________________
૨૯
મન : એવ મનુષ્યાણું કારણ બંધ મેક્ષ :
ક્ષણેન સપ્તમી યાતિ છવ તંદુલમસયવતું મનની ગતિ કેવી વિચિત્ર છે તેનું દૃષ્ટાંત
મહાનગરીને રાજા પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાના રાજમહેલના ઝરૂખામાં બેઠે બેઠે સૂર્યાસ્ત સમયે આકાશને નિહાળી રહ્યો હતો. સંધ્યાના વાદળના રંગ ચિત્રવિચિત્ર પણ બદલાતા હતા. એક પળમાં સોનેરી આકાશ ઘનઘોર કાળા વાદળોથી કાળું દેખાવા લાગ્યું. રાજા વાદળોની આ નશ્વર લીલા જોઈ વિચારવા લાગ્યો કે જીવન પણ આવું ક્ષણ ભંગુર છે. રાજાનું ચિંતન વૈરાગ્યમાં પરિણમ્યું પુત્રને રાજ્યાભિષેકકરી. પ્રધાનમંત્રીઓને કારભાર સોંપી રાજાએ સંસારને ત્યાગ કરીને સંયમ ધારણ કર્યો. ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી સ્મશાનમાં દયાનની આરાધના માટે ચાલી નીકળ્યા. સૂર્યની આતાપના લઈ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન થયા. સૂર્ય સામે દૃષ્ટિ રાખી, બે હાથ ઉંચા, કરી, એક પગ ઉપર ઉભા રહ્યા.
એ સમયે મગધનો રાજા શ્રેણિક પિતાના સૈન્ય સાથે પ્રભુના દર્શનાર્થે નીકળ્યો હતે. સૈન્યમાં સુમુખ અને દુર્મુખ નામના બે મંત્રીએએ પ્રસન્નચંદ્ર મુનિના જોયા સુમુખે મુનિની પ્રશંસા કરી કે ધન્ય છે આ રાજર્ષિને જેમણે સંસાર સુખને ત્યાગ કરી કઠિન ચારિત્ર અંગિકાર કર્યું. આ સાંભળી દુર્મુખ પિતાની પ્રકૃતિ અનુસાર આલેચના કરવા લાગ્યું. કે આ કંઈ સાધુધર્મ છે? પિતાના નાના પુત્રને રાજગાદી સંપીને ચાલી નીકળ્યા. નાનું બાળક રાજ્ય કેવી રીતે સંભાળે ? શત્રુ સૈન્ય રાજ્યને કબજે લઈને પુત્રને રાજગાદી પરથી દૂર કર્યો.
યાનમગ્ન મુનિ હજી શુલ ધ્યાનને પામ્યા હતા. આ શબ્દનું શ્રવણ કરી મન વિકલ્પમાં પડી ગયું. શરીર તે ધ્યાન ક્રિયામાં લાગેલ હતું. પરંતુ તે માનસિક યુદ્ધ કરવા લાગ્યા. ચિંતનમાં પરિણામ તીવ્ર થયા તે મનથી યુદ્ધમાં તીર ફેકવા લાગ્યા અને જાણે યુદ્ધ મેદાનમાં કેટલાયે શત્રુનું નિકંદન કાઢવા લાગ્યા. પરંતુ શત્રુ રન્ય વિશાળ હતું. રાજર્ષિ પાસે તીર ખૂટી ગયા શાસ્ત્ર સાધન ખલાશ થઈ ગયા. હવે શું કરવું? રાજાએ માનસિક યુદ્ધમાં જોયું કે શત્રુસેના તેમને પકડી લેશે. આથી શસ્રરહિત રાજાએ સ્વ-રક્ષણ માટે માથા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org