Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય આજથી ચૌદ વર્ષ પહેલાં જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિરની સ્થાપના થઈ ત્યારે કલ્પના ન હતી કે તેના દ્વારા જૈન ધર્મના કલ્યાણકારી આચાર-વિચારને પ્રકાશમાં લાવવાનું કામ આટલી સુંદર રીતે થઈ શકશે ! પરંતુ અધ્યાત્મવિશારદ શતાવધાની પંડિત ઘી ધીરજલાલ ટોકરશી શાહના સતત પુરુષાર્થથી તેના દ્વારા એક પછી એક ગ્રંથે પ્રકટ થવા લાગ્યા અને તે ખૂબ જ કપ્રિય નીવડ્યા. આ ગ્રંથમાં “નવતરવદીપિકા યાને જૈન ધર્મનું અદ્ભુત તત્વજ્ઞાન એ ગ્રંથને પણ સમાવેશ થાય છે. સં. ૨૦૨૧ માં “ જીવવિચારપ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન એ ગ્રંથનું સર્જન-પ્રકાશન કર્યા પછી તેમણે નવતત્તપ્રકરણ પર આધુનિક રેચક શેલિએ વિસ્તૃત વિશદ વિવેચન લખવા માંડયું અને વચ્ચે કેટલાક અંતરાય આવવા છતાં તે વિવેચન તેમણે નિયત સમયમાં પૂર્ણ કર્યું. તે પછી પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસુરીશ્વરજી મહારાજ, ૫. પૂ. આ. શ્રી વિજય કીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ (તે વખતના પં. શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય) તથા પ. પૂ. સાહિત્ય-કલારત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજને આ વિવેચનનું સંશોધન કરી આપવાની વિનતિ કરતાં આ ત્રણેય મહાપુએ ખાસ સમય કાઢીને તેનું સાત સંશોધન કરી આપ્યું. અને તે પછી પ્રસ્તાવનાનો પ્રશ્ન આઘતાં અમેએ દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા યુગદિવાકર પ. પૂ. આ. શ્રી વિજયધમ. -સુરીશ્વરજી મહારાજને વિનતિ કરી અને તેમણે કૃપાવંત થઈને આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપી. ત્યાર બાદ એ વિવેચન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 334