Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 49
________________ ૪૮ કર્યા કર્મો તો ભેગવવા જ પડશે. એમાં કોઈ છૂટકે જ નથી. ઉત્તરાધ્યયન. સૂત્રમાં શ્રી વીર પ્રભુ ફરમાવે છે, કે “જા રમખ ન જોવ@ોડી” કર્યા કર્મોથી કઈ છૂટકારે નથી. કોઈ પણ રીતે આપણે છટકી શકવાના નથી. ભેગવવા જ પડશે. કેની બીક સતાવે છે? એક સાદે પ્રશ્ન પૂછું છું. આપણે કેનાથી ડરીએ છીએ? પાપથી કે પાપ કરતા કેઈ જોઈ જાય એનાથી ? (સભામાંથી ઉત્તર–પાપ કરતા કોઈ જોઈ જાય એનાથી) બહુ જ સ્પષ્ટ સત્ય બાલ્યા એ બદલ ધન્યવાદ.) પરંતુ વાસ્તવિક્તા શું છે? પાપથી ડરવું જોઈએ એના બદલે આપણે આપણું પાપ કઈ જોઈ જાય એનાથી ડરીએ છીએ. પરંતુ એ જેનાર વ્યક્તિની બીક શા માટે ? એ વ્યક્તિ તમારૂ શું બગાડી નાંખશે? શું તમને સજા કરશે? ને ફક્ત સમાજમાં પાંચ માણસને વાત કરશે અને વાત સમાજમાં પ્રસરી જશે એની આપણને બીક છે. આપણું ઈજજતને ધકકો લાગે છે એને ભય છે. આપણી પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. યશ-કીતિને ધક્કો લાગે છે. એની આ પણને બીક છે. પરંતુ આ ભય વાસ્તવમાં સાચું નથી, બેટો છે. પાપ જેનાર વ્યક્તિ કરતા તે પાપને જ ભય હોવો જોઈએ. પાપ જેનાર આપણું જેટલું બગાડી નહી શકે એના કરતા હજારગણું વધારે પાપકર્મ આપણું બગાડશે. પાપ જેનાર આગામી ભોમાં આપણી સાથે નથી આવતું પરંતુ જાતે કરેલા પાપકર્મો આત્માની સાથે જન્મ જમાન્તરમાં આવે છે, અને તે પાપકર્મોનાં ઉદયે નરક–તિર્યંચાદિ દુર્ગતિઓમાં એક-બેવાર નહીં પણ સેંકડે સંખ્યાત અને અસંખ્યાત વાર એટલા મે સુધી પાપની સજા ભોગવવી પડે છે. વિચાર કરો! કેણ આપણું બગાડે છે? પાપ જેનાર કે પાપકર્મ પતે? આપણુ પાપ જેનાર વ્યક્તિને તે કદાચ આપણે પોતે પણ પહોંચી શકીએ છીએ. આપણે એને ડરાવી શકીએ છીએ. એટલે પાપ જેનાર તે આપણું કંઈ બગાડી શકે તેમ નથી. માત્ર સમાજમાં અપ્રતિષ્ઠા થોડીક કરી શકશે. પરતું બાંધેલા પાપમાંથી જન્મ જન્માંતરમાં સાથે. આવેલ કર્મ તે કેટલાય ભલે સુધી આપણું બગાડશે ? આપણને નરક આદિ કેવી દુર્ગતિઓમાં કેટલાય જન્મ સુધી દુઃખી કરશે. માટે સત્યતા એમાં છે કે પાપ જોનાર વ્યક્તિથી ડરવા કરતા તે પાપથી જ ડરવું, એજ વધારે સા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50