Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ જલગાંવના ચાતુર્માસ પૂર્વે વિહારમાં વિશેષાવશ્યક ભાષ્યનું અધ્યયન ચાલી રહ્યું હતું તો સાથોસાથ સમંદાદિ પ્રરુપણાનો સ્વાધ્યાય પણ ચાલી રહ્યો હતો. એમાં અવારનવાર જાતજાતની શંકાઓ ઊઠતી હતી જેના સમાધાન માટે હું પૂ.પં. શ્રી જયધોષ વિ.મ. સ્થિલ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મહારાજ પર પત્રો લખતો રહેતો હતો. તેઓશ્રી તરફથી જે સુંદર સમાધાનો મળતા હતા એ હું તો વાંચતો જ હતો પણ ગુરુદેવ, આપ પણ વાંચતા હતા અને ભરપૂર પ્રસન્નતા અનુભવતા હતા, આ સંદર્ભમાં જ આપે મને સૂચન કર્યું હતું કે 'રતનસુંદર, જયઘોષ જે સમાઘાનો આપે છે એ સમાધાનો એવાં અદ્ભુત હોય છે કે એ વાંચ્યા પછી એ પદાર્થ અંગે મનમાં કોઈ શંકાજ ઊભી રહેતી નથી. તું જયઘોષ સાથે આવો પત્રવ્યવહાર ચાલુ જ રાખજે. તારા બહાને મને ય નવા નવા શાસ્ત્રીય પદાર્થો જાણવા મળતા રહેશે, ગુદેવ, ૨નભૂખ્યા બૅટ્સમૅનને અને પૈસાભૂખ્યા લોભીને ય શરમાઈ જવું પડે એવી આપની જિનવચનભૂખ હતી. એ વિના એવું સૂચન આપ મને કરી જ શી રીતે શક્યા હોત ? મારામાં ય આપ આવી. જિન-વચનભૂખ પ્રગટવી દો ને ? ગુરુદેવ કહે છે,,, મહાવીર પ્રભુનું શાસન માત્ર ૨ ૧,000 વરસ ચાલવાનું, તેમાં ય ફક્ત એક હજાર વર્ષ થતાં તો મૃતનો મહાસાગર સુકાઈ ગયો અને તળાવાં રહ્યા ! કાળની આ મધ્ય વિષમતા જાણીને વધુ સાવધાન બની જવા જેવું છે. આજે પણ જેટલું શ્રત મળે છે એ પણ મહા અહોભાગ્યનો વિષય માની એના પ્રકાશથી પણ આત્માને નિરંતર પ્રકાશિત રાખવા જેવો છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50