Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ ગુરુદેવ કહે છે... જીવને વિચાર નથી કે – કોનું સાંભળેલું મને બચાવશે ? ધનું કે સંસારનું ? અંદરનું કે ખોળિયાનું ? માલિકનું કે નોકરનું? અંતઃકરણનું કે અહંકાનું? પૂનાના ચાતુર્માસ બાદ અંજનશલાકા નિમિત્તે અહમદનગર આવવાનું બન્યું હતું. સમય હતો બપોરના ત્રણેક વાગ્યા આસપાસનો અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પવન ફૂંકાવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને ગુરુદેવ, આસન પરથી ઊભા થઈને મેં એકદમ આપના આસન પાછળ રહેલ ખુલ્લી બારી બંધ કરી દીધી. મારી બારી બંધ કરવાની ચેષ્ટા આપ જોઈ રહ્યા હતા. બારી બંધ કરીને હું મારા આસને બેસું એ પહેલાં આપે મને બોલાવ્યો, ‘રત્નસુંદર, બારી બંધ કરતા પહેલાં ઓવાથી એને પૂંજી ખરી ?" ‘ના’ 'બગલમાં ઓઘો ગોયરી-પાણી વહોવા જ રાખ્યો છે ? જો વસ્તુઓ લેતાં-મૂકતાં અને અલગ અલગ ક્રિયાઓ કરતાં ઓઘાનો ઉપયોગ કરવાનો જ નથી તો પછી સંયમ છે ક્યાં ? સાધુપણું છે જ્યાં ? ‘હું સાધુ છું' એવો માથે ચોડોક બોજ રાખતો જા.” ગુરુદેવ ! આવા હિતચિંતક આપના જેવા ગુરુદેવને પામવા મેં કેટકેટલું પુણ્ય ર્યું હશે એ તો કોક કેવળજ્ઞાની મળે તો જ ખ્યાલ આવે ને ? ગુરૂદેવ મુકિત ન મળે ત્યાં સુધીના દરેક ભવમાં આપ તો મળતા રહેશો ને ?

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50