________________
૩૪
અખિયનમેં અવિકારા જિષ્ણુદ તેરી
અખિયનમેં અવિકારે હે પ્રભુ ! તમારી આંખ તે સદા સર્વત્ર અવિકારી છે અને અમારી આંખમાં તે વિકાર ભરેલે છે.
શુભાશુભ પ્રવૃત્તિઓ
સમરત સંસારમાં ચાલતી અસીમ પ્રવૃત્તિઓનું વિભાજન શુભ અશુભ બંને પ્રકારે કરી શકાય. દેવ માનવ તિર્યંચ નારક અથાત્ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સમસ્ત જીવોની મન-વચનકાયાની શુભાશુભ પ્રવૃત્તિઓનું વિભાજન કરીએ તે કંઈક ખ્યાલ આવશે કે કઈ પ્રવૃત્તિઓ શુભ છે અને કંઈ પ્રવૃત્તિઓ અશુભ છે.
શુભ પ્રવૃત્તિઓ અ–પાત્રાદિ આપવા અન્નપાણી આપવા. ક્ષુધાતુરને અનાદિ આપવા. કેઈનું રક્ષણ કરવું. શત્રુ પર ક્ષમા ધરવી. સત્ય બોલવું. ચોરી ન કરવી. બ્રહ્મચર્ય પાળવું, દુરાચાર–વ્યભિચાર ન કરવા. પરમાત્માની ભક્તિ કરવી. સાધુ સંતોની સેવા કરવી. દીન દુઃખીને સહાય કરવી. રેગી ગ્લાનિની સેવા કરવી. સામાચિક પૌષધ કરવા. સ્વાધ્યાય ધ્યાન કરવા. નમ્રતા અને સરળતા રાખવી. ન્યાય-નીતિનું પાલન કરવું. વડીલોને આદર સત્કાર કર.
અશુભ પ્રવૃત્તિઓ વસ્ત્ર–પાત્ર છીનવી લેવા અન–પાશું છીનવી લેવા ક્ષુધાતુરને કાઢી મૂક, કેઈનું ભક્ષણ કરવું મિત્રને શત્રુ માન અસત્ય બોલવું ચોરી કરવી. વિષય ભેગાસક્ત રહેવું દુરાચાર–વ્યભિચાર કરવા દર્શન-પૂજા ન કરવી. સાધુ સતેની કદર્થના કરવી, દીન દુઃખીને પીડા આપવી. રોગી ગ્લાનિ પ્રત્યે જુગુપ્સા કરવી.
અવિરતિમાં રહેવું ગપ્પા ગઠિ કરવી. અભિમાન-માયા રાખવી. અન્યાય અનીતિ આચરવા. વડીલોને અનાદર કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org