Book Title: Oxygen Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ ગુરુદેવ કહે છે.... અતિ અતિ દુર્લભ વીતરાગ અરિહંત ભગવાન આપણને અહીં મળ્યા છતાં જો એવો સ્ત્રી-વિષય મનમાં પેસવા માત્રથી તારણહાર દેવાધિદેવની મગજમાંથી હકાલપટ્ટી કરતો હોય, તો આપણે એવી તે શી ભાંગ ખાધી છે કે એનાથી ગાંડા થઈ સ્ત્રીને મનમાં લાવીએ ? અને ભગવાનને મનમાંથી હાંકી કાઢીએ ? સ્ત્રીને વિચારવાનો એ આનંદ જહન્નમમાં ગયો. આમ વિચારીને બ્રહ્મચર્યને મન-વચન કાયાથી બરાબર પકડી રાખો. ‘સાધુ ભગવંતોની દયા ખાતર બહેનોએ ઉપાશ્રયમાં ઉઘાડા માથે આવવું નહીં' આવા લખાણવાળું બોર્ડ ગુરુદેવ, આપે મલાડના મારા પ્રથમ ચાતુર્માસમાં ઉપાશ્રયમાં દાદરા પાસે મુકાવ્યું હતું. મલાડ સંઘના કેટલાક ટ્રસ્ટીઓ આ બોર્ડના સંદર્ભમાં આપની પાસે વાત કરવા આવ્યા હતા, ‘સાહેબ, આ બોર્ડ મુકાવ્યું એનો તો અમને કોઇ વાંધો નથી પરંતુ એ બોર્ડમાં લખાયેલ 'સાધુ ભગવંતોની દયા ખાતર' એ શબ્દ અમને ઉચિત નથી લાગતો, અમે આપને વિનંતિ કરવા આવ્યા છીએ કે એ શબ્દ કાઢી નાખવાની આપ અમને રજા આપો.’ ‘એ શબ્દ એમ જ રહેશે, તમને કદાચ ન ગમતો હોય તો ય !! “એ શબ્દ રાખવાનો આટલો બધો આપનો આગ્રહ સમજાતો નથી.’ 'મારા સાંધુઓ સ્થૂલભદ્રસ્વામી નથી' આપનો આ જવાબ સાંભળી ટ્રસ્ટીઓ મૌન થઈ ગયા હતા. ગુરુદેવ ! સંયમીઓની પવિત્રતા અંગેની આપની આ દૃઢતાને અમે પુનઃ જીવિત કરી શકીએ એવું સત્ત્વ આપ અમરમાં પ્રગટાવી દો ને ? આપનો એ ઉપકાર અમે જીવનભર નહીં ભૂલીએ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 50