Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 13 આ ગાથા ભાવપૂર્વક યાદ કરાય છે. એ સિવાય પણ “તીર્થર થરપ્રસાત્ પુષ યોજા: પત્નતુ !' એમ પણ વિચરાય છે. સાથે ઉપકારી એવા ગુરુઓને પણ યાદ કરી ભાવપૂર્વક નમસ્કાર કરાય છે. (3) શ્રદ્ધાપૂર્વકની એટલે પરમાત્માના વચન પર અગાઢ શ્રદ્ધા હૃદયમાં સ્થાપન કરવાની. પ્રભુ સર્વજ્ઞ છે. તેથી તેમનું વચન હંમેશ યથાર્થ જ હોય છે. તેથી જિનેશ્વર દેવોએ જે કહેલ છે તે જ સાચું અને નિઃશંક છે તેવી શ્રદ્ધાપૂર્વક પ્રભુની આજ્ઞાનું પાલન કરવા પ્રયત્ન કરવો. (4) પ્રણિધાનમાં નવકારના અક્ષરો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાય છે. આને પદસ્થ ધ્યાન કહેવાય છે. ચળકતા સ્ફટિક જેવા કે રત્નો જેવા અક્ષરોના દર્શન કરવાના. પ્રથમ પાંચ પદમાં અક્ષરો સફેદ, લાલ, પીળા, લીલા અને શ્યામ પણ ધ્યાયી શકાય. અક્ષરો-પદોને આગળથી, પાછળથી, વચ્ચેથી પણ ગણી શકાય, યાદ કરી શકાય. નવકારની અનાનુપૂર્વીમાં આ રીતે પદોને યાદ કરાય છે. આનાથી ચિત્તની એકાગ્રતા રહે છે. (1) પિંડસ્થ ધ્યાનમાં પ્રભુના ચ્યવનથી કેવળજ્ઞાન સુધીના જીવનપ્રસંગોનું ધ્યાન કરાય છે. (2) પદસ્થ ધ્યાનમાં નવકારના કે તેના બીજા વર્ષે રિદંત, સિગારક્ષા કે પ્રભુના નામો વગેરેના અક્ષરોનું પ્રાણિધાન કરાય છે. (3) સમવસરણમાં બિરાજમાન આઠ પ્રાતિહાર્ય યુક્ત તથા બાર પર્ષદા યુક્ત પ્રભુનું ધ્યાન કરાય છે. આ રૂપસ્થ ધ્યાન છે. પ્રશાંત મુદ્રાવાળા જિનપ્રતિમાનું ધ્યાન પણ રૂપસ્થ ધ્યાન છે. (4) અને સિદ્ધપરમાત્મા જેઓ શરીરથી પણ રહિત છે, કેવળજ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, તેમના ધ્યાનને રૂપાતીત ધ્યાન કહેવાય છે. આમ ચાર પ્રકારનું ધ્યાન છે. આમાં મુખ્યતા પરમેષ્ઠિઓની છે. પ્રાણિધાન પૂર્વે શ્વાસોચ્છવાસ અંદર રોકવા પૂર્વકનો કુંભક કરવો. લાખો સૂર્ય કરતા અધિક દેદીપ્યમાન મંત્રના અક્ષરો ચિંતવવા. દરેક અક્ષરો ચંદ્રકલા (°)થી યુક્ત ચિંતવી શકાય. તથા તેમાંથી અમૃતનો પ્રવાહ ઝરી રહ્યો છે અને એ અમૃતના પ્રવાહથી જગતના દુઃખોનો દાવાનળ શાંત થઈ ગયો છે એમ પણ ચિંતવી શકાય. નવકારની આરાધનાથી નવે ગ્રહો અનુકૂળ થાય છે. અમુક અમુક ગ્રહો અનુકૂળ