Book Title: Oxygen Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ ગુરુદેવ કહે છે... આત્માને મહાપ્રીમંત બનાવવો હોય, પવિત્ર બનાવવો હોય તો આ કરો કે રોજિંદા જીવનમાં પણ ભરચક ધર્મસાધના અને ચોવીસે ય કલાકની માનસિક ધર્મસાધના ચાલુ હોય; તેમજ તુષ#t, મઠ, મત્સર, માયા, જૂઠ વગેરે દુર્ગુણોને ખાસ કરીને મોકે મોકે કચરતા ચાલો અને એને ઊભા જ ન થવા દો.' દેવ ! આપને વર્ધમાન તપની લાંબી ઓળી ચાલતી હતી અને છતાં આપનું આયંબિલ માત્ર બાર કે પંદર મિનિટમાં પૂરું થઈ જતું હતું. એ દિવસે રાતના આપની પાસે હું બેઠો હતો અને આપને પૂછવું હતું. | ‘સુદેવ, આપ આયંબિલ કરવા બેસો છો કે પછી ગોચરીનાં દ્રવ્યો સાથે મારામારી કરવા બેસો છો ?' ‘કેમ શું થયું ?' ‘આપના પાતરામાં રોટલી મૂકનારો મોડો પડે છે અને આપના મુખમાંથી રોટલી એના કરતાં વધુ ઝડપથી જાય છે. થોડુંક શાંતિથી વાપરતા હો તો એમાં વાંધો શું છે ?” ‘રાંસુંદર, સંયમજીવન જીતી જવું છે ? ગોચરીનાં દ્રવ્યોને તું ય મારી જેમ કહેતો જા, | 'તું જ, હું આવું છું' જનમજનમ બગાડ્યાં શરીરને સાચવવામાં, આમને સાચવી લેવાના આ સંયમજીવનમાં પણ એ જ ભૂલ દોહરાવવાની ? ગુરુદેવ ! શરીરનો 'કસ' કાઢતા રહેવાની, મનને ‘વશ'માં રાખતા રહેવાની અને એ દ્વારા સંયમજીવનને ‘સમય’ બનાવતા રહેવાની આપની પાસે જે કા હતી એ કળાના સ્વામી, બનવાનું સ્વપ્ન તે આપ અમને આપો !Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50