Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 40
________________ ૩૯ તેના માઠા પરિણામ આવશે અને પાપની સજા બહુ ભારે–ભયંકર ભેગવવી પડશે. બીજી તરફ પુણ્યને કલ્યાણકારી–શ્રેયકર માર્ગ પણ જાણ્યા અને જોયા પછી એના પરિણામને ખ્યાલ આવશે કે એનું પરિણામ કેવું છે? માટે બુદ્ધિમાને બન્નેનું સ્વરૂપ સારી રીતે જાણીને પછી હિતકારી ગ્યનું આચરણ કરવું એ જ લાભદાયી છે. ચરિત્ર ગ્રન્થમાં પાનું વર્ણન– તીર્થકર મહાપુરુષના જે ચારિત્રે લખાયા છે તેમાં પણ તેમના જીવનના પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેઈ સામાન્ય માનવીને પણ તેનું પોતાનું ચરિત્ર આત્મકથા લખવાનું કહ્યું હોય તો તે પણ જાતે પિતાનું ચરિત્ર લખતી વખતે બધુ સારૂ–સારૂં જ લખશે કે ખરાબ હશે તે પણ લખશે ? આ પ્રશ્ન બીજા કેઈને ન પૂછતા આપણે આપણી જાતને જ પૂછીએ કે આપણી પોતાની આત્મકથા લખતી વખતે આપણે જે જે પાપે કર્યા છે, “ખોટું-ખરાબ કર્યું છે તે બધું પણ લખશે કે નહીં? અથવા પછી ફકત સારૂ–સારૂ જ લખશું ? અને કરેલા પાપે, બેટા કાર્યોની તે નોંધ પણ નથી કરવાના ! કેણુ લખે છે? કઈ લાખામાં એક વ્યકિત કદાચ સ્પષ્ટ ન્યાય આપીને પુણ્ય—અને પાપ બન્ને પક્ષની વાતા–ઘટનાએ ચેપગ્ય રીતે લખશે! પરન્તુ આપણા અનન્ત ઉપકારી એવા તીર્થકર ભગવ તેના જીવન ચરિત્રે જે આપણે નિત્ય વાંચીએ છીએ શ્રવણ કરીએ છીએ. પ્રતિવર્ષ પર્યુષણ જેવા મહાન પર્વમાં જે પવિત્ર કલ્પસૂત્રનું શ્રવણ કરીએ છીએ એમાં જે પરમાત્મા મહાવીર પ્રભુના ૨૭ ભવોનું વર્ણન આવે છે. તેમાં તેમના પૂર્વભવમાં કયારે કયા પાપ કર્યા? અને કયારે, કેવા ભયંકર પાપ કર્યો ? તે બધી જ ઝીણી-ઝીણી બાબતેનું પણ પૂરેપૂરું વર્ણન કરવામાં આવ્યું છે અને આ ચારિત્રે લખનારા આપણે જેવા જેવાતેવા લેકે ન હતા તે લખનારા પણ ૧૪ પૂર્વધારી મહાપુરૂષ ભદ્રબાહસ્વામી હતા જે આજથી ૨૨૦૦ વર્ષ પૂર્વે અને ભગવાન મહાવીર પ્રભુથી ફકત ૩૦૦ વર્ષ થઈ ગયા. એવા જ્ઞાનીગીતાર્થ પૂર્વધર મહાપુરૂષ જે તીર્થકર ભગવાનનું જીવન ચરિત્ર લખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50