Book Title: Oxygen Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ ગુરુદેવ કહે છે... 'વાસના એ રોગ છે, ભયંકર રોગ છે, કેમકે એમાં ચિત્ત વિશ્વળ બને છે. સંતાપવાળું બને છે" આ વસ્તુ, દિલમાં બેસી ગયા પછી તો મન કંટાળશે કે વારે વારે આ શી વેઠ કે પહેલી તો વિષયરાગની વિહળતા ઊભી કરવી, ને પછી એના પર વાસના ઉઠાડી વિહળતા વળી ઊભી કરવી ? ચિત્ત વિદ્વ કરે એવો વિષયનો રામ અને એને ભોગવવાની વાસના, એ બેય ખોટ. બે ય ખતરનાક, મારે તો ચિત્તની સ્વસ્થતા ખપે, વિવળતા નથી. ' - આમ, મુખ્ય ચિત્તની સ્વસ્થતા પર લક્ષ બંધાઈ જાય તો સમજે કે ચિત્ત પર એક મહાન વિજય પ્રાપ્તા થઈ ગયો. મલાડનું એ પ્રથમ ચાતુમાંસ હતું મારું. આસને બેઠા બેઠા હું ગાથા ગોખી તો રહ્યો જ હતો પણ આંખો ચકળવકળ થઇને ચારે ય બાજુ ફરી રહી હતી. નહોતી ગાથા ગોખવામાં સફળતા મળતી કે નહોતી ગાથા ગોખવામાં કોઈ પ્રસન્નતા અનુભવાતી. આપની બાજુમાં જ મારું આસન હતું એટલે આ સ્થિતિની આપને જાન્ન ન થાય એ તો બને જ શી રીતે ? આપે મને બોલાવ્યો. 'જો રત્નસુંદર, મોટું ભીત તરફ કરીને બેસી જા. ગાથા તો ગોખાશે જ પરંતુ મકાનમાં કોણ આવ્યું? કોણ ગયું ? કોણ શું કરે છે ? વગેરે બધું જ જોતાં-જાણતાં રહેવાની જે કૂતુહલવૃત્તિ અંદરમાં ધબકતી હશે એ ય, ખોરાક ન મળવાથી આપોઆપ શાંત બની જશે. બાકી, યુવાની તો દીવાની છે. એને નિયંત્રણમાં રાખવાની આવી કળા આત્મસાત્ નહીં કરી હોય તો મને સંતજાતના નબળા-કામ અને નુકસાનકારી વિચારોનું શિકાર બનીને સંયમજીવનને જોખમમાં મૂકી દેશે.' ગુરુદેવ ! સંપત્તિ સાચવવાની કળા તો જનમજનમ આત્મસાતુ ચઈ હશે પણ સંચમ સાચવી લેવાની જે કળા આપ આત્મસાત કરી ચૂક્યા હતા એ કળાએ જ તો આપને માટે અમને 'યુગો સુધી ઝળહળશે, ભુવનભાનુનાં અજવાળાં' ગાવા મજબૂર કર્યા છે ને ?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50