________________
| સર્વજ્ઞ કૃપાસાગર પ્રભુ મહાવીરે પ્રત્યુત્તર આપ્યો હે શ્રેણિક! આ ક્ષણે આયુષ્યને બંધ પડે તે તે સાતમી નરકે જાય.
આ ઉત્તર સાંભળીને શ્રેણિક રાજા તો સ્તબ્ધ થઈ ગયે પ્રભુ! આપ શું કહે છે? આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
આ બાજુ મુનિએ સ્વરક્ષણ માટે જે હાથ મસ્તક પ્રત્યે વાળે ત્યાં તે ખ્યાલ આવ્યો કે અરે ! મુગટ કે? લેચ સહિત મસ્તકને સ્પર્શ કરીને તરત જ પિતાની સાધુતાનું મરણ થયું અરે! હું તે સાધુ છું. મેં કેવું માનસિક ઘેર ચુદ્ધ આદર્યું. અરે રે! મેં કે વૈચારિક ઘોર હિંસા કરી! કેટલાક તીર ફેંકયા? આમ અતિશય પસ્તા કરીને આત્મ નિ દા કરીને મનવૃત્તિને પાછી વાળીને
મુનિ મનને સ્થિર કરી સાવધાની પૂર્વક દયાનની ધારામાં આરૂઢ થયા. - અતિ પસ્તાવો કરી મનમાં અનેક પ્રકારે ક્ષમાપના કરી મનને શુદ્ધવૃત્તિ પર લાવી દીધું.
આ બાજુ શ્રેણિક પ્રભુને પ્રવ્યુત્તર આશ્ચર્ય પણે વિચારવા લાગ્યા કે પ્રભુએ એમ કહ્યું કે આ ક્ષણે, અને ક્ષણ તો બદલાઈ ગઈ માટે પુનઃ પ્રશ્ન કરે. હું એમ વિચારી લેતો પ્રભુને પુનઃ પ્રશ્ન કર્યો હે કરુણાસાગર ! આપે મુનિને માટે ઉત્તર આખ્યા હતા તે ક્ષણ બદલાઈ ગઈ તે હવે જે પ્રસન્નચંદ્ર મુનિ આ ક્ષણે-કાળ ધર્મ પામે તો કયાં જાય ?
પ્રભુએ કહ્યું કે હે શ્રેણિક! સાંભળ દેવ દુંદુભિનો અવાજ આવી રહ્યો છે. મુનિ પ્રસન્નચંદ્ર અત્યંત દઢ ભાવે પ્રાયશ્ચિત કરી ધ્યાનાગ્નિ દ્વારા કર્મોનો નાશ કરી, અર્થાત ચાર ઘાતકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા છે. જે જીવ સાતમી નરક પામે તેવા કર્મ બંધને માગે ચઢ હતો તે જ જીવ ગણત્રીની ક્ષણોમાં ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. આ સર્વ નાટક મનનું છે. તેથી કહ્યું કે મન કર્મ બંધનું કારણ થઈ શકે છે અને મેક્ષ પ્રાપ્તિનું પણ કારણ થઈ શકે છે. - “મનની જીતે જીતવું રે, મનની હારે હાર,
મન લઈ જાવે મેક્ષમાં રે મન હી જ નરક મેઝાર ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org