________________
૩૨
મનને જીતવાથી જીત થાય છે. મનને વશ થવાથી હાર થાય છે, મન મેક્ષમાં લઈ જવાનું નિમિત્ત બને છે અને નરકમાં લઈ જવાનું નિમિત્ત બને છે, તંદુલમસ્યનું દૃષ્ટાંત-તંદુલ-તાંદુલ–ચોખા.
ચેખાના દાણા જેવા નાના આકારવાળે સમનરક મસ્ય સમુદ્રમાં મગરમચ્છની આંખની પાંપણના એક ખૂણામાં રહે છે. મગર જ્યારે મો ખેલીને માછલીઓને આહાર કરે છે ત્યારે . પાણીના પ્રવાહમાં ઘણી માછલીઓ તેના મમાં જાય છે, પરંતુ જ્યારે તે પાછું પાછું નીકળે છે ત્યારે તેની સાથે નાની નાની ઘણી માછલીઓ બહાર નીકળી જાય છે. પેલે મત્સ્ય પાંપણુમાં બેઠે બેઠે આ દશ્ય જુએ છે એ છે તો ચેખાના દાણા જે નાને, એક માછલી પણ ખાઈ શકે તેમ નથી પણ મન છે ને એટલે વિચારે છે કે આ મગર કે મૂર્ખ છે ? એને એટલુંયે ભાન નથી કે કેટલીયે માછલીઓ બહાર ભાગી જાય છે. જો હું તેના સ્થાને હેત તે એક માછલીને ભાગવા ન દઉં.
સજજને વિચાર કરવા જેવું છે. એક પણ માછલી ખાવાને અશકત એવું આ જંતુ કે હિંસક વિચાર કરે છે; પરિણામે કર્મ બંધ કરે છે. જ્ઞાનીજને જાણી શકે છે કે એ જીવ પંચેન્દ્રિય જીવને ખાવા માગતી કલપનાથી ઘેર હિંસા કરીને સાતમી નરકનું દુઃખ. પામશે કેવળ માનસિક પરિણામનું ફળ ભોગવશે.
આપણું મન પણ સતત્ વિચારધારામાં રોકાયેલું હોય છે. આપણે મનમાં કેટલીયે કલ્પના કરીએ છીએ. જે હું પ્રધાનમંત્રી હાઉં તો આમ કરું વ્યાપારી પુત્ર પિતાને કહેતો હોય કે જે તમારી જગાએ હું હોઉં તે આ ધંધે કરુ. કેઈ વ્યકિત લેટરીની ટીકીટ ખરીદીને વિચારે છે કે જે મારી લેટરી લાગશે તે હું લખપતિ થઈશ પછી તે આમ કરીશ અને તેમ કરીશ. આમ શેખચલ્લીની જેમ, હવાઈ તરંગ ઉત્પન્ન કરે છે. પરંતુ તેના હાથમાં કંઈ આવતું નથી છતાં જીવ માનસિક આનંદ લે છે. પણ અજ્ઞાની જીવને ખબર નથી કે તે માનસિક ચિંતન વડે કેવા કર્મો બાંધે છે ? કર્મબંધનમાં મન. ઘણું પ્રબળ નિમિત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org