Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ શ્રીજિનકીર્તિસૂરિજી વિરચિત નમસ્કારસ્તવ પદાર્થસંગ્રહ (2) શ્રીજિનકીર્તિસૂરિજીએ નમસ્કારસ્તવની રચના કરી છે. તેની ઉપર તેમણે ટીકા પણ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કરાય છે. વિષય - (1) નમસ્કાર મહામત્રના નવ પદોના આનુપૂર્વી-અનાનુપૂર્વી વગેરે ભાંગાઓની સંખ્યા લાવવાની રીત. નમસ્કાર મહામન્ત્રના નવ પદોના આનુપૂર્વી-અનાનુપૂર્વી વગેરે ભાંગાઓનો પ્રસ્તાર કરવાની રીત. (3) ભાગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત. (4) ભાંગા પરથી ભાગાક્રમાંકને શોધવાની રીત. (5) આનુપૂર્વી-અનાનુપૂર્વી વગેરેને ગણવાનો મહિમા. (1) નમસ્કાર મહામત્રના નવ પદોના આનુપૂર્વી-અનાનુપૂર્વી વગેરે ભાંગાઓની સંખ્યા લાવવાની રીત જેટલા પદોના આનુપૂર્વી-અનાનુપૂર્વી વગેરે ભાંગાઓની સંખ્યા જાણવી હોય તેટલા પદોને 1, 2, 3, 4... એ ક્રમે સ્થાપીને પરસ્પર ગુણવાથી ભાંગાઓની સંખ્યા આવે છે.