________________
ગુરુદેવ કહે છે...
રક્ષણ એટલે કાયિક બચાવ સમજતા ની. રમણરૂપ તાં આત્માનો બચાવ થાય એ છે. આત્માને સમાધિ મળે, આત્માના રાગાદિ દોષો થટે, હિંસાદિ દુષ્કૃત્યો ઘટે અને વૈરાગ્યાદિ ગુણ સંપત્તિ વધે, વ્રત નિયમાદિ સુતો વધે, એ બધું આપણને પોતાને રક્ષણ મળ્યું ગણાય. નવું ૨૧ા ધર્મ જ આપી શકે.
અમદાવાદ. દશા પોરવાડના ચાતુર્માસ દરમ્યાન આપને વર્ધમાન તપની ઓળી તો ચાલતી જ હતી પણ એ ઓળી દરમ્યાન આપ પૂજ્ય જયશેખર વિ.મ. ને ‘સમ્મતિ તર્ક'નો પાઠ પણ
આપતા હતા.
કમાલનું આશ્ચર્ય એ હતું કે પાઠ આપવાનો સમય આપશ્રીએ ગોચરી પછીનો તુર્ત જ રાખ્યો હતો. આયંબિલ કર્યા બાદ ન તો આપ આરામ કરતા હતા કે ન તો આપ જયશેખર મહારાજને આરામ કરવા દેતા હતા.
બન્યું એવું કે એક દિવસ આયંબિલ કરીને આવ્યા બાદ આપે આસનેથી જ બૂમ લગાવી. 'જયરોખર !'
'ગુરુદેવ, પાતરા લૂછું છું.'
અને આપે મને બોલાવ્યો, ‘રત્નસુંદર, જા, જયશેખરના પાતરા લૂછી લે. બીજાને સહાયક બનવાનો ધર્મ કાંઈ સમજ્યો છે કે નહી ?'
હું જયશેખર મહારાજના પાતરા લૂછવા ગયો તો ખરો પણ ત્યારે જયશેખર મહારાજ એટલું જ બોલ્યા કે ‘કમાલ છે ગુરુદેવ, પાઠ લેવાની મારી તૈયારી મામૂલી છે. પાઠ આપવાનો તલસાટ ગુરુદેવનો ગજબનાક છે.’
'ગુરુદેવ ।
આપ જીવનભર ગજબનો વેપાર કરતા રહ્યા. સ્વાઘ્યાય કરતા રહીને તો આપ કમાતાં જ રહા પણ આશ્રિતોને સ્વાધ્યાય કરાવતા રહીને ય આપ કમાતા રહ્યા ! ‘આચાર્યો છે જિનધમના દક્ષ વ્યાપારી શૂરા' આ રચના આપની જ છે ને ?
४८