Book Title: Navtattva Dipika Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 6
________________ - નવતત્ત્વદીપિકા યાને જૈન ધર્મનુ અદ્ભુત તત્ત્વજ્ઞાન ' એ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અમને જણાવતાં આનંદ થાય છે કે માત્ર દોઢથી બે વર્ષના ગાળામાં જ એ ગ્રંથની તમામ નકલ વેચાઈ ગઈ અને તેની માગણી ચાલુ જ રહી, પરંતુ અન્ય પ્રકાશનાની યાજના હાથ પર હાવાથી તેની ખીજી આવૃત્તિ તરતમાં જ પ્રકાશિત કરી શકયા નહિ. એવામાં ગત વર્ષ તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહના મુખ્ય કાય કર્તા સદ્ગુણાનુરાગી શ્રી દલીચંદ પરસેાત્તમ શાહની આ ગ્રંથ પ્રકટ કરવાની પ્રબલ, પ્રેરણા થઈ અને તેની કેટલીક જવાબદારી પેાતાના શિરે લઈ લીધી. તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું. તે માટે અમે શ્રી દલીચંદભાઈને ખાસ આભાર માનીએ છીએ. પ્રથમ આવૃત્તિનું સંશાધન કરવામાં આવ્યું છે, પશુ તેમાં વિશેષ સુધારા-વધારા થયા નથી. વિશેષમાં કાગળ તથા છાપકામમાં ખૂબ વધારા થવાથી ગ્રંથનું મૂલ્ય રૂા. ૮-૦૦ રાખવામાં આવ્યુ છે, પણ તેનુ કદ જોતાં તે ક્ષતવ્ય લેખાશે. નવતત્ત્વપ્રકરણનું રહસ્ય જાણવા ઈચ્છનાર સહુ કાઈને આ ગ્રંચ ઘડ્ડા ઉપયાગી થશે, એમાં શંકા નથી. પુ. પૂ. મા. શ્રીમદ્ ૧૦૦૮ શ્રી વિજ્યધમસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથતું સમપ`ણુ સ્વીકાયુ" છે, તે માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે જૈન ધર્મના આચાર-વિચારના પ્રચાર કરવામાં રસ ધરાવનાર મહાનુભાવા તથા સાંસ્થાએ આ ગ્રંથના પ્રચારમાં ગ્રામ્ય સાથ અને સહકાર આપશે. પ્રાથયPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 334