________________
ગુરુદેવ કહે છે, શુભ ધર્મક્રિયાનો ખપ કરવો નથી એટલે અશુભમ પાપક્રિયાઓ ભરચક ચાલુ રહે છે, ને તેથી અશુભામાવ પોષાતો રહે છે; પછી શુભભાવ શાનો જાગે ? શી રીતે સગો થાય ?
‘રત્નસુંદર તે એવો કોઈ વેપારી જોયો છે ખરો કે જે દુકાન ખોલીને બેસવા છતાં વકરો ન કરતો હોય ?'
‘ના’ “તો પછી તું કરે છે શું ?"
'વ્યાખ્યાનોમાં પભુવચનોનો માલ તો તું સહુને સારો બતાડતો રહે છે પણ વકરો. ક્યાં કરે છે ?'
‘એટલે ?' એટલી ય નથી ખબર પડતી ? એટલે આ કે વ્યાખ્યાનમાં જે વિષય ચાલ્યો હોય એ વિષયને અનુરૂપ શ્રોતાઓની કક્ષા જોઈને એમને નાનકડા નાનકડા નિયમ પકડાવી દેવા જોઈએ. આખરે આ શ્રોતાઓ તો સંસારમાં બેઠેલા જ હોય છે ને ? જેવા પ્રવચનશ્રવણ કરીને બહાર નીકળે, સંખ્યાબંધ ગલત નિમિત્તો એમને ઘેરી વળે. પ્રવચનશ્રવણની અસર એમનાં મન પર અને જીવન પર રહે જ ક્યાંથી ? માટે તું સાચો વેપારી બનતો જા. માલ બતાવતો જા, વકરો કરતો જા.
ગુરૂદેવ સોયને ખોવાઈ જતી બચાવી લેવી હેચ તો એને દોરામાં પરોવૈલી જ રાખવી પડે તેમ શ્રદ્ધાને અને શ્રવણને નિષ્ફળ જતું અટકાવવું હોય તો એને નિયમોમાં બાંધી જ દેવું પડે, આ આપની માન્યતાને આપ જે સહજતાથી ચરિતાર્થ કરી બતાવતા હતા એ સાથે જ આચર્યું હતું !