Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 44
________________ ૪૩ ભવપરંપરા અટકે છે. ચારે ગતિના ૮૪ ના ચકકરમાંથી જીવ મુક્ત થાય છે. ભગવાન મહાવીર પ્રભુનો જીવ પૂર્વભોમાં જ્યારે છદ્મસ્થ હતા ત્યારે ન કરવાના ધણાં પાપ કરી બેસે છે અને એના પરિણામે ઘણે સંસાર-ભવપરંપરા તથા ભવભ્રમણ વધી જાય છે. શ્રી મહાવીર મહારાજાએ મુખ્યપણે૩જા મરીચિના ભવમાં ૧૬ માં વિશ્વભૂતિનાં ભાવમાં ૧૮ માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં ઘણા પાપકર્મો કર્યા છે. આ ત્રણ ભવોમાં મુખ્યતઃ મોટા પાપ આચર્યા છે. ગૌણરૂપે વિચારીએ તો ત્રીજાથી ૧૫ માં ભવ સુધીમાં બ્રાહ્મણના ૬ ભ જે કર્યા છે તેમાં પણ ફરી ફરીથી ત્રિદંડી પણું લઈને ચારિત્ર વિકૃત કરીને ઘણું પાપ કર્યો છે. પાપની પરંપરા ચલાવી છે. એ પણ પાપ તરીકે જ ગણાશે. મરીચિના ભવમાં મુખ્યમેટો પાપ જે કર્યા છે તેમાં વટા ફર્થવિ રૂપ હે કપિલ ! ધર્મ અહીં પણ છે અને ત્યાં (આદીશ્વર ભગવાન પાસે) પણ છે. એમ પોતાના ત્રિદંડીપણાના અધમને અને આદીશ્વર દાદા ના સાચા ધર્મ બને ને એક સાથે સરખાવ્યા. આ મહાપાપ કરીને તેમણે પોતાનો ઘણે સંસાર વધાવે અને પરિણામે ૩ જા થી ૪ થા ભવમાં જતા વચ્ચે નાના-નાના ઘણાં ભે કરવા પડયા. જેની નેધ શાસ્ત્રકાર મહર્ષિઓ એ લીધી છે. સુંદર ઉત્તમ ચારિત્ર પરમાત્મા આદીશ્વર દાદા પાસે લેવા છતાં પણ ત્રિદંડીપણું સ્વીકારીને ચારિત્રને વિકૃત કરવાનું બગાડવાનું મહાપાપ કર્યું જેના કારણે આગળ ૧૫ માં ભવ સુધીમાં ૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, માં ભ માં છ-છુ વખત ત્રિદંડીપણું પામતા ગયા અને ત્રીજા ભવનું પણ ત્રિરંડીપણું એમ ગણત્રી કરીએ તો સાત ભવમાં સાત વાર ત્રિદંડીપણું પામ્યા. એક ભવમાં પાપ કરવાનું ચારિત્ર વિકૃત કરવાનું કેવું ભયંકર પરિણામ આવ્યું ? આગળના છે–છે ભામાં પાછું એ જ ત્રિદંડીપણું સામે ઉદયમાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50