Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ ગુરુદેવ કહે છે.. ઉદ્ભળાટ, આવેશમાં વિરાધનાનું બોલી-વિચારી નાખેલું અને એમાં પછી સામાં ચૂપ થઈ ચાલી ગયા એના પર સંતોષ વાળેલો, એનો પસ્તાવો થતો નથી, એ પાપનાં શક્ય આત્મામાં જડબેસલાક ચોટી જાય છે અને ભવોના ભિવો સુધી આત્માને પાપાસક્ત બનાવે છે. આજે ચૌદશ હતી. સવારના ગુરુદેવ, આપની સાથે પાંચેક જિનમંદિરો જુહારીને સહુ મુનિઓ મકાને તો આવ્યા પણ આપનો ચહેરો એમ કહેતો હતો કે આજે આપ કંઈક અલગ ‘મુંડ'માં જ છો. અને અમારા સહુનું એ અનુમાન સાચું પડ્યું. સામૂહિક વંદન કરીને જ્યારે સહુએ આપની પાસે પચ્ચક્ખાણ માંગ્યું ત્યારે આપ એટલું જ બોલ્યા કે જેમને નવકારશી અને બેસણું હોય એ ઊભા રહે, બાકી બધા બેસી જાય ! | ઊભા રહેલા ચારે કે મુનિવરોમાં એક હું પણે હતો. આપે પચ્ચકખાણ આપી તો દીધા પણ પછી દર્દ સાથે આપ જે શબ્દો બોલ્યા કહતા એ આ હતા.. ‘જનમજનમ આપણે શરીરનું પડિલેહણ કરતા આવ્યા છીએ માટે તો આ જનમમાં આપણને શરીર મળ્યું છે. આ જનમમાં પણ આપણે એ જ કરતા રહેશે તો શરીરના વળગણમાંથી આત્માનો છુટકારો થશે જ્યારે ?' ગુરુદેવ ! કઈ હદે આપના હૈયામાં પરમપદનું આકર્ષણ ઊભું થઈ ગયું હશે ત્યારે આવા શબ્દો અપનાં મુખમાંથી નીકળ્યાં હશે ! શું કહીએ અમે આપને ? પરમપદ ગમાડી ચૂકેલા આપ અમને ગમી જાઓને, તો ચ અમારું કામ થઈ જાય તેમ છે. આ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50