Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 47
________________ શક્તિ દેખાડી દીધી. આ શક્તિ પ્રદર્શન જોઈને વિશાખાનંદી તે ઉભી પૂછડીએ ભાગી છૂટયે. વ્યક્તિ ભલે ભાગી છૂટે પરન્તુ વ્યક્તિ ઉપર ક્રોધ તો ગમે તે રીતે પણ પ્રગટ થઈ શકે છે. ભાગનાર વ્યક્તિ દેહ થી અત્તર ઉભુ કરી શકે છે પણ મનથી તે તે વ્યક્તિ નજદીક જ છે અને માનસિક ભાવેને ભયંકર ક્રોધ ગાય પ્રત્યે નહીં પણ વિશાખાનંદી પ્રત્યે પ્રગટ થયે. માસક્ષમણના તપસ્વી વિશ્વભૂતિ મહાત્માના ખાતામાં તપશ્ચર્યા નું બળ તો સત્તામાં પડયું જ હતું. મહાત્માએ તપશ્ચર્યાનું બળ હેડમાં મૂકી દીધું અને નિયાણું બાંધ્યું. નિયાણાના શબ્દો હતા-આવતા ભવે પણ વિશાખાનંદીને મારનાર તે હુ જ થાઉં ! સમતાના સાધક અને ક્ષમાના ભંડાર ક્ષમાશ્રમણ સમતા ક્ષમાનું ભાનભૂલીને ભયંકર ક્રોધમાં ગરકાવ થઈ ગયા. બસ અહીંયા ક્રોધના નિયાણામાં અહિંસાના સાધક હિંસાના વિચારોમાં નિકાચિત કમ બાંધે છે. બીજા જીવને બચાવવા માટે જીવદયા પાળનારા મહાતમા આજે કોધની તીવ્રતામાં મારવાનું નિયાણું નિકાચિત કરે છે અને પછીના શેષ ચારિત્ર કાળમાં તપશ્ચર્યા આદિ કરવા છતાં પણ કોઈ તથા હિંસકવૃત્તિના પાપનું પ્રાયશ્ચિત ન કરી શક્યા, અને મૃયુ પામી ચારિત્ર તથા તપના બળે ૧૭માં ભવે સ્વર્ગે ગયા અને ત્યાંથી ૧૮માં ભવે ત્રિપૃષ્ટ વાસુદેવ બન્યા. પૂવે બાંધેલા નિયાણાના આધારે ૧૮માં ભવે વિશાખાનંદી જે પિતાની ભવપરંપરામાં કર્માનુસાર સિંહ બનીને આવ્યે હતો તેને જીણું કપડાની જેમ ચીરીને ફાડી નાંખે, બાંધેલા નિયાણ પ્રમાણે ધાર્યું પાર પાડયું અને માર્યો ત્યારે જ શાંતિ થઈ. આ રીતે મહાત્મા વિશ્વભૂતિએ ચારિત્ર લીધું, સંયમ પાળયું, તપશ્ચર્યા કરી તપસ્વી બન્યા છતાં ક્રોધાદિ કષાયે ના ભાવ પાપના કારણે ન કરવાનું કરી બેઠા જે પાપો તેમણે કર્યો તે પાપની સજા પણ તેમને ભારે ભેગવવી પડી. ૧૮માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં ત્રણ ખંડના માલિક વાસુદેવ બન્યા. શારીરિક બળ તથા રાજકીય સત્તા આદિ ઘણું જબરદસ્ત મળ્યું હતું છતાં તેને દુરુપયોગ પણ થો. ઉંઘ લાવવામાં સંગીતને આશ્રય લીધે. સંગીતમંડળી સંગીતના વાજીંત્રે લઈને સંગીત વગાડવા બેઠી. મીઠા સુરીલા સંગીતથી વાસુદેવને ઉંઘ આવી જાય તે સારૂ એ પ્રયત્ન ચાલી રહ્યા હતા. ત્રિપૂટે પોતાના અંગરક્ષક શસ્ત્રાપાલક ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50