________________
૧૭
ગુણેને સમૂહ સહિત દ્રવ્ય છે. આત્મા વિષે એટલું તે અવશ્ય જાણવું કે આત્મા જ્ઞાન-દર્શનાત્મક, ચેતનામય દ્રવ્ય છે. સુખદુઃખાદિનું સંવેદન કરવાવાળો આત્મા છે. વિશેષ વિસ્તાર ગણધરવાદ કે અન્ય ગ્રંથમાંથી જાણીને અભ્યાસ કરવો. અજીવ તત્ત્વનું સ્વરૂપ –
જીવ તત્વનું સ્વરૂપ જાણ્યા પછી અજીવ તત્ત્વનું સ્વરૂપ સમજવું સરળ છે. જીવના ગુણેથી વિપરીત લક્ષણવાળા અજીવ-અચેતન દ્રવ્યને જડ કહે છે. જે જીવ કે ચેતન નથી તે અજીવ અથવા અચેતન કહેવાય છે. જ્ઞાનાદિ ગુણરહિત, જેનામાં જ્ઞાન દશનાદિ ગુણે નથી અને જે જાણી જોઈ શકતા નથી તે પદાર્થ અજીવ છે. જેમ કે ઈટ, પથર, મકાન, દિવાલ, ગાડી વગેરે અજીવ છે જે આપણે માટે ય છે પણ તે પદાચૅમાં જ્ઞાનગુણ નથી તે પ્રમાણે જડમાં સુખદુઃખના અનુભવને અભાવ છે. ઈટ પત્થર આદિ કે જડ પદાર્થોને કાપવામાં કે ફેંકવામાં આવે તે તેમને દુઃખને અનુભવ થતો નથી અથવા તેમના પર અત્તર આદિનું વિલેપન કરવામાં આવે કે મિઠાઈ તેમના પર મૂકવામાં આવે તે તેમને સુખને અનુભવ પણ થતું નથી. કારણ કે તે જડ છે.
અજીવના ૧૪ ભેદ છે
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય
| | | | ૪. દેશ પ્ર. ૧ ૨ ૩
| | | સ્કંધ દેશ પ્ર. ૪ ૫ ૬
| | | સ્કંધ દેશ પ્ર. ૭ ૮ ૯
| | | ! કં. દેશ પ્ર. પર ૧૦ ૧૧ ૧૨ ૧૩ માણુ
૧૪
=
=
तकाय
(૧) સમસ્ત ચૌદ રાજલકમાં વ્યાપ્ત કહેવાય છે. એવા ગતિસહાયક દ્રવ્ય ને ધર્માસ્તિકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org