________________
૪૭
કહ્યું કે જે મને ઉંઘ આવી જાય તે પછી સંગીત બંધ કરાવી દેજે જેથી ઉંઘમાં ખલેલ ન પડે. જોત જોતામાં ત્રિપૃષ્ટને ઉંઘ આવી ગઈ. પરન્તુ અંગરક્ષક શય્યાપાલક મનમાં વિચાર કરે છે કે અરે !મારી જિન્દગીમાં મને આજે પહેલી જ વાર આવું સુંદર સંગીત સાંભળવા મળે છે. અદ્દભુત મીઠું મધુર સંગીત કર્ણપ્રિય લાગે છે. રાજાને ભલે ઊંઘ આવી ગઈ હોય પણ મારા સાંભળવા ખાતર પણ ચાલુ રાખુ તે કેટલું સારું ! એમ વિચારીને સંગીત મંડળીને ના ન પાડી, બંધ કરવાનું ન કહ્યું ઉંચા પલંગમાં સૂતેલા રાજા નીચે બેઠેલી સંગીત મંડળીને નજરમાં ન દેખાયા. તેઓ તે સંગીત વગાડતા જ રહ્યા અને સંગીત એવી વસ્તુ છે કે શાચ્યાપાલક પણ સંગીતની ધૂનમાં ચઢી ગયે અને સંગીતના વાજીન્ઝો વગેરે જોર શોરથી વાગવા લાગ્યા. બધા તાનમાં ચઢી ગયા. એટલામાં ત્રિપૃષ્ટિની ઉંઘ ઊડી ગઈ. જાગ્યા, અને જોયું કે હજી સંગીત ચાલે જ છે અરે ! હે શવ્યાપાલક! મેં તને શું કહ્યું હતું? ધ્યાનમાં નથી ? કેમ ખ્યાલ ન રાખે અને આંખ લાલ પીળી કરીને કેટવાળાને બોલાવીને ગરમ-ગરમ ધખધખતું શીશુ શય્યાપાલકના કાનમાં રેડાવી દીધુ, પરિણામે પંચેન્દ્રિય મનુષ્યવધનું ભારે પાપ કર્યું. મનુષ્યવધ સિંહ વધ આદિ ઘણાં પાપ ૧૮માં ભાવમાં થયા અને આવા ભયંકર પાપ કરવાનું પરિણામ એવું આવ્યું કે ૧૯માં ભવે ૭મી નરકમાં ગયા. ૨૦માં ભવે પતે સિંહ બન્યા અને ૨૧માં ભવે ફરીથી નરક ગતિમાં ગયા અને ૪થી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયા.
પાપ કર્યા એટલું જ નહીં, પાપની ભારેમાં ભારે સજા પણ ભોગવી બબ્બે વાર નરકમાં ગયા છતાં પણ એ પાપ કર્મો ન દેવાયા, ન ખખ્યા અને છેવટે સત્તાવીશમાં લેવે પાછા કાનમાં ખીલા ઠેકાયા. આ પ્રમાણે તીર્થકર જેવા તીર્થકર કક્ષાના મહાપુરુષે પણ પિતાની ર૭ ભવની પરંપરામાં કેટલાય ભામાં પાપ કર્યા અને તેની ભારેમાં ભારે સજા ભેગવી એ વીર પ્રભુના પાપે તથા પાપની સજા જોઈને જાણીને સમજ્યા અને સાંભળ્યા પછી આપણે આપણા માટે શું નિર્ણય લે? તેને વિચાર આપણે જાતે કરવાનો છે. જે તીર્થકર કક્ષાના મહાન આત્માને પાપે કરવાની ભયંકર સજા ભોગવવી પડી તે પછી આપણું જેવાની તે શી વાત ? આપણે એવી કઈ કક્ષાના જ છીએ કે આપણને પાપની સજા શું ભેગવવી જ નહીં પડે? કર્મ સત્તા બળવાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org