________________
ગુરુદેવ કહે છે... જિનવચનના પરિચય વિના તો જીવ એવો ભૂલો પડે છે કે ખોટી વસ્તુ, ઓમ કાર્યને સારું માની લે છે ! પાપને કર્તવ્ય સમજી બેસે છે ! અવાચ્યને વાગ્યે માની લે છે ! અભિજ્યને ભક્ષ્ય સમજે છે અને ત્યાજ્યને આચરવા જેવું માની લે છે !
બોજો, જીવનમાં જિવચનનો પરિચય કેળવતા રહેવાનું રાખ્યું છે ખરું ?
અમલનેરમાં ૨૬ સામુહિક દીક્ષાઓના પ્રસંગે એક દિવસ રાતના વિશેષાવશ્યક ભાષ્યના ચાલી રહેલ સ્વાધ્યાયમાં ન્યાયની કેટલીક પંક્તિઓના અર્થઘટન અંગે અમારે મુનિઓ વચ્ચે મતભેદ સર્જાયા. અવાજ મોટો થયો. ઊગ્રતા અનુભવાઈ.
આપના આસન સુધી આ અવાજ પહોચ્યો અને આપે અમને સહુને આપની પાસે બોલાવ્યા. | ‘OHધા વિદ્વાન થઈ ગયા લાગો છો પદાર્થને સમજવાની પ્રજ્ઞા હજી તમારી વિકસિત થઈ નરસી અને ત્યાં જાયની પંકિતઓને ખોલવા તૈસી ગયા ? એક વાત સમજી રાખો. - રાત્રિ સ્વાધ્યાય સીધો ગ્રંથના આધારે કરતા જાઓ. એમાં વચ્ચે તમારું ડહાપણ ડહોળો નહીં. હા, કોક પંક્તિમાં શંકા પડે તો દિવસે કાં તો ગુણાનંદ પાસે એનું સમાધાન મેળવી લો અને કાં તો મારી પાસે આવીને સમાધાન મેળવી લો. બિનજરૂરી અંદર અંદર ચર્ચા કરતા રહીન ગ્રંથના સ્વાધ્યાયનું દૂષિત ન કરો.'
ગુરુદેવ ! સાધનાના આપના ખુદના જીવનનો બહુમૂલ્ય સમય આપે અમારા હિતને માટે જે રીતે ફાળવ્યો છે એ યાદ આવતાં આજે આંખો ભીની થઈ જાય છે, હૈયામાંથી એક જ પોકર ઉઠે છે. “ગરદેવ ! આપ જ અમારા હૃદયની ધડકન હતા.'