની સાથે પહેલાના અખનાવના કારણે ચારિત્ર જીવનમાં માસક્ષમણનાં પારણે માસક્ષમણુની ઉત્તમ તપશ્ચર્યાં ચાલતી હોવા છતાં...પારણાના પ્રસગે નગરમાં પ્રવેશ કરતાં સાંકડી ગલીના ચાક પાસે વિશાખાની જે રથમાં બેસીને જઈ રહ્યો હતા તેના રથ અને ઘેાડાને ઝડપથી આવતા જોઈને સામે આવતી એક ગાય ભડકી ગઈ અને તે દોડવા માંડી એ સમયે રસ્તે ચાલતા માસક્ષમણના તપસ્વી મહાત્મા વિશ્વભૂતિને ગાયના ધક્કો લાગ્યા અને મહાત્મા પડી ગયા. મહાત્માને પડી ગયેલા જોઈને વિશાખાનઢીએ મશ્કરીમાં કહ્યુ કેમ....? કયાં ગયું તમારૂ મળ? એક હાથની મુઠ્ઠી ફેરવીને બધા કે ડીમડા નીચે પાડવાના બહાને ગભિ ત ધમકી આપનારા તમે કેમ આજે પડી ગયા ? તમારી શક્તિ કયાં ગઈ ?
આ મશ્કરીના શબ્દો વિશ્વભૂતિને બહુ ભારે પડી ગયા. વિશ્વભૂતિને ભારે આઘાત સાથે અપમાન લાગ્યું. વિશ્વભુતિ તુર'ત ઉભા થયા. આઘે મુહપત્તિ દાંડી મધુ આજુમાં મૂકીને બાજુમાં જતી ગાયને એ શિંગડા વડે પકડીને ઉપાડીને આકાશમાં ભમાવીને એવી ફેકી દીધી કે બધા જોતા જ રહ્યાં, અને આ રીતે શક્તિનુ' પ્રદશન કરીને વિશાખાનઢીને પોતાની
Page #47
--------------------------------------------------------------------------
________________
શક્તિ દેખાડી દીધી. આ શક્તિ પ્રદર્શન જોઈને વિશાખાનંદી તે ઉભી પૂછડીએ ભાગી છૂટયે. વ્યક્તિ ભલે ભાગી છૂટે પરન્તુ વ્યક્તિ ઉપર ક્રોધ તો ગમે તે રીતે પણ પ્રગટ થઈ શકે છે. ભાગનાર વ્યક્તિ દેહ થી અત્તર ઉભુ કરી શકે છે પણ મનથી તે તે વ્યક્તિ નજદીક જ છે અને માનસિક ભાવેને ભયંકર ક્રોધ ગાય પ્રત્યે નહીં પણ વિશાખાનંદી પ્રત્યે પ્રગટ થયે.
માસક્ષમણના તપસ્વી વિશ્વભૂતિ મહાત્માના ખાતામાં તપશ્ચર્યા નું બળ તો સત્તામાં પડયું જ હતું. મહાત્માએ તપશ્ચર્યાનું બળ હેડમાં મૂકી દીધું અને નિયાણું બાંધ્યું. નિયાણાના શબ્દો હતા-આવતા ભવે પણ વિશાખાનંદીને મારનાર તે હુ જ થાઉં ! સમતાના સાધક અને ક્ષમાના ભંડાર ક્ષમાશ્રમણ સમતા ક્ષમાનું ભાનભૂલીને ભયંકર ક્રોધમાં ગરકાવ થઈ ગયા. બસ અહીંયા ક્રોધના નિયાણામાં અહિંસાના સાધક હિંસાના વિચારોમાં નિકાચિત કમ બાંધે છે. બીજા જીવને બચાવવા માટે જીવદયા પાળનારા મહાતમા આજે કોધની તીવ્રતામાં મારવાનું નિયાણું નિકાચિત કરે છે અને પછીના શેષ ચારિત્ર કાળમાં તપશ્ચર્યા આદિ કરવા છતાં પણ કોઈ તથા હિંસકવૃત્તિના પાપનું પ્રાયશ્ચિત ન કરી શક્યા, અને મૃયુ પામી ચારિત્ર તથા તપના બળે ૧૭માં ભવે સ્વર્ગે ગયા અને ત્યાંથી ૧૮માં ભવે ત્રિપૃષ્ટ વાસુદેવ બન્યા. પૂવે બાંધેલા નિયાણાના આધારે ૧૮માં ભવે વિશાખાનંદી જે પિતાની ભવપરંપરામાં કર્માનુસાર સિંહ બનીને આવ્યે હતો તેને જીણું કપડાની જેમ ચીરીને ફાડી નાંખે, બાંધેલા નિયાણ પ્રમાણે ધાર્યું પાર પાડયું અને માર્યો ત્યારે જ શાંતિ થઈ. આ રીતે મહાત્મા વિશ્વભૂતિએ ચારિત્ર લીધું, સંયમ પાળયું, તપશ્ચર્યા કરી તપસ્વી બન્યા છતાં ક્રોધાદિ કષાયે ના ભાવ પાપના કારણે ન કરવાનું કરી બેઠા જે પાપો તેમણે કર્યો તે પાપની સજા પણ તેમને ભારે ભેગવવી પડી.
૧૮માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં ત્રણ ખંડના માલિક વાસુદેવ બન્યા. શારીરિક બળ તથા રાજકીય સત્તા આદિ ઘણું જબરદસ્ત મળ્યું હતું છતાં તેને દુરુપયોગ પણ થો. ઉંઘ લાવવામાં સંગીતને આશ્રય લીધે. સંગીતમંડળી સંગીતના વાજીંત્રે લઈને સંગીત વગાડવા બેઠી. મીઠા સુરીલા સંગીતથી વાસુદેવને ઉંઘ આવી જાય તે સારૂ એ પ્રયત્ન ચાલી રહ્યા હતા. ત્રિપૂટે પોતાના અંગરક્ષક શસ્ત્રાપાલક ને
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૭
કહ્યું કે જે મને ઉંઘ આવી જાય તે પછી સંગીત બંધ કરાવી દેજે જેથી ઉંઘમાં ખલેલ ન પડે. જોત જોતામાં ત્રિપૃષ્ટને ઉંઘ આવી ગઈ. પરન્તુ અંગરક્ષક શય્યાપાલક મનમાં વિચાર કરે છે કે અરે !મારી જિન્દગીમાં મને આજે પહેલી જ વાર આવું સુંદર સંગીત સાંભળવા મળે છે. અદ્દભુત મીઠું મધુર સંગીત કર્ણપ્રિય લાગે છે. રાજાને ભલે ઊંઘ આવી ગઈ હોય પણ મારા સાંભળવા ખાતર પણ ચાલુ રાખુ તે કેટલું સારું ! એમ વિચારીને સંગીત મંડળીને ના ન પાડી, બંધ કરવાનું ન કહ્યું ઉંચા પલંગમાં સૂતેલા રાજા નીચે બેઠેલી સંગીત મંડળીને નજરમાં ન દેખાયા. તેઓ તે સંગીત વગાડતા જ રહ્યા અને સંગીત એવી વસ્તુ છે કે શાચ્યાપાલક પણ સંગીતની ધૂનમાં ચઢી ગયે અને સંગીતના વાજીન્ઝો વગેરે જોર શોરથી વાગવા લાગ્યા. બધા તાનમાં ચઢી ગયા. એટલામાં ત્રિપૃષ્ટિની ઉંઘ ઊડી ગઈ. જાગ્યા, અને જોયું કે હજી સંગીત ચાલે જ છે અરે ! હે શવ્યાપાલક! મેં તને શું કહ્યું હતું? ધ્યાનમાં નથી ? કેમ ખ્યાલ ન રાખે અને આંખ લાલ પીળી કરીને કેટવાળાને બોલાવીને ગરમ-ગરમ ધખધખતું શીશુ શય્યાપાલકના કાનમાં રેડાવી દીધુ, પરિણામે પંચેન્દ્રિય મનુષ્યવધનું ભારે પાપ કર્યું. મનુષ્યવધ સિંહ વધ આદિ ઘણાં પાપ ૧૮માં ભાવમાં થયા અને આવા ભયંકર પાપ કરવાનું પરિણામ એવું આવ્યું કે ૧૯માં ભવે ૭મી નરકમાં ગયા. ૨૦માં ભવે પતે સિંહ બન્યા અને ૨૧માં ભવે ફરીથી નરક ગતિમાં ગયા અને ૪થી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયા.
પાપ કર્યા એટલું જ નહીં, પાપની ભારેમાં ભારે સજા પણ ભોગવી બબ્બે વાર નરકમાં ગયા છતાં પણ એ પાપ કર્મો ન દેવાયા, ન ખખ્યા અને છેવટે સત્તાવીશમાં લેવે પાછા કાનમાં ખીલા ઠેકાયા. આ પ્રમાણે તીર્થકર જેવા તીર્થકર કક્ષાના મહાપુરુષે પણ પિતાની ર૭ ભવની પરંપરામાં કેટલાય ભામાં પાપ કર્યા અને તેની ભારેમાં ભારે સજા ભેગવી એ વીર પ્રભુના પાપે તથા પાપની સજા જોઈને જાણીને સમજ્યા અને સાંભળ્યા પછી આપણે આપણા માટે શું નિર્ણય લે? તેને વિચાર આપણે જાતે કરવાનો છે. જે તીર્થકર કક્ષાના મહાન આત્માને પાપે કરવાની ભયંકર સજા ભોગવવી પડી તે પછી આપણું જેવાની તે શી વાત ? આપણે એવી કઈ કક્ષાના જ છીએ કે આપણને પાપની સજા શું ભેગવવી જ નહીં પડે? કર્મ સત્તા બળવાન છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮
કર્યા કર્મો તો ભેગવવા જ પડશે. એમાં કોઈ છૂટકે જ નથી. ઉત્તરાધ્યયન. સૂત્રમાં શ્રી વીર પ્રભુ ફરમાવે છે, કે “જા રમખ ન જોવ@ોડી” કર્યા કર્મોથી કઈ છૂટકારે નથી. કોઈ પણ રીતે આપણે છટકી શકવાના નથી. ભેગવવા જ પડશે. કેની બીક સતાવે છે? એક સાદે પ્રશ્ન પૂછું છું. આપણે કેનાથી ડરીએ છીએ? પાપથી કે પાપ કરતા કેઈ જોઈ જાય એનાથી ? (સભામાંથી ઉત્તર–પાપ કરતા કોઈ જોઈ જાય એનાથી) બહુ જ સ્પષ્ટ સત્ય બાલ્યા એ બદલ ધન્યવાદ.) પરંતુ વાસ્તવિક્તા શું છે? પાપથી ડરવું જોઈએ એના બદલે આપણે આપણું પાપ કઈ જોઈ જાય એનાથી ડરીએ છીએ. પરંતુ એ જેનાર વ્યક્તિની બીક શા માટે ? એ વ્યક્તિ તમારૂ શું બગાડી નાંખશે? શું તમને સજા કરશે? ને ફક્ત સમાજમાં પાંચ માણસને વાત કરશે અને વાત સમાજમાં પ્રસરી જશે એની આપણને બીક છે. આપણું ઈજજતને ધકકો લાગે છે એને ભય છે. આપણી પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. યશ-કીતિને ધક્કો લાગે છે. એની આ પણને બીક છે. પરંતુ આ ભય વાસ્તવમાં સાચું નથી, બેટો છે. પાપ જેનાર વ્યક્તિ કરતા તે પાપને જ ભય હોવો જોઈએ. પાપ જેનાર આપણું જેટલું બગાડી નહી શકે એના કરતા હજારગણું વધારે પાપકર્મ આપણું બગાડશે. પાપ જેનાર આગામી ભોમાં આપણી સાથે નથી આવતું પરંતુ જાતે કરેલા પાપકર્મો આત્માની સાથે જન્મ જમાન્તરમાં આવે છે, અને તે પાપકર્મોનાં ઉદયે નરક–તિર્યંચાદિ દુર્ગતિઓમાં એક-બેવાર નહીં પણ સેંકડે સંખ્યાત અને અસંખ્યાત વાર એટલા મે સુધી પાપની સજા ભોગવવી પડે છે. વિચાર કરો! કેણ આપણું બગાડે છે? પાપ જેનાર કે પાપકર્મ પતે?
આપણુ પાપ જેનાર વ્યક્તિને તે કદાચ આપણે પોતે પણ પહોંચી શકીએ છીએ. આપણે એને ડરાવી શકીએ છીએ. એટલે પાપ જેનાર તે આપણું કંઈ બગાડી શકે તેમ નથી. માત્ર સમાજમાં અપ્રતિષ્ઠા થોડીક કરી શકશે. પરતું બાંધેલા પાપમાંથી જન્મ જન્માંતરમાં સાથે. આવેલ કર્મ તે કેટલાય ભલે સુધી આપણું બગાડશે ? આપણને નરક આદિ કેવી દુર્ગતિઓમાં કેટલાય જન્મ સુધી દુઃખી કરશે. માટે સત્યતા એમાં છે કે પાપ જોનાર વ્યક્તિથી ડરવા કરતા તે પાપથી જ ડરવું, એજ વધારે સા
Page #50
--------------------------------------------------------------------------
________________ | શ્રી ધર્મનાથસ્વામિને નમઃ | પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા ૨ત્ન–વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય-દર્શનાચાર્ય –મુંબઈ ) આદિ મુનિ મંડળના વિ. સં. 2045 ના જનનગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર છે. મૂ. જન સંઘ-અમદાવાદ, -તરસ્થી જાયેલ 16 રવિવારીયચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજના ક “પાપ6ી સજા. ભારે” - વિષયક | રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત પહેલી પ્રવચન પુસ્તિકા શ્રીમતિ શારદાબેન યુ. એન. મહેતા 16, નીલપણું સોસાયટી પાલડી અમદાવાદ-૭ મહેતા પરિવારના ઉદાર સૌજન્યથી પ્રસ્તુત પ્રવચન પુસ્તિકો છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુદ્રક : સાગર પ્રિન્ટર્સ For Private & Personal use my