________________
ગુરુદેવ કહે છે....
સધળાય ઉપદેશના અવશ્વની સાર્થકતા આ છે કે કર્તવ્યા-કર્તવ્ય પ્રત્યે સાપેક્ષ બનો, સતિ બનો, શક્ય એટલા પ્રમાણમાં કર્તવ્યપાલન અને કયાગ તરફ કાળી જીવાળે, પ્રયત્નશીલ, યતનાપોળ, ઘા. અને એમાં કચાશ રહે ત્યાં દિલમાં મૂંઝવણ, કંપ, એક અનુભવો. - એવી જ સાવચેતી, ક્રોધલો ભ, મદ-માયા, હાસ્યમશ્કરી, ઈયાં અસૂયા વગેરે મેલી લાગણીઓથી જીવને શક્ય એટલો બચાવી લેવાની કાળજીસાવધાની રહે એ સાપેક્ષતા છે. ઉપદેશ શ્રવણની અસર આ રીતે લેવાની છે,
વિહાર કરતાં કરતાં ગુજરાતના એક શહેરમાં, ગુરુદેવ આપણે આવ્યા હતા. એક જ સ્થળે આપણી પંદરેક દિવસની સ્થિરતા થવાની હતી. આપના મુખમાંથી વહેનારી જિનવાણીની ગંગામાં ભીંજાઈ જવા ત્યાંનો ભાવિક વર્ગ તલપાપડ હતો.
સામૈયું ઊતર્યું અને ખીચોખીચ ભરાયેલ હૉલમાં આપ પ્રવચન કરવા પાટ પર પધાર્યા તો ખરા પણ આ શું? આપ પાટ પાસે ઊભા જ રહી ગયા.
કેમ, શું થયું સાહેબ ?” આગળ બેઠેલા એક ટ્રસ્ટીએ આપને પૂછી લીધું.
‘આ સાધુઓને બેસવાની જે પાટ છે ને, એ બહેનોની બાજુમાં ગોઠવી દો યુવાન સાધુઓને સંયમ સાયવવાનું છે. અજોણતાં ય એમની નજર બહેનો પર ને પડી જાય છે આજના વિલાસના યુગમાં અતિ જરૂરી છે.' અને ગુરુદેવ, સાધુઓને બેસવાની પાટનું સ્થાન બદલાયા પછી જ આપે પ્રવચન શરૂ કર્યું.
ગુરુદેવ ! આપનું આ યોગક્ષેમ કાર્ય અમે શૈ ભૂલી શકશું ? આપે અમને સમ્યફમાં જોડતા હીને સાર તો બનાવ્યા પણ ગલતથી દૂર રાખીને આપે અમને ખરાબ ન બનવા દીધા એ તો સાથે જ આપે કમાલ કરી દીધી !