Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 36 આનુપૂર્વી-અનાનુપૂર્વી વગેરેને ગણવાનો મહિમા જે પાપકર્મોનો ક્ષય છ માસનો અને 1 વર્ષનો તીવ્ર તપ કરવાથી થાય છે તે નમસ્કાર મહામંત્રની અનાનુપૂર્વી ગણવાથી અડધી ક્ષણમાં થાય છે. જે ઉપયોગપૂર્વક અનાનુપૂર્વીના બધા ભાંગાઓ ગણે છે તે ભયંકર ગુસ્સાવાળા દુશ્મનો વડે બંધાયેલો હોય તો પણ શીઘ છૂટી જાય છે. અનાનુપૂર્વીના ભાંગાઓ ગણીને અભિમંત્રિત કરેલો વાસક્ષેપ મસ્તક ઉપર નાંખવાથી શાકિની, ભૂત વગેરે બધા ગ્રહો (વળગાળો) એક ક્ષણમાં નાશ પામે છે. બીજા પણ ઉપસર્ગો, રાજા વગેરેના ભયો, કોઢ અને રોગો નમસ્કાર મહામના નવપદોની અનાનુપૂર્વી ગણવાથી ઉપશાંત થાય છે. કલ્યાણ કરનારા એવા આ પંચપરમેષ્ઠીના નમસ્કારરૂપ નમસ્કારસ્તવનો જે ત્રણે સંધ્યાએ જાપ કરે છે તે જિનેશ્વરપ્રભુવડે જેનો મહિમા કહેવાયો છે એવા સિદ્ધિસુખને મેળવે છે. બધી વાંછિત વસ્તુઓ પ્રાપ્ત કરાવનારા કલ્પવૃક્ષ કરતા પણ વધુ મહિમાવાળા, શાન્તિક-પૌષ્ટિક વગેરે આઠ કર્મોને કરનારા એવા પંચપરમેષ્ઠીને નમસ્કાર રૂપ મહામત્રનું પોતાના આ ભવના અને પર ભવના ઇષ્ટ પદાર્થોની સિદ્ધિ માટે ગુરુદેવ પાસેથી મળેલા આમ્નાય પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. પ્રશસ્તિ તપાગચ્છના શણગાર શ્રી સોમસુંદરસૂરિજી મહારાજના શિષ્ય, પરમપદની સંપત્તિને પામવા ઇચ્છતા શ્રીજિનકીર્તિસૂરિજી મહારાજે શ્રીનમસ્કરસ્તવ અને તેની વૃત્તિની રચના વિ.સં. 1494 વર્ષે કરી છે. નમસ્કારસ્તવનો પદાર્થસંગ્રહ સમાપ્ત