Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ એ વરસોમાં ગુરુદેવ, આપ મદ્રાસ બાજુ વિચરતા હતા અને હું કચ્છમાં હતો, કચ્છમાં અધ્યાત્મયોગી પુજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કેટલાક દિવસ રહેવાનું સિદ્ભાગ્ય મને મળ્યું હતું. એક દિવસ પ્રભુના પત્તા પરના અનંત ઉપકારો અંગે તેઓશ્રી મને કંઈક સમજાવી રહ્યા હતા અને મેં એઓશ્રીને પૂછી લીધું, ‘સાહેબ, પ્રભુ ખરેખર આપણા પર ઉપકાર કરે જ છે ?' ‘આ પ્રશ્ન મને ભુવનભાનુસૂરિ મહારાજનો શિષ્ય પૂછે છે ? રતનસુંદર મહારાજ, તમારી ગુરુદેવશ્રીએ જૈન સંઘને આપેલ નજરાણું ‘પરમત્તેજ' હું બારે ય મહિમા સાથે જ રાખું છું. તમે જો એ વાંચ્યું હોત તો અત્યારે તમે મને જે પ્રશ્ન પૂછયો છે એ પૂછયો ન હોત. ભલામણ કરું છું તમને કે વહેલામાં વહેલી તકે તમે ‘પરમતેજ’ વાંચી લેજો. પ્રભુના કંપારી અંગે મનમાં કોઈ જ સંશય નહીં રહે' ગરદેવ ! અધ્યાત્મયોગી એ પૂજ્યશ્રીના શ્રીમુખે સાંભળવા મળેલા આ શોએ મારી આંખોમાં એ જ પળે હર્ષાશ્રુ છલકાવી દીધેલા. આપના સાહિત્યસર્જને કેવા કેવા ચમત્કારો સર્જી દીધા છે ! વંદના હો આપની એ સાહિત્યસર્જનની મંગળ યાત્રાને ! ગુરુદેવ કહે છે... જેમ ધઉં વાવવાથી પાકમાં ઘઉં આવે છે, એ મ વર્તમાન સુફતથી કર્મવિપાકમાં ભાવિ સુખ અને સુકા ભાવે છે. એ જ પુરવાર કરે છે કે વર્તમાન સુકૃતમાં ભાવિ સુખોનાં અને સુકૃતનાં બીજ પડેલાં છે, પછી જેવું સુકૃત, જેવા ભાવવાળું સુકૃત તે પ્રમાણે એના સુખોનાં ને સુકૃતનાં બીજ હોય, અલબત્ત, અહી સુકૃતસેવન સાથે મલિનભાવ ન જોઈએ.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50