Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ ગુરુદેવ કહે છે... પરમાત્મા અને એમના કલ્યાણ ઉપદંશને ભુલાવનાર ભોગ છે. મહામૂલ્યવંતી પવિત્ર અને તારક યોગસાધના માટે યોગ્ય એકમાત્ર જે માનવજીવન, તેના કૂચા કરનાર ભોગસાધના છે. મહાસ્વતંત્ર એવા માનવને પરતંત્ર બનાવનાર ભોગની ભૂખ છે. (ભાવનગર-કૃષ્ણનગરમાં ગુરુદેવ, આપણે હતા. આપની સેવામાં રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતુ અને એટલે મારું આસન પણ આપની બાજુમાં જ રહેતું હતું. એ દિવસે રાતના સમયે ઠંડી સખત હતી. જ્યાં મારો સંથારો હતો ત્યાં બારણાંની તિરાડમાંથી પવન પણ આવી રહ્યો હતો અને એના કારણે મને જોઈએ તેવી ઊંઘ નહોતી આવી. - સવારનું પ્રતિક્રમણ મારું પૂરું થયું, રાતના ચન્દ્રના પ્રકાશમાં આપે પ્રમુવચનોની અનુપ્રેક્ષા લખી હતી એટલે અત્યારે આપ સૂતા હતા. એ તક [3] નો લાભ લઈને મેં પણ લંબાવી દીધું અને થોડાક જ સમયમાં આપ ઊઠી ગયા. | ‘રત્નસુંદર, પ્રતિક્રમણ કર્યું ?' ' 'હા' ‘પ્રતિક્રમણ પછી તરત સૂઈ જવાનું ? તો પછી પ્રતિક્રમણ કર્યાનો અર્થ શો છે ? ફરીવાર કરી લે આખું પ્રતિકમણ !' ગરદેવ ! આ હતી આપની ક્રિયારુચિ ! આ હતી આપની જિનાજ્ઞા પ્રતિબદ્ધતા ! આ હતી આપની નિર્મળતમ પરિણતિ ! અને આ હતી આપની અધ્યવસાયોની વિશુદ્ધિ ! પરમપદ તૈકટચની આ બધી નિશાનીઓ નહોતી તો બીજું શું હતું ?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50