Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ ગુરુદેવ કહે છે... રાગ-દ્વેષથી બચવું હોય તો પહેલાં એ કરાવનાર-પોષનાર જડચેતન વસ્તુના સંગ મૂકાં, એનો સંયોગ છોડો. નહિતર જા નિમિત્ત પાસે છે તો એવા દુષ્ટ ભાવ દિલમાંથી ખસશે જ નહી. રાગ-દ્વેષથી બચવાનો આ જ રાજમાર્ગ છે. રાગ-દ્વેષ કરાવતાં નિમિત્તીનો ત્યાગ કરતા જાઓ. સાવરકુંડલાનું એ ચાતુર્માસ હતું. સંયમજીવન અતિચાર રહિત કઈ રીતે બન્યું રહે એના અનેક વિકલ્પો આપ વાચનાના માધ્યમે સાધુ-સાધ્વી સમક્ષ રોજ મૂકી રહ્યા હતા. એમાં એક દિવસ આપે અમારા સહુ સમક્ષ એક પ્રશ્ન મૂક્યો. ‘ગોચરી વાપર્યા પછી પાતરા જે કપડાં (લૂણાં) થી તમો સહુ લૂછો છો એ કપડાંનો તો સાંજ પડ્યે કાપ નીકળી જાય છે પરંતુ વાપરી લીધા પછી આખો ગોચરી હૉલ જે કપડાં લૂછણિયાં થી સાફ થાય છે એ ડાંને સાફ કોણ કરે છે ?' ‘કોઈ જ નહીં’ 'એ કપડાં પર દાળ-શાકનાં ડાઘા લાગે અને સાંજ પડ્યે એ સાફ થાય નહીં તો રાત્રિભોજનનો અતિચાર લાગે કે નહીં ?! લાગે' “તો નક્કી કરી દો કે એક એક સાધુએ વારાફરતી એ કપડાંનો રોજ કાપ કાઢી લેવો. આખા સમુદાયને અતિચારથી મુક્ત રાખવાનો લાભ એ સાધુને મળશે.' ગુરુદેવ ! અતિચારશોધક આપની આ સૃષ્ટિને અને અતિચારનિવારક આપની આ વિશુદ્ધ પ્રજ્ઞાને વંદન કરવા સિવાય અમે બીજું કરી પણ શું શકશું ? અમને આશીર્વાદ આપો. સંયમજીવનને અમે અતિચારરહિત બનાવતા જ રહીએ.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50