Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ નમસ્કાર મહામત્રના ભાંગાઓનો પ્રસ્તાર કરવાની પહેલી રીત છે. તેનાથી નાનો અંક 1 છે. તેથી 2 ની નીચે 1 મૂકવો. ત્યારપછી પહેલા ભાંગાના ત્રીજા, ચોથા, પાંચમા અંકો પહેલા ભાંગાની જેમ જ બીજા ભાંગામાં મૂકવા. અહીં 345 મૂકવા. 1 થી 5 માંનો જે અંક બાકી હોય તે પહેલા ભાંગાના 1 ની નીચે મૂકવો. અહીં ર બાકી છે. તેથી 1 ની નીચે ર મૂકવો. આમ બીજો ભાંગો થયો - 21345. આ જ રીતે આગળના ભાગાઓ કરવા. ત્રીજો ભાંગો - બીજા ભાંગાનો પહેલો અંક ર છે. તેનાથી નાનો અંક 1 છે. તેથી 2 ની નીચે 1 મૂકીએ તો બાકીના અંકો બીજા ભાંગાની જેમ મૂકવા પડે. બીજા ભાંગાનો બીજો અંક 1 છે. તેની નીચે 1 મૂકીએ તો એક બેવડાય, કેમકે ત્રીજા ભાંગાનો પહેલો અંક 1 છે અને બીજો અંક પણ 1 થાય. તેથી બીજા ભાંગાના ર ની નીચે ત્રીજા ભાંગામાં 1 ન મૂકાય. બીજા ભાંગાના બીજા અંક 1 થી નાનો અંક નથી. તેથી બીજા ભાંગાના ત્રીજા અંક 3 ની નીચે ત્રીજા ભાંગામાં ર મૂકવો. ત્યાર પછી બીજા ભાંગાના ચોથા-પાંચમા અંકો ૪પ એ જ રીતે ત્રીજા ભાંગામાં મૂકવા. બાકી રહેલા અંકો 1, 3 ક્રમ મુજબ ર ની પહેલા મૂકવા. આમ ત્રીજો ભાંગો થયો 13245. ચોથો ભાંગો - ત્રીજા ભાંગાના પહેલા અંક 1 થી નાનો અંક નથી. ત્રીજા ભાંગાના બીજા અંક 3 થી નાનો અંક 2 છે, પણ 3 ની નીચે ર મૂકીએ તો ત્રીજા અંક તરીકે ઉપરનો ર જ મૂકવાનો થાય. તેથી અંક બેવડાય. માટે 3 ની નીચે ર ન મૂકાય. તેથી 3 ની નીચે ર થી નાનો અંક 1 મૂકવો. ત્યારપછી ત્રીજા ભાંગાના ત્રીજા-ચોથા-પાંચમા અંકો 245 ચોથા ભાંગામાં એ જ રીતે મૂકવા. બાકી રહેલો ૩નો અંક 1 ની પહેલા મૂકવો. આમ ચોથો ભાંગો થયો 31245 આ રીતે આગળના ભાંગાઓ કરવા.