________________
૨૨
અષ્ટ મહાવણું :- વગણને અર્થ છે જથ્થા-સમુહ. અનેક પુદ્ગલ પરમાણુઓના જથ્થાને વર્ગણા કહે છે. વર્ણ, ગંધ, રસ સ્પર્ધાત્મક પરમાણુઓ ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે. એક એક આકાશ પ્રદેશ પર આ વર્ગ વ્યાપ્ત છે. સમસ્ત વિશ્વમાં સોયને અગ્રભાગ પ્રવેશ કરે તેટલી જગા પણ સુરક્ષિત નથી કે જ્યાં પરમાણુને પ્રવેશ ન હોય. આ પરમાણુના સમુહ સ્વરૂપ મહાવર્ગણાઓના ગુણધર્મને આઠ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેને આઠ મહાવગણ કહે છે.
આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે ચૌદ રાજલકના સમસ્ત પ્રદેશના ક્ષેત્રમાં વ્યાપ્ત આ વગણએ પરમાણુ સ્વરૂપમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ આકારે અસ્તિત્વ ધરાવે છે, સંસારી જીવને સંગ તેને હોય છે. જીવને શરીરાદિ બનાવવા તેના ઉપગ ૨ચના અનુસાર આ પરમાણુ એના ગુણધર્મ અનુસાર આઠ પ્રકારે નામકરણ કરવામાં આવ્યું છે. (૧) દારિક (૨) શૈક્રિય (૩) આહારિક (૪) તૈજસ (૫) શ્વાસછવાસ (૬) ભાષા (૭) મનેવગણ અને (૮) કામણવગણ.
(૧) દારિક વર્ગણ - જીવ ભવાંતરે જ્યારે ઉત્પત્તિસ્થાન અર્થાત માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેને શરીર નિર્માણ કરવા માટે જે પુદ્ગલ પરમાણુઓની આવશ્યકતા રહે છે, તે દારિક વગણના પુદ્ગલ પરમાણું છે. તેને દારિક વર્ગણ કહે છે. મનુષ્ય તિર્યંચના શરીરો આ દારિક વર્ગણાથી બને છે. તેને સ્વયં જીવ બનાવે છે, ઈશ્વર બનાવતા નથી.
(૨) વૈક્રિય વગણ – તે પ્રકારે સ્વર્ગમાં દેવને અને નારકમાં નારકીઓને શરીર નિર્માણ કરવા માટે જે જડ પુગલ પરમાણુઓની આવશ્યકતા પડે છે તે વૈક્રિયવર્ગણ છે. દેવ નારક આદિની ગર્ભ જ ઉત્પત્તિ નથી.
(૩) આહારક વગણું – ચૌદ પૂર્વધારી મુનિ મહાત્મા પિતાની શંકાનું સમાધાન કરવા માટે જ્યારે મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામી આદિ તીર્થકરની પાસે જવા માટે લબ્ધિ વિશેષથી જે એક હાથના પરિમિત શરીરની રચના કરે છે તે શરીર આહારક વર્ગનું બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org