________________
ગુરુદેવ કહે છે.... ક્ષણભર માટે ભોગના આનંદથી
ભોગની ઈચ્છા શાંત થતી લાગે; પરંતુ ભોગથી કદી ભોગેચ્છ ખરેખર શાંત પડવાની નથી. અગ્નિ જો ઈધણથી શાંત થાય, સમુદ્ર જે નદીઓથી ધરાય તો જીવની ભોગેચ્છા ભોગથી શમે. અનંતકાળ વહી ગયા ને અનંતી વાર ભોગ જોઈ નાખ્યા છતાં જીવ હજી એનો ભૂખાળવો છે. એ સૂચવે છે કે ભોગથી જ એ ભોગનો ભૂખાળવો રહે છે.
રત્નસુંદર ! વિગઈઓમાં તું સારો એવો ગોઠવાઈ ગયો છે. આયંબિલ કરવાનું તો તું નામ જ નથી લેતો ! છેલ્લી ઓળી તે કરી ક્યારે ?
લગભગ દોઢ વરસ થયું !'
હજી કેટલાં વરસ વિગઈઓમાં આળોટવાનું છે ?' ‘ગુરુદેવ, આયંબિલ બહુ આકરા પડે છે'
‘ચાંદ રાંખજે, આત્યંબિલ શરીરને આકરા નથી પડતાં મનને આકરા પડે છે, શરૂ કરી દે કાલથી આયંબિલ અને જો, ગાડી કેવી સડસડાટ ચાલે છે ?'
ગુરુદેવ, દશા પોરવાડના એ ચાતુર્માસમાં આપે મને આ
પ્રેરણા કરી અને માત્ર આપની પ્રસન્નતા ખાતર મારી સવા
અનિચ્છા છતાં મેં આયંબિલ શરૂ કર્યાં. પહેલું આયંબિલ સારું થયું અને રાતના આપે મારામાં બીજા દિવસના આયંબિલ માટેનો પાવર પૂરી દીધો. અને કલ્પ્યો નહોતો એવો ગજબનાક ચમત્કાર સર્જાયો. સળંગ ૧૦૮ આયંબિલ મારાથી થઈ ગયા ! આપ આનંદિત હતા. આપના આનંદધી હું આનંદિત હતો !
ગુરુદેવ ।
આપ આજ્ઞાની સાથે આ પાલનનું બળ પણ આપતા જ હતા એ અનુભવ પછી આપની કોઈ પણ આને 'ના' પાડવાની બેવકૂફી મેં કરી નથી એનો મારા હૈયે આજે અપાર આનંદ છે.
૩૫