________________
ગુરુદેવ કહે છે... - બરી રીતે સામાનો સ્વભાવ સારો, આપણને અનુકૂળ હૌવો એ મુખ્ય નથી કિનુ પોતે સામાના સ્વભાવને અનુકૂળ બની જવું એ અગત્યનું છે. એ સુખદ જીવનની ચાવી છે.
સુરત-અઠવાગેટનો એ ઉપાશ્રય અને આપને આવ્યો હતો પેરાલિસિસનો મામૂલી એટેક. આપ વ્યવસ્થિત ઊભા થઈ શકતા નહોતા તો આપની મેળે આપ બેસી શકતા પણ નહોતા. અલબત્ત, સમાધિ-પ્રસન્નતા-સ્વસ્થતા એ બધું ય આપનું એકબંધ હતું.
એક દિવસ સવારના લગભગ આઠેક વાગે એક નાનકડો બાબો પૂજાનાં કપડાંમાં આપને વંદન કરવા આવ્યો. વંદન કરીને એ દોડતો દોડતો દરવાજા તરફ ગયો. આપની નજર એના પર હતી અને આપે એ વખતે આપની બાજુમાં ઊભેલા મને એટલું જ કહ્યું, | ‘રત્નસુંદર, જયો આ બાબાને ? કેવું શક્તિથી હર્યુંભર્યું છે એનું શરીર ? આજે હું બાકી ગયો. હાથ-પગ બેકાર જેવા બની ગયા. એટલું જ કહીશ તને કે શરીર સશકત હોય ને, ત્યાં સુધી એનો પૂરો કસ કાઢી લેજે, આવતી કાલ ઉપર કોઈ જ આરાધના રાખીશ નહીં. કારણ કે ગમે ત્યારે દગો દઈ દેવાનો તો આ શરીરનો સ્વભાવ છે !'
- ગુરદેવ, શારીરનો કસ કાઢી લેવામાં આપે ક્યાં કોઈ કસર છોડી હતી ? અને છતાં આપ પૈસલિસિસના એટેકમાં ચ આરાધનાનોગે અસંતુષ્ટ તા ! આપના આ અસંતોષની દાવાનળની ચિનગારી પણ અમને મળી હોય તો અમારું કામ થઈ જાય તેમ છે.