Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ “રત્નસુંદર, તારા હાથમાં પાતરા હોય અને તને ગોચરી યાદ ન હોય એ બને ખરું ?” ‘તું કોઈ મુનિ ભગવંત પાસે પાઠ લેવા જઈ રહ્યો હોય અને તને સ્વાધ્યાય યાદ ન હોય એ બને ખરું ?” ‘પાંચ ડિગ્રી તાવમાં તું શેકાઈ રહ્યો હોય અને દવા લેવાનું તને યાદ ન હોય એ બને ખરું ?” ગુરુદેવ કહે છે... માક્ષસને આડા રસ્તે જતાં પરિણામ તરફ દૃષ્ટિ નથી, આગામી અગમ્ય અને અસહ્ય અન-આપત્તિનો ખ્યાલ નથી તેથી ઢેસમાં ને મોજમાં તથા બેપરવાઈમાં ચાલે છે કે વર્તમાનમાં જે કરીએ છીએ એમાં વાંધો શો છે ? શી ચિંતા કરવી ? બસ, મસ્ત રહેવું. પૂરું સુખ-ખરું ગૌરવ આમાં જ છે. ' પરંતુ જ્યારે એ દુ: ખદ પરિક્ષામ આવીને ઊભાં રહે છે ત્યારે કલ્પાંતનો પાર નથી રહેતો. ત્યાં પછી પશ્ચાતાપ તો ઘણો ય કરે પણ વશે ? થયું ન થયું થાય નહી. ના” ગુરુદેવ, આજે આપ કોક અલગ જ મૂડમાં હતા. આપ વાતને ક્યાં લઈ જવા માગતા હતા એ સમજાતું નહોતું અને ત્યાં તો આપે ધડાકો કર્યો, ‘ચોવીસેય કલાક રજોહરણ તારી પાસે જ રહે છે ને ? આત્મા સતત યાદ આવ્યા જ કરે છે એવું ખરું ? જો આત્મા ચાંદ જ ન આવતો હોય તો પછી આપણે સંચમી તો ઠીક પણ આરિતક પણ છીએ કે કેમ એમાં શંકા નચી લાગતી ? ગુરદેવ ! સુખશીલતા શરીરની અને સ્વછંદતા મનની, આ ડૉમાંથી અમે બહાર નીકળીએ તો અમને આત્માની સ્વતંત્રતા યાદ આવે ને ?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50