Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ - ગુરુદેવ કહે છે... આસકિત અને ભોગવિલાસનું જે વિષવર્તુળ અનાદિકાળથી આ સંસારમાં ચાલી રહ્યું છે તેમાં ભાગીદારી કરવી, તેને ટેકો આપવાં કે તેની અનુમોદના કરવી તે સુજ્ઞપુરુષનું કામ નથી. આપણો નંબર સુજ્ઞપુરુષમાં ખરો ? સ્થળ હતું એ અમદાવાદ-દોશીવાડાની પોળમાં આવેલ વિદ્યાશાળાનું. ગુરુદેવ, આપના સહિત લગભગ ૬૦ ઉપરાંત મુનિ ભગવંતો ત્યાં બિરાજમાન હતા. બપોરના ગોચરી લઈને આવેલા એક મુનિભગવંત આપની સમક્ષ ગોચરી આલોવીને આપને ગોચરી દેખાડી રહ્યા હતા અને આપની નજર પાતામાં રહેલ બદામના વિપુલ જથ્થા પર પડી. ‘આટલી બધી બદામ ?' એક જ ઘરેથી તું લાવ્યો ?” | ‘ગૌચરના દોષનો ખ્યાલ છે કે પછી એમ જ વહોરવા નીકળી પડ્યો હતો ?” શ્રાવકનું મન સાચવવું પડે તેમ હતું' 'શ્રાવકનું મન સાચવવા દીક્ષા લીધી છે ? કે પ્રભુની આજ્ઞા સાયવવા દીક્ષા લીધી છે ? કઈ ગતિમાં રવાના થઈ જવું છે આવી. ગોંયરી વાપરીને અને સહુને વપરાવતા રહીને ? ગુરદેવ ! દોષિત ગોચરી પ્રત્યે અપની કેવી લાલ આંખ હતી એ મારી સગી આંખે મેં એ દિવસે જોયું. એક વિનંતિ કરું આપને ? એ લાલ આંખની થોડીક લાલાશ આપ મને આપી ન શકો ?

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50