________________ 5o ગુરુદેવ કહે છે... માના ક્રાંસા એ અશુભ અધ્યવસાય છે અને નમસ્કારની આકાંક્ષા એ એક શુભ અધ્યવસાય છે. ત્યાં પહેલા માનાકાંક્ષાના એ અશુભ અધ્યવસાયને તોડવા નમસ્કારની આકાંક્ષાના શુભ અધ્યવસાયની જરૂર છે ગુરુદેવ !' - આંખોમાં કરૂણા અને હૈયામાં કોમળતા,જિવા પર મધુરતા અને કાયામાં જયણા, શબ્દોમાં વાત્સલ્ય અને હાથમાં આલેખનકળા, પગમાં તરવરાટ અને મસ્તકમાં પ્રમુવચનોની અનુપ્રેક્ષા, અને પોપઅપથી વ્યાખ અને તેનું પ્રમાદસેવનથી ત્રસ્ત, દોષો પ્રત્યે આંખમાં જાલિમ લાલાશ અને સદગુણો પ્રત્યે અંતરમાં ખદખ્ય આકર્ષણ. આવા સંખ્યાબંધ ગુણવૈભવના સ્વામી આપે મને, સંયમજીવનને યોગ્ય માન્યો એ જ મારા જીવનનું સર્વોચ્ચ અને પરમ સદ્ભાગ્ય ! ઓ જીવનને પામીને હું શું બન્યો કે મેં શું કર્યું? એ મારે મન મહત્ત્વની વાત નથી, મારે મન મહત્વની વાત એક જ છે કે સંસારના આ બજારમાં જેને નંબર એક આપી શકાય એ સંયમજીવન આપે મને આપ્યું. ગુરુદેવ ! આપની પાસે માંગવાની હવે કોઈ જ ઇચ્છા નથી, મારે તો આપને એક જ ચીજ આપવી છે, મારું મન ! બસ, એને સાખી લેવાની આપ ના ન પાડશો. એ જે આપની પાસે જ રહેશે તો પછી મારે મંડિત ન મળે ત્યાં સુધીના પ્રત્યેક ભવમાં આપની સાથે જ રદ્વાન બનશે અને આપની સાથે રહો એટલૈ મુકિતમાં ય આપની સાથે જ આવ્યો સમજે !