Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 45
________________ ** ( C) ' ત્રીજુ મેટું પાપ હતું “કુળ મદનું મરીચિના ત્રીજા ભવમાં જ્યારે આદીશ્વર પ્રભુ જેવા અનંતજ્ઞાનીએ ભાવિની ભવિતવ્યતા જોઈને ભવિષ્યવાણી કરી અને તે ભવિષ્યવાણી સાંભળીને હરખાઈ જનારા મરીચિના પિતા અને આદીશ્વર દાદા ના પુત્ર ભરત ચક્રવતીએ ભાવાવેશમાં આવીને એવી ઉત્કૃષ્ટ તીર્થકર ચક્રવતી, તથા વાસુદેવની ત્રણ ત્રણ પદવીઓ ભવપરંપરામાં પ્રાપ્ત કરનાર મારે પુત્ર મરીચિ છે.... સ્વપુત્રના ગૌરવથી ભરતજીએ આ વાત મરીચિ સમક્ષ ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પ્રગટ કરી જેકે સાથે ખુલાસે પણ કરી દીધે કે-હું તમ ૨ આ ત્રિદંડી પણાને નમસ્કાર કે વંદન નથી કરતો પણ ભાવિમાં આવી ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ પદવી પ્રાપ્ત કરનારા મે મહાન ભાગ્યશાળી છે માટે હું વંદન-નમસ્કાર કરું છું. ભાવિતીર્થંકર ના જીવને વર્તમાનમાં ભાવિક નો ભાવ લાવીને વંદન-નમસ્કાર કરું છું આ પ્રમાણે ભવિષ્યવાણી કહીને ભરતજી ચાલ્યા ગયા. પછીથી મરીચિ છત્ર હાથમાં લઈને હરખાતા રાજી થતા નાચતા નાચતા અહે કુળ” “અહોકુળ” બોલતા બોલતા આનન્દમાં ગરકાવ થઈ ગયા. કર્મશાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે આ રીતે કુળમદ પોતાના કુળનું અભિમાન કરીને મરીચિ એ ભારે પાપ સાથે નીચત્ર નામનું કર્મ બાંધ્યું અભિમાન એ પાપ છે. રચા ઘર્મ 1 મૂ૪ દેર પર મૂઢ અભિમાન” આ વાતમાં ધર્મનું મૂળ દયા કહ્યું અને પાપનું મૂળ અભિમાન કહ્યું છે. એ રીતે અભિમાન બધા પાપનું મૂળ-જડ છે. આ અભિમાન ના પાપે નીચગેત્ર કર્મ બંધાવીને મરીચિને જેટલા ઉપર ચયા હતા એટલા નીચે પછાડે દીધા. પરિણામે મરીચિ આગળના ભાગમાં ૧૪ માં ભવ સુધી ફરી ફરીને બ્રાહ્મણકુળમાં જતા રહયા. જ્યાં યાચકપણું પ્રાપ્ત થાય અને સાથે ત્રિદંડીપણું પણ મેળવતા રહયા એક વખતના કરાતા–કે કરેલા પાપે કેટલા લાંબા કાળ સુધી હેરાન પરેશાન કરે છે એ જોવા જેવું છે. કદાચ આપણે વિચાર કરીએ કે આદીશ્વરપ્રભુ જેઓ સર્વજ્ઞ હતા અને પ્રભુ તો જાણતા જ હતા કે આ ભવિષ્યવાણી કરવાનું કેવું ભયંકર પરિણામ આવશે ? તે પછી ભગવાને આવી ભવિષ્યવાણી શા માટે કરી ? જે ભગવાને આવી ભવિષ્યવાણી જ ન ભાખી હતી તે મરીચિને આવા ભારે કર્મો બંધાત ? અને કર્મ ન બંધાત તે સંસાર જ ન વધત ! આ વિચાર એક દૃષ્ટિથી સારે જ છે પરંતુ જેમ આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50