________________
ગુરુદેવ કહે છે... બધું સારું સારું ને અનુકૂળ અનુકૂળ મળે એમાં સાવ કેળવવાનો અવસર જ કયાં છે ? શી ધીરજ અને સહિષ્ણુતા વધારવાની રહે છે ? વસ્તુ પ્રતિકૂળ છે અને આપણે વિકૃત નથી થતાં, ઊચાનીચા નથી થતાં. શાંતિથી આનંદપૂર્વક વધાવીએ છીએ તો આપણું સત્ત્વ એમાં ખીલે છે. આપણી સહિષ્ણુતી- Resisting Power કેળવાય છે.
સુરત-કારસૂરિ આરાધના ભવનનું એ ચાતુર્માસ. અમને કોઈને ય કલ્પના નહોતી કે આ ચાતુમાંસ પછી એક પણ ચાતુર્માસમાં અમને આપનું પાવન સાંનિધ્ય પણ મળવાનું નથી કે આપનાં દર્શનનું સદ્ભાગ્ય પણ અમને મળવાનું નથી.
આપે એક દિવસ સવારની વાચના આપ્યા બાદ મને બોલાવ્યો.
‘નાદર, એક કામ કર, અંદરની રૂમમાં હું બેસું છું. ત્યાં ચારે ય બF; તે આગમો-સ્પકરણો વગેરેની પ્રતો ગોઠવી દે. જે પણ મુનિઓને જેનો પણ પાઠ શૈવ હોય એ બધાચને ઈ પણ સમયે પાઠ લેવા આવી જવાનું તું જણાવી દે.
હા, બહારથી કોઈ સંઘો વગેરે આવે કે અહીંના શ્રાવકો વગેરે આવે એ તમામને તમો બધો સાચવી લેજો. બાકી, મને હવે જ્ઞાનના મહાસાગરમાં ડૂબી જવા દો. આખી જિંદગી બધાયને બાકું સાચવ્યા. હવે મારા આત્માને મારે સાચવી લેવો છે. |
ગુરુદેવ ! અંતિમ સિવાય બીજા કોઈને ય સાચવવામાં આપને ક્યાં ક્યારેય રસ રહ્યો હતો ? આપે કોઈના જીવનમાં રસ લીધો પણ હતો તો ચ એના આત્માને સાચવી લેવા જ લીધો હતો ! અને છતાં આપ એમ કહી બેઠા હતા કે 'હવૈ મારા આત્માને મારે સાચવી લેવો છે' કમાલ !