Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ ગુરુદેવ કહે છે... માનવમિવ બજાર છે, વેપાર કરતાં આવડવો જોઈએ. તો આ કાર્યધર્મમાંથી કારબ્રધર્મ અને ઠેઠ સ્વરૂપધર્મ સુધી પહોંચી શકાય, ખોવાઈ જનારી ચીજમાંથી અક્ષય ખજાનો ઊભો કરી લેવાનો છે. નવસારી-મધુમતી-ચિંતામણી પાર્શ્વનાથ દાદાના પાવન સાંનિધ્યમાં ચાતુર્માસ હતું. આજે રવિવાર હતો. યુવાનોની શિબિરમાં લગભગ બે કલાક જેટલું મારે બોલવાનું બન્યું હતું. શરીર શ્રમિત હતું. રાતના વહેલા સૂઈ જવાની મારી ગણતરી હતી પણ એ પહેલાં રોજનો મારો જે જાપ ચાલતો હતો એ કરી લેવા હું નવારવાળી વગેરે લઈને જ્યાં બેઠો ત્યાં ગુરુદેવ, સાંજના પ્રતિક્રમણ બાદ મુનિઓ શું કરી રહ્યા છે એ જોવા આપ મકાનમાં ROUND લગાવવા નીકળ્યા અને આપની નજર મારા પર પડી. જપ કરવા બેસું છું” ‘આ ઉંમર જાપ કરવાની છે ? સ્વાધ્યાય વગેરે કાંઈ કરવાનું નથી ? પ્રભુશાસનનાં રહસ્યો સ્વાધ્યાય વિના સમજાશે નહીં અને રહસ્યો સમજ્યા વિના સંયમ સરું પાળી શકાશે નહીં. માટે યુવાનવય છે અત્યારે તો વાધ્યાય રતો જા. વૃદ્ધાવસ્થામાં જાપ કસ્પો હોય એટલો કરતો રહેજે. | ગુરુદેવ ! સંપત્તિ વિનાનો સંસારી જે દરિદ્ર છે તો સ્વાધ્યાય વિનાનો સંયમી દયનીય છે આ સત્ય આપના લોહીના બુંદબુંદમાં કેવું સ્થિર થઈ ગયું હશે ત્યારે એપ સ્વાધ્યાય માટે આટલા બધા આગહી બન્યા રહ્યા હશો !

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50